સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. હિમાલયની ફળદ્રુપ જમીન પર વિશેષ પ્રમાણમાં મળી આવતું આ ફળ વિશ્વનું જૂનામા જૂનું ફળ હશે. અજન્મા ગણાતા શિવ શંકરને રુદ્રાક્ષ અતિ પ્રિય છે.
કુંભ મેળો
સાધુબાવાના શણગારમાં તિલક ઉપરાંત મહાદેવને પ્રિય એેવી રુદ્રાક્ષની માળાઓનું પણ અનેરું મહત્ત્વ છે. માથા પરની જટાથી લઈને ગળા, છાતી અને હાથના બાવડાથી લઈને કાંડા સુધી પહેરાતી આ માળાઓ શરીર પર જાણે વસ્ત્રની ગરજ સારે છે. રુદ્રાક્ષ તનનું રક્ષણ પણ કરે છે અને શરીરને પોષણ પણ આપે છે.
સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. હિમાલયની ફળદ્રુપ જમીન પર વિશેષ પ્રમાણમાં મળી આવતું આ ફળ વિશ્વનું જૂનામા જૂનું ફળ હશે. અજન્મા ગણાતા શિવ શંકરને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. રુદ્રાક્ષ એ કુદરતે વરદાન સ્વરૂપે આપેલું એકમાત્ર ફળ છે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવનાં આંસુમાંથી થઈ છે. રુદ્રાક્ષની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. વિવિધ મનોકામનાઓની પૂર્તિ માટે વિવિધ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ અપાય છે. રુદ્રાક્ષની શ્રેણી એક મુખીથી લઈને એકવીસ મુખી સુધી હોય છે, પરંતુ જાણકારીના અભાવે લોકો કોઈ પણ જાતની જાણકારી વગર કોઈ પણ રુદ્રાક્ષ ધારણ કરે છે. જાણકારો કહે છે કે જો રુદ્રાક્ષ અસલી હોય અને એને યોગ્ય રીતે પહેરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ વ્યાપી જાય છે. જીવનમાં અપાર સફળતા મળે છે. જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેના જીવનમાંથી ભય સમાપ્ત થાય છે. અલગ-અલગ સંખ્યાના મુખવાળા રુદ્રાક્ષના અલગ-અલગ ફાયદા છે.
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં પ્રાર્થના માટે માળામાં ઉપયોગમાં લેવાતા રુદ્રાક્ષના શારીરિક અને માનસિક ફાયદા પણ છે. અલગ-અલગ પ્રકારના રુદ્રાક્ષનો ઉપયોગ અનેક જટિલ સમસ્યાઓને જડમૂળથી નિવારવા માટે થાય છે. ભારતમાં રુદ્રાક્ષ ભૂતનાથ અથવા શિવાંશ જેવા નામથી પણ પ્રચલિત છે. રુદ્રાક્ષ નામની વનસ્પતિ જેનું વૈજ્ઞાનિક નામ ઇલિયોકાર્પસ ગૅનિટ્રસ છે. એ ડાર્ક બેરી નામે પ્રસિદ્ધ છે. રુદ્રાક્ષ હિમાલયની નીચેની કંદરાઓમાં તથા દક્ષિણ પૂર્વ એશિયામાં વિવિધ પ્રજાતિઓમાં જોવા મળે છે. રુદ્રાક્ષ ગરમીના કોઠાવાળા લોકો માટે એક ઔષધિસમાન છે. ચિકિત્સકીય ગુણોની વાત કરીએ તો રુદ્રાક્ષમાં કૅલ્શિયમ, ઑક્ઝલેટ, ટૅનિન્સ, ફ્લૉનાઇડ્સ વગેરે તત્ત્વોના ગુણોનો લાભ મળે છે જે શરીરમાં મુક્ત કણો (ફ્રી રેડિકલ્સ)ને સંતુલિત રાખે છે. રુદ્રાક્ષને ધન્વંતરિ ગુટિકા અને મૃથાસંજીવન ગુટિકા સાથે વિભિન્ન આયુર્વેદિક ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્વાસ્થ્યસભર જીવન જીવવા માટે આયુર્વેદમાં રુદ્રાક્ષ સાથે જોડાયેલા ધણા નુસખાઓ તથા ચિકિત્સકીય ઉપયોગો વર્ણવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના પાઉડર અને બ્રાહ્મીને ભેગા કરીને ઉપયોગમાં લેવાથી મિર્ગી નામના રોગમાં ફાયદો થાય છે. રુદ્રાક્ષને દૂધમાં ઉકાળીને રોજ પીવાથી કૉલેસ્ટરોલ ઓછું થાય છે. રુદ્રાક્ષને રાતભર ગુલાબજળમાં પલાળી રાખીને આંખમાં એનાં ટીપાં આઇડ્રૉપની જેમ નાખી શકાય છે. હાથમાં બ્રેસલેટ અથવા ગાળામાં રુદ્રાક્ષ પહેરવાથી બેચેની અને ગભરામણ ઓછી થાય છે. રુદ્રાક્ષને રાતે તાંબાના પાત્રમાં પાણીમાં પલાળીને એ પાણીનું સવારમાં સેવન કરવાથી ડાયાબિટીઝમાં લાભ થાય છે. રુદ્રાક્ષનું સેવન શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી. રુદ્રાક્ષના પાઉડરને મંજિષ્ઠામાં ભેળવીને ફેસપૅકની જેમ ચહેરા પર લગાવવાથી ત્વચાના રોગ દૂર થાય છે. રુદ્રાક્ષનો એક ભાગ, શતાવરી ગુરુથા અથવા શતાવરી ઘીના ત્રણ ભાગમાં મિલાવીને ખાવાથી મહિલાઓના હૉર્મોન્સમાં સંતુલન જળવાઈ રહે છે. તેમની પ્રજનનક્ષમતા પણ વધે છે. કોઈ પણ માધ્યમથી રુદ્રાક્ષનો ઉપયોગ કરો, એનું સેવન કરો અથવા એને પહેરો તો એ વધતી ઉંમરને ઓછી કરે છે મતલબ કે ઍન્ટિ-એજિંગ પણ છે. રુદ્રાક્ષના સેવનથી શારીરિક શક્તિ પણ વધે છે અને ચહેરા પર એક અલગ જ ચમક, એક અલગ પ્રકારનું તેજ જોવા મળે છે.
સાચા સાધુ-મહારાજોના મુખ પર જે એક પ્રકારની ઓરા (આભા) જોવા મળે છે એમાં આ શંકર પ્રિય રુદ્રાક્ષનો પણ મહત્ત્વનો ફાળો હશે જ એમાં કોઈ બેમત નથી.
(ક્રમશ:)

