વૈદિક કાળથી સૂર્યને પ્રત્યક્ષ દેવ માનીને પૂજવામાં આવે છે. સૂર્ય શક્તિનો સૌથી મોટો સ્રોત છે.
ભગવાન રામ
ત્રેતાયુગમાં ભગવાન રામ સૂર્યવંશી કુળમાં જન્મ્યા હતા અને તેઓ બાળપણથી જ રોજ સૂર્યની પૂજા કરતા હતા. મહર્ષિ અગસ્ત્યે રામને સૂર્યના સૌથી પ્રભાવી મંત્ર આદિત્ય હૃદયસ્તોત્રની દીક્ષા આપી હતી. રામ રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપતા હતા. વૈદિક કાળથી સૂર્યને પ્રત્યક્ષ દેવ માનીને પૂજવામાં આવે છે. સૂર્ય શક્તિનો સૌથી મોટો સ્રોત છે. હિન્દુ ધર્મમાં પણ પંચદેવની પૂજાનું માહાત્મ્ય છે જેમાં ગણેશ-ઉપાસના, શિવ-ઉપાસના, વિષ્ણુ-ઉપાસના, દેવી-ઉપાસના અને સૂર્ય-ઉપાસનાનો સમાવેશ છે. એવું માનવામાં આવે છે કે રોજ સૂર્ય-ઉપાસના કરવાથી વિવિધ રોગોમાંથી મુક્તિ મળે છે. આ ઉપાસના એકદમ સરળ છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા સૂર્યોદય વખતે તેમને પાણીથી અર્ઘ્ય આપવાનો હોય છે.