મુંબઈમાં નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે પરંતુ શરદપૂર્ણિમાએ રાસ રમવાનું ઝાઝું પ્રચલિત નથી. હા, ક્યાંક છૂટાછવાયા રાસ-ગરબાનાં આયોજન થાય, બાકી આપણે ત્યાં માત્ર દૂધ-પૌંઆ ખાઈને શરદપૂર્ણિમા ઊજવી લઈએ છીએ.
તીર્થાટન
સનાતન ગોસ્વામી જેવો ભોગ મદનમોહનજીને ધરાવતા હતા એવી જ (જેને અહીં અંગ કઢી કહે છે) ઢોકળી આજે પણ અહીં ભગવાનને ધરાવાય છે.
મુંબઈમાં નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે પરંતુ શરદપૂર્ણિમાએ રાસ રમવાનું ઝાઝું પ્રચલિત નથી. હા, ક્યાંક છૂટાછવાયા રાસ-ગરબાનાં આયોજન થાય, બાકી આપણે ત્યાં માત્ર દૂધ-પૌંઆ ખાઈને શરદપૂર્ણિમા ઊજવી લઈએ છીએ. પ્રાચીન શાસ્ત્રોની વાત કરીએ તો આસો સુદ પૂર્ણિમાએ ચંદ્રમા સોળે કળાએ ખીલેલો હોય છે. કહે છે કે એ રાત્રિએ ચંદ્રનાં કિરણોમાંથી અમૃત ઝરે છે અને એ અમીના પાનની શારીરિક, માનસિક અસરોથી આપણે વિદિત છીએ. સો, આજે એના વિશે આપણે વધુ વાતો નથી કરતા. આ સપરમે પર્વે આપણે તો જઈએ છીએ વ્રજ વિસ્તારના ઓલ્ડેસ્ટ રાધા-કૃષ્ણના મંદિરે, કેમ કે આસો પૂનમે જ આપણા નટખટ નંદકુંવરે મહારાસની લીલા કરી હતી