Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જાણો ઉત્તરાયણનું પૌરાણિક મહત્વ, જુદા-જુદા રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે

જાણો ઉત્તરાયણનું પૌરાણિક મહત્વ, જુદા-જુદા રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે

Published : 13 January, 2021 09:00 AM | Modified : 13 January, 2021 10:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણો ઉત્તરાયણનું પૌરાણિક મહત્વ, જુદા-જુદા રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંગ્રેજી નવા વર્ષની શરૂઆત થથા જ સૌથી પહેલો તહેવાર આવે મકરસંક્રાંતિ. ભારત દેશના મહત્વના ઉત્સવોમાંથી એક તહેવાર છે. મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. પણ ઘણીવાર આ તહેવાર ૧૩ જાન્યુઆરી અથવા ૧૫ જાન્યુઆરીએ પણ આવે છે. આ તારીખો નક્કી થાય છે સૂર્યના પરિભ્રમણ ઉપરથી. જેમ સૂર્ય જયારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારબાદ જ સૂર્યની ઉત્તરાયણ ગતિની શરુઆત થાય છે. આથી જ તેને ‘ઉત્તરાયણ’ કહેવામા આવે છે. તો ચાલો જાણીએ આ તેહવાર વિશે...


પૌરાણિક કથાઓમાં મહત્વ



ભારતીય પૌરાણિક કથાઓ મુજબ,  ઉત્તરાયણના દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા અસુરો તેમજ દેવો વચ્ચે થયેલા સંગ્રામનો અસુર ના સંહાર સાથે અંત આવ્યો હતો. આ સાથે ત્યારે ભગવાન દ્વારા તમામ અસુરોના માથા ને મંદાર પહાડમા દાટી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે આ દિવસને નરશી તેમજ નકારાત્મકતાનો અંત મનાય છે.


આ સાથે માતા યશોદાએ કૃષ્ણને પુત્ર સ્વરૂપે પામવા માટે ઉપવાસ કર્યા હતા, ત્યારે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણમાં જઈ રહ્યા હતા તેમજ ત્યારથી આ દિવસે ને મકરસંક્રાતિ કેહવામાં આવી અને ત્યારથી આ મકરસંક્રાતિનો ઉપવાસ ચાલુ થયો હતો.

મહાભારતમાં પણ આ દિવસ નો ઉલ્લેખ થયેલ છે. આ જ દિવસે પિતામહ ભીષ્મે પોતાના દેહનો ત્યાગ કરી પોતાની ઈચ્છામૃત્યુ પામી મોક્ષ મેળવ્યો હતો. પિતામહ આ દિવસ ની રાહ જોતા હતા અને ત્યાં સુધી તેઓ પોતે અર્જુન દ્વારા પથરાયેલ બાણોની શૈયા પર જ કષ્ટ સહન કરતા ઉત્તરાયણની રાહ જોઇ રહ્યા હતા. એવું માનવામા આવે છે કે, દક્ષિણાયન અંધકારનો સમય છે માટે તે સમયે મૃત્યુ થવાથી માનવને મુક્તિ મળી શકતી નથી.


ભગવાન સૂર્યનારાયણનું ઉત્તરાયણ થવુ શુભ ગણાય છે, કારણકે આ પ્રકાશનો સમય માનવામાં આવે છે. બીજી એક માન્યતા એવી પણ છે કે, આ જ દિવસે ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર ભગવાન શનીને મળવા માટે તેના ઘરે જાય છે. આમ તો ભગવાન શનિને મકર રાશિના સ્વામીગ્રહ માનવામા આવે માટે જ તેમને મકરસંક્રાતિના નામથી ઓળખવામાં આવે છે.

તહેવાર એક, વિવિધતા અનેક

ભારતના જુદા-જુદા પ્રાંતમા આ તહેવાર ને જુદી-જુદી રીતે ઉજવવામા આવે છે. દરેક રાજ્યમા તેનું નામ તેમજ તેની ઉજવણીની રીત જુદી-જુદી હોય છે. ભારતના આંધ્રપ્રદેશ, કેરલ તેમજ કર્ણાટકમાં તેને માત્ર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ તમિલનાડુમાં તેને પોંગલના રૂપે ઉજવવામાં આવે છે. પંજાબ તેમજ હરિયાણામાં આ સમયે નવી પાકની ઉજવણી રૂપે સંક્રાંતિના એક દિવસ પહેલા લોહરી તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વી ક્ષેત્ર આસામમાં તેને બિહૂ તરીકે ઉજવાય છે.

જુદા-જુદા પ્રાંતમાં જુદા-જુદા પકવાનોનું મહત્વ

જેમ દરેક પ્રાંતમાં ઉત્તરાયણના નામ અને ઉજવણીની રીતભાત જુદી છે તેમ જુદા-જુદા પ્રાંત મુજબ આ દિવસે જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં દાળ તેમજ ભાતના મિશ્રણથી બનાવેલ ખીચડી આ તહેવાર ની ખાસ ઓળખ મનાય છે. તેમાય ખાસ કરીને ગોળ તેમજ ઘી સાથે ખીચડી ખાવાનું વિશેષ મહત્વ મનાવામાં આવે છે. આ ખીચડી સિવાય મોટેભાગે તલ, મમરા તેમજ ગોળથી બનાવેલ લાડૂ બનાવવમાં આવે છે. આવી વાનગીઓ બનાવી એક-બીજા ન ભેટ રૂપે પણ આપવાનો એક રીવાજ આ પ્રાંતોમાં વધુ પ્રચલિત છે. ભારતના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળમાં દહીં-ચૂડા તેમજ તલની બનેલી વાનગીઓ ખાવાની તેમજ ખવડાવવાની રીત સદીઓથી ચાલી આવે છે.

દાન-પૂણ્યનું મહત્વ

ભારતીય પુરાણો મુજબ એક એવી પણ માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલું દાન દક્ષિણા માનવીને સો ગણુ બની પરત ફળીભૂત થાય છે. આ માટે સવારે નિત્યકર્મથી નિવૃત થઈ ભગવાન સૂર્યનારાયણ ને જલ અર્પણ કરી તેમની ઉપાસના કર્યા બાદ ઘી, તલ, ચાદર તેમજ ખીચડીનું દાન કરવું જોઈએ. આ પવિત્ર દિવસે ગંગા તટે દાન-દક્ષિણા કરવાનું પણ એક અનેરું મહત્વ છે અને સાથોસાથ ગાયને ચારો નાખવાનો પણ રીવાજ વર્ષો જુનો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK