ગુજરાતમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં શિવજી પોતે કરે છે અભિષેક
ગંગેશ્વર મહાદેવ મંદિર
દીવના દરિયા કિનારાની એક અલગ જ મોજ છે તેની પોતાની એક આગવી મસ્તી છે. દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે. અહીં શિવલિંગનું અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતાં હોય તેવું જોવા મળે છે. કારણ કે અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે.
દીવમાં આવેલું ગંગેશ્વર મંદિર
દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે, અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે. તમે જેવા આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઇ જાય છે.
ADVERTISEMENT
મંદિરની આસપાસનું વાતાવરણ પણ કરી જે છે તરબતર
દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે એક તરફ આહ્લાદક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવમંદિર.
આ પણ વાંચો : ગુજરાતના આ રમણીય સ્થળો જોઈને સ્વિટ્ઝર્લેન્ડ પણ ભૂલી જશો
માન્યતા છે કે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી
એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે. સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઇ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે. જ્યારે પાંડવો વનવાસ ગયા હતા ત્યારે તે સમયે એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી.