Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જેનામાં ભોળપણ હોય તેને ક્યારેય કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવી નહીં

જેનામાં ભોળપણ હોય તેને ક્યારેય કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવી નહીં

Published : 04 December, 2024 04:17 PM | Modified : 04 December, 2024 04:53 PM | IST | Mumbai
Swami Satchidananda

તમે શાસ્ત્રો જોશો તો તમને એમાં દેખાશે કે મોટા ભાગના અસુરો તપ કરે છે, જ્યારે એની સામે તમને દેવો ભોગ ભોગવતા દેખાશે. ભસ્માસુર અસુર હતો, આ અસુરના ઘોર તપથી મહાદેવ પ્રસન્ન થયા.

મહાદેવ  તસવીર સૌજન્ય : એ. આઈ

સત્સંગ

મહાદેવ તસવીર સૌજન્ય : એ. આઈ


તમે શાસ્ત્રો જોશો તો તમને એમાં દેખાશે કે મોટા ભાગના અસુરો તપ કરે છે, જ્યારે એની સામે તમને દેવો ભોગ ભોગવતા દેખાશે. ભસ્માસુર અસુર હતો, આ અસુરના ઘોર તપથી મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ પ્રગટ થયા અને તેમણે જે ઇચ્છા થાય, જે મનમાં આવે એ વરદાન માગવાનું ભસ્માસુરને કહ્યું. આપણા બધા ભગવાનોમાં મહાદેવ સૌથી ભોળા છે અને એટલે જ તેમને ભોળાનાથ પણ કહે છે. ભોળાનાથ નામ કેવી રીતે પડ્યું એની એક સરસ વાર્તા છે, કોઈને આજુબાજુમાં પૂછીને એ વાર્તા જાણજો. આ ભોળેનાથની બીજી ખાસિયત એ છે કે તેઓ રોકડિયા દેવ છે. જે આપવું હોય તે તરત જ આપી દે. વાયદાબાજી કરે નહીં.


મહાદેવે વરદાન માગવા કહ્યું એટલે અસુરે વરદાન માગ્યું ‘જેના માથા પર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય.’ મહાદેવે તો કહી દીધું - ‘તથાસ્તુ.’ જેવું વરદાન મળી ગયું કે તરત જ અસુરે પોતાને મળેલી આ સિદ્ધિની બોણી મહાદેવ પર જ કરી અને હાથ લાંબો કર્યો. હવે મહાદેવને પોતાની ઉતાવળની ભૂલ સમજાઈ ગઈ. પીઢ રાજનેતા ક્યારેય વરદાન આપવાની ઉતાવળ ન કરે અને સમયબદ્ધ વચન પણ ન આપે. મહાદેવ તો ભોળા છે. જે ભોળા હોય તે પીઢ રાજનેતા ન થઈ શકે. તેમને ક્યારેય કોઈ અગત્યનો વહીવટ સોંપવો નહીં. તમે જુઓ, આ જ તો કારણ છે કે મહાદેવ ગામ બહાર સ્મશાનમાં નિવૃત્ત જીવન જીવે છે. ભોળા લોકોએ નિવૃત્ત જીવન જીવવું જોઈએ અને રાજખટપટોથી દૂર રહેવું જોઈએ. એટલું જ નહીં, ભોળા લોકોએ પોતાની સાથે રહેલા શાણા લોકોની સલાહ લેતા રહેવી જોઈએ, જેથી પોતે પોતાનું જ અહિત ન કરી બેસે.



વરદાન મળી ગયું એટલે ભસ્માસુરે હાથ લંબાવ્યો. હવે ભાગવાનું મહાદેવે હતું. મહાદેવ બચવા માટે ભાગ્યા પણ ખરા. હું કહીશ કે ભોળા લોકો પોતે જ પોતાને માટે ઉપાધિ ઊભી કરી દેતા હોય છે. ઉપાધિ ઊભી કરી દે અને ઉપાધિ ઊભી થઈ જાય એટલે જીવનથી દૂર ભાગે. રાજકીય જીવનમાં ખંધાઈ પણ જરૂરી છે. આ ખંધાઈ શીખવવાથી ન મળે, એ સ્વયંભૂ જ હોય. આગળ મહાદેવ અને પાછળ ભસ્માસુર દોડી રહ્યો છે. પોતાના ઉપકારકને જ મારે તેને અસુર કહેવાય. વિષ્ણુને ખબર પડી એટલે મહાદેવને બચાવવા તેમણે મોહિની રૂપ ધારણ કર્યું, સુદર્શનચક્રનો ઉપયોગ નહોતો કર્યો. ભસ્માસુરોને હણવા તલવાર ન વાપરવાની હોય, તેને તો મોહથી મરાય. તમે પણ જીવનમાં આ જ વાતનો અમલ કરજો અને જરૂર ન હોય તો સુદર્શનનો ઉપયોગ કરતા નહીં.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2024 04:53 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK