દિવાળીબહેન ભીલના અવાજમાં પ્રખ્યાત થયેલું આ ગીત સાંભળીએ તો લાગે કે ગામની કોઈ મહિલા મોરનો કેકારવ સાંભળીને ખુશખુશાલ થઈને નાચતી હશે, પણ એવું બિલકુલ નથી. એમાં એક રાણીની કરુણ વ્યથા છુપાયેલી છે. આ વ્યથા પાછળની લોકકથા આજે જાણીએ
નવરાત્રિ સ્પેશ્યલ
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ સ્ત્રીશક્તિનો ઉત્સવ કહેવાય છે પણ આ શક્તિપર્વમાં જે લોકગીતોની ધૂન પર આપણે ઝૂમીને રાસગરબા રમીએ છીએ એ ગીતો એક સમયે સ્ત્રીઓની પોતાની કથા અને વ્યથા ઠાલવવાનું માધ્યમ હતાં. ઉલ્લાસથી ગવાતા આ ગરબાઓની પાછળ મોટા ભાગે જે-તે સમયે સ્ત્રીઓનાં મન-હૃદયની છૂપી પીડા છે.