Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દીવાલને રંગવાનું પર્વ દિવાળી, દિલને રંગવાનું પર્વ પર્યુષણ

દીવાલને રંગવાનું પર્વ દિવાળી, દિલને રંગવાનું પર્વ પર્યુષણ

Published : 14 September, 2023 03:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રાવક બનતાં પહેલાં સજ્જન બનવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

પર્યુષણનો પાવન સંદેશ

પ્રતીકાત્મક તસવીર


પર્વતોમાં સમેતશિખર, મંત્રોમાં નવકાર મહામંત્ર તેમ પર્વોમાં પર્યુષણપર્વ શિરમોર છે. પર્વની સફળતા માટે કાળી માટી જેવા બનવું જરૂરી છે. ત્રણ પ્રકારના લોકોમાં કેટલાક પર્વત જેવા, વરસાદ પડે પણ પલળે નહીં. કેટલાક રેતી જેવા, થોડી વાર ભીના થાય પણ પરિણમન ન થાય. કેટલાક કાળી માટી જેવા, પાણી ભીતરમાં ઊતરી જાય. એકમેક બની જાય. એટલે કહ્યું છે કે દીવાલને રંગવાનું પર્વ દિવાળી છે અને દિલને રંગવાનું પર્વ પર્યુષણ છે.


Loyal Royal અર્થાત્ ઓનેસ્ટી, પ્રામાણિકતાને જીવનનું ધ્યેય બનાવો. શ્રાવક બનતાં પહેલાં સજ્જન બનવું જરૂરી છે. શરીર ચાલે છે શ્વાસથી તેમ પરિવાર, સમાજ ચાલે છે વિશ્વાસથી. ડિગ્નિટી, જીવનની ગરિમા જાળવો. માણસ દુકાન છે અને જીભ એનું તાળું છે. જ્યારે તાળું ખૂલે ત્યારે જ ખબર પડે કે દુકાન સોનાની છે કે ભંગારની? મેકઅપની ઉંમરમાં ધર્મ કરી લેવો. ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ શકવાનું નથી. દિવ્યતાને અપનાવો. જીવન કાંઈક હટકે જીવતાં શીખો.



જ્યાં જીવો છો, જેની સાથે જીવો છો ત્યાં દિવ્યતા પ્રસારવાનું કાર્ય કરતા રહો. જ્યાં કાર્યરત હો ત્યાં તમારું કામ એવું બોલે કે તમારું નામ આપોઆપ થઈ જાય.


બજારમાં જીવવું છે તો બુદ્ધિપ્રધાન બનો. ઘરમાં જીવવું છે તો લાગણીપ્રધાન બનો. ધર્મક્ષેત્રમાં જીવવું છે તો નમ્રતાપ્રધાન બનો. જીવનમાં ઘણી વાર ગ્રંથ પકડવાથી જે નથી મળતું એ કદાચ મનમાં બાંધેલી ગ્રંથિઓ છોડવાથી​ દિવ્યતા પ્રગટી શકે છે. જેમ કે દર્પણ ખોટું બોલવા દેશે નહીં. જ્ઞાન ભયભીત થવા દેશે નહી. અધ્યાત્મ મોહ કરવા દેશે નહીં. સત્ય કમજોર થવા દેશે નહીં. પ્રેમ ઈર્ષ્યા કરવા દેશે નહીં. વિશ્વાસ દુ:ખી થવા દેશે નહીં. કર્મ અસફળ થવા દેશે નહીં. પોતાના સ્વભાવને રૉયલ બનાવવા લૉયલ - પરસ્પરનો વિશ્વાસ અતિ જરૂરી બને છે.

પર્વાધિરાજ પર્યુષણનો એ જ સંદેશ છે કે જીવનની પ્રત્યેક ક્ષણ સાર્થક કરવા માટે સતર્ક અને સાવધાન રહો. જીવનની સમસ્યાનું કારણ ખરાબ ગ્રહદશા નહીં, પરંતુ ખોટી આગ્રહ દશા છે. તકદીર કો બદલ સકતે હો, જરા ખુદ કો બદલકર દેખો. સમજણ વધારો, સ્વભાવ સુધારો. જીવનમાં આવતાં દુ:ખને એકલા પચાવજો અને મળેલા સુખને સૌની વચ્ચે વેચી લેજો. 
દૂધ જલતા હૈ પાની જલને કે બાદ


આદમી રોતા હૈ વક્ત નિકલને કે બાદ 

 

- પૂજ્ય શ્રી ધીરગુરદેવજી મ.સા.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2023 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK