તમારે પૈસાની સાથોસાથ સુખ, શાંતિ, આરોગ્ય, સંતાન, યશ, કીર્તિની કમાણી કરવી હોય તો આજે માત્ર ધનલક્ષ્મી નહીં, અષ્ટલક્ષ્મીની પૂજા અવશ્ય કરજો
પ્રતીકાત્મક તસવીર
આજે વર્ષનો છેલ્લો દિવસ અને દેશનો મોટામાં મોટો તહેવાર દિવાળી છે. આ દિવસે લક્ષ્મીપૂજન થાય છે ત્યારે ઘણાને સુવર્ણમુદ્રાઓ હાથમાંથી સરકતી હોય એવી લક્ષ્મીદેવી જ યાદ આવે, પણ એટલું યાદ રાખજો કે પૈસા અને લક્ષ્મી વચ્ચે ઘણો તફાવત છે. કુલ ૮ પ્રકારની લક્ષ્મી છે અને પૈસો તો એમાંનો એક પ્રકાર છે જેને આપણે ધનલક્ષ્મી કહીએ છીએ. પૈસાથી સાધન કે સગવડ ખરીદી શકાય પણ સુખ, શાંતિ, આરોગ્ય, સંતાન, યશ, કીર્તિ કે સદ્ગુણો નથી મળી શકતાં.