મનુષ્યો સાથે કામ લેવાની કુશળતા સફળતા માટે સૌથી જરૂરી અને એકમાત્ર પરિબળ છે. જેમ કેવળ લોટથી પીંડો બંધાતો નથી, એમાં મોણ (લોટમાં નખાયેલું તેલ કે પાણીનું મિશ્રણ) મેળવવું પડે છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટની એક વાત મને હંમેશાં યાદ રહેવાની છે.
The most important single ingredient in the formula of success is knowing how to get along with people.
ADVERTISEMENT
મનુષ્યો સાથે કામ લેવાની કુશળતા સફળતા માટે સૌથી જરૂરી અને એકમાત્ર પરિબળ છે. જેમ કેવળ લોટથી પીંડો બંધાતો નથી, એમાં મોણ (લોટમાં નખાયેલું તેલ કે પાણીનું મિશ્રણ) મેળવવું પડે છે એમ કેવળ બુદ્ધિથી વ્યાવહારિક કે વ્યાવસાયિક સફળતાનો પીંડો બનતો નથી. એ માટે જરૂરી છે Emotional intelligence એટલે કે ભાવનાત્મક બુદ્ધિ.
આવી મહત્ત્વપૂર્ણ ભાવનાત્મક બુદ્ધિને એક ઉદાહરણ દ્વારા સમજીએ.
એક વાર સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીના ઉપરી અધિકારીની ભૂલથી કંપનીને વીસેક લાખ ડૉલરનું નુકસાન થયું. આ ખબર મળ્યાના દિવસે સૌ કર્મચારીઓ કંપનીના સૂત્રધાર સમા શ્રી જે. ડી. રૉકફેલર પાસે જવાનું ટાળવા લાગ્યા. દરેકના મનમાં દહેશત હતી કે બીજાની ભૂલનો ગુસ્સો પોતાના પર ઠલવાય તો?
પરંતુ એડવર્ડ બેફર્ડ નામના એક પગારદાર મુલાકાત માટે ફાળવેલા સમયે કાર્યાલયમાં પ્રવેશ્યા. એ વખતે રૉકફેલર પેન્સિલ વડે પૅડ પર કંઈક લખી રહેલા. પૂછતાં ખબર પડી કે તેઓ જેના કારણે વીસ લાખ ડૉલરનું નુકસાન થયું એ અધિકારીનાં સારાં પાસાંઓની યાદી બનાવતાં હતા. એ અધિકારીને ટકોર કરતાં પૂર્વે રૉકફેલરે કરેલી આ કવાયત સૌને આશ્ચર્ય પમાડી ગઈ.
ભૂલભરેલાનું ધ્યાન દોરવું જરૂરી છે, પણ તેના ગુણોને કારણે કંપનીને થયેલા ફાયદાને યાદ રાખી જો કહેવામાં આવે તો ટકોર કરતી વખતે નીકળતા શબ્દો, તેના સ્વરભાર અને શરીરના હાવભાવમાં ઘણો ફેર પડી જાય. તેથી સામેવાળાને ચોટ પહોંચે, પણ ઈજા નહીં. એ કારણે એ કર્મચારી કામ કરવામાં સચેત અને સતર્ક થાય, પરંતુ ભાગી ન જાય કે ભાંગી ન પડે. આનું નામ emotional intelligence (ભાવનાત્મક બુદ્ધિ). એનાથી અન્ય માનવી સાથેના આપણા સંબંધો સુમેળભર્યા રહે. તેથી અંતે વ્યવહાર અને વ્યવસાયમાં ફાયદો થાય, પણ એવું થતું નથી. કોઈની ભૂલને પકડી રાખીને આગળ વધવાની જે માનસિકતા છે એ માનસિકતા ક્યાંક ને ક્યાંક માત્ર વ્યક્તિને જ અંગત રીતે નુકસાન કરે છે, પણ એવું કરવાને બદલે ભૂલ કરનારી વ્યક્તિનું જમા પાસું વધારે તગડું હોય તો તેની ભૂલને વીસરીને નવી તક આપવાનું કામ કરનારો આર્થિકથી લઈને સામાજિક અને માનસિક ક્ષેત્રે ક્યાંય નુકસાન નથી પામતો.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા