આજે જેઠ શુક્લ પક્ષમની નિર્જળા એકાદશી (Nirjala Ekadashi)છે. ભીમે માત્ર આ એક જ ઉપવાસ કર્યો હતો અને મૂર્છિત થઈ ગયા હતાં. માટે જ તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે
આજે જેઠ શુક્લ પક્ષમની નિર્જળા એકાદશી (Nirjala Ekadashi)છે. ભીમે માત્ર આ એક જ ઉપવાસ કર્યો હતો અને મૂર્છિત થઈ ગયા હતાં. માટે જ તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા એકાદશી પર જળનો ત્યાગ કરી ઉપવાસ કરવાથી વર્ષની બધી જ એકદાશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારો પુરુષાર્થની પ્રાપ્તિ પણ થાય છે. આ દિવસે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુખદ જીવનની મનોકામના પૂર્ણ કરી શકાય છે.
નિર્જળા ઉપવાસની વિધિ
પરોઢ સમયે સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પિત કરો. ત્યાર બાદ પીળા વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનને પીળા ફૂલ ચડાવી પંચામૃત અને તુલસી અર્પણ કરો. પછી શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રોના જાપ કરો. કોઈ નિર્ધન વ્યક્તિને જળ, અન્ન અથવા તો વસ્ત્રોનું દાન કરો. આ વ્રત નિર્જળા જ કરવું પડે છે. જેથી જળનું સેવન કરવાનું રહેશે નહીં. જોકે વિશેષ પરિસ્થિતિઓમાં પ્રવાહી આહારઅને ફળાહાર કરી શકાય છે.
ADVERTISEMENT
નિર્જળા એકાદશી શુભ મુહૂર્ત
જેઠ શુક્લાની એકાદશી તિથિ 30 મેના 2 કલાક 7 મિનિટથી લઈ 31 મે બપોરે 1 કલાક 45 મિનિટ સુધી છે. ઉદિયા તિથિને લીધે નિર્જળ એકાદશીનું વ્રત 31 મે એટલે કે આજે રાખવામાં આશે. નિર્જળા એકાદશી પર આજે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. જે સવારે 5 કલાક 24 મિનિટથી સવારે 6 વાગ્યા સુધી છે. નિર્જળા એકાદશીના વ્રત પારણ 1 જૂને કરવામાં આવશે. પારણનો સમય સવારે 5 કલાક 24 મિનિટથી લઈ 8 કલાક 10 મિનિટ સુધીનો છે.
આ પણ વાંચો: જો આ ત્રણ વાત મળે તો મરવું કોને છે?!
નિર્જળા એકદાશની પર શું કરવું
વર્ષની સૌથી મોટી એકાદશી પર નિર્જળા ઉપવાસનો સંકલ્પ કરો. પ્રાત અને સાયંકાલ પોતાના ગુરુ ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. રાત્રે જાગરણ કરી શ્રી હરિના ઉપાસના અવશ્ય કરો. આ દિવસે અધિક સમય મંત્ર જાપ કરવા અને ધ્યાનમાં બેસવું. જળ અને જળાનું પાત્રનું દાન કરવું વિશેષ શુભકારી રહેશે.
નિર્જળા એકાદશી પર શું ન કરવું
- નિર્જળા એકાદશીના દિવસે ચોખા બનાવવી જોઈએ નહીં
- એકાદશી તિથિના દિવસે તુલસીના પાન ન તોડવા, જો પાન આવશ્યક હોય તો આગલા દિવસે તોડીને રાખી મુકવા
- આ સિવાય નિર્જળા એકાદશીના દિવસે શારીરિક સંબંધ બાંધવાથી બચવું
- આ દિવસે ઘરમાં ડુંગળી, લસણ, માંસ અને મદિરાનું સેવન ન કરવું
- આ સાથે જ કોઈ સાથે ઝગડો કરવો નહીં, ન તો કોઈ વિશે ખરાવ વિચારવું ન ક્રોધ કરવો કે ન કોઈની લાગણી દુભાવવી.