કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સના ૨૧ સ્ટુડન્ટ્સ અને જુનિયર કૉલેજના પાંચ ટીચર્સ ઉત્તરાખંડના આદિ કૈલાશ, ઓમ પર્વત અને નારાયણ આશ્રમની ટૂર પર જઈને સાહસ અને અધ્યાત્મનું અદ્ભુત ભાથું સાથે બાંધીને લઈ આવ્યા
વિદ્યાર્થીઓ અને શિક્ષકો
આપણે સમુદ્રને સપાટી પર જોઈએ તો ઉન્મત્ત ઊછળતાં મોજાં દેખાય છે, પણ અંદર ડૂબકી લગાવીએ તો નીરવ શાંતિનો એહસાસ થાય છે. પ્રકૃતિ પાસે આવું જ કોઈ અદૃશ્ય ખેંચાણ છે. પ્રકૃતિ પાસે આપણી પ્રકૃતિને બદલવાની, જીવનનો નજરિયો બદલી નાખવાની પરમ શક્તિ છે. એની પાસે જઈએ તો આપણો અહંકાર ઓગાળવાની, આપણી અંદર થીજેલી ચેતનાને પ્રગટાવવાની એક અનોખી તાકાત ભરી પડી છે. બસ, શરત માત્ર છે એની નિકટ જવાની. એની પાસે પહોંચો કે ભીતર સાથે સંવાદિતા સાધતી એક અનોખી યાત્રાનો આરંભ શરૂ થઈ જતો હોય છે. ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES)ના યુવા વિદ્યાર્થીઓએ આવા જ અનુભવો તાજેતરના તેમના પ્રવાસ દ્વારા મેળવ્યા.