હનુમાન જયંતીના અવસરે વાયુપુત્રનાં વિવિધ સ્વરૂપોની ભક્તિ કરવાનું વિધાન છે. એમાં પણ કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ તો અત્યંત પ્રભાવશાળી ગણાય છે. તો આજે જઈએ એ તીર્થધામ જ્યાં અંજનેયનાં પાંચ સ્વરૂપનું પ્રાકટ્ય થયું હતું
તીર્થાટન
કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ
હનુમાનજીનું નામ લઈએ એટલે આપણા મનમાં અદ્વિતીય શારીરિક તેમ જ માનસિક શક્તિનો સ્રોત અને તાકાત ધરાવતી મૂર્તિ ખડી થઈ જાય, બજરંગબલી વિશે વિચારીએ એટલે રામ, લક્ષ્મણ, સીતામાતાના રક્ષક અને પાલનહારની છબિ મનમાં ઊપજે. મારુતિની કલ્પના કરીએ એટલે જ નકારાત્મક ઊર્જાનો સંહાર થઈ પૉઝિટિવ વાઇબ્સની અનુભૂતિ થવા માંડે. એવા આ મહાવીર વાયુપુત્રનો આવતા બુધવારે જન્મદિવસ છે એ આલંબને આજનું તીર્થાટન રામેશ્વરમના પંચમુખી હનુમાન મંદિરનું.