Hanuman Jayanti 2024: આજે ભગવાન હનુમાનની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ સૌથી શ્રેષ્ઠ સ્તુતિ માનવામાં આવે છે.
હનુમાન ભગવાનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- તુલસીદાસજીએ શ્રી રામચરિત્ર માનસની રચના પહેલા હનુમાન ચાલીસાની રચના કરી હતી
- પ્રભુ ચરિત સુનીબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા’ આ સૂત્ર પણ બળવાન છે
- આજે હનુમાનજીની ષોડશોપચાર વિધિ કરવી જોઈએ
આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતી (Hanuman Jayanti 2024)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સર્વત્ર હનુમાન દાદાની ભક્તિભાવે પૂજા-અર્ચના કરવામાં આવશે. આ સાથે જ આજે ભગવાન હનુમાનની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ સૌથી શ્રેષ્ઠ સ્તુતિ માનવામાં આવે છે.
કોણે કરી હતી હનુમાન ચાલીસાની રચના?
ADVERTISEMENT
તમને જાણવી દઈએ કે ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત્ર માનસની રચના પહેલા હનુમાન ચાલીસાની રચના કરી હતી. કારણ કે તેઓ શ્રી હનુમાનજીને પોતાના ગુરુ બનાવીને ભગવાન શ્રી રામને પ્રાપ્ત કરવા માંગતા હતા. માટે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવતો હોય છે.
હનુમાન જયંતી (Hanuman Jayanti 2024) નિમિત્તે ખાસ કરીને આ પાંચ સૂત્રોનો અવશ્ય પાઠ કરવો જોઈએ.
‘કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા’ જે ભગવાનનાં વસ્ત્રની શોભા વર્ણવે છે.
‘શ્રીગુરુ ચરન સરોઝ રઝ, નિઝ મનુ મુકુરુ સુધારિ’ આ સૂત્ર ભગવાન પાસે માર્ગદર્શન માંગવા માટે છે.
‘વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર’ વિદ્યા મેળવી ચતુર થવા માટે આ પ્રાર્થના છે. ભગવાન જેમ રામનાં કામ કરવા માટે આતુર હોય છે તેમ આપણે પણ રહેવું જોઈએ.
‘પ્રભુ ચરિત સુનીબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા’ આ સૂત્ર સમજાવે છે કે સૌની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
‘પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી, ઝલધિ લાંધિ ગયે અચરજ નાહી’ આ સૂત્ર એ મનમાં વિશ્વાસ અને પ્રભુ પ્રત્યેની આસ્થા દર્શાવે છે.
હનુમાન ચાલીસા ઉપરાંત આજના દિવસે કયા મંત્રોનો જપ કરવો જોઈએ?
જો તમને કોઈ ભય સતાવી રહ્યો હોય તો તે માટે તમારે આજના દિવસે (Hanuman Jayanti 2024) ‘હા હનુમન્તે નમઃ’ આ મંત્રનો જપ કરવો જોઈએ.
આ સાથે જ આરોગ્ય સુખાકારી માટે મંત્ર છે કે ‘નાસે રોગ હરે સબ પિરા, જપત નિરંતર હનુમત બિરા’
આ સાથે જ તમામ પ્રકારના સંકટમાંથી ઊગરવા માટે ‘ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય, સર્વશત્રુસંહારણાય, સર્વ રોગ હરાય, સર્વવશીકરણાય, રામદૂતાય સ્વાહા’
જે કોઈ લોકો કોઈપણ પ્રકારના દેવાંમાં અટવાયેલા હોય તેઓએ આજના દિવસે ‘ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા’નો જપ કરવો જોઈએ.
ઇચ્છા પ્રાપ્તિ માટે આજે હનુમાન દાદા સામે જે મંત્રનો જાપ કરવાનો છે તે છે ‘ઓમ મહાબલાય વીરાય ચિરંજીવીન ઉદ્દતે. હારીણે વજ્ર દેહાય, ચૌલંગ્ધીત મહાવયે, નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા’ આ મંત્રનો જપ કરવો જોઈએ.
આ રીતે આજે કરવી જોઈએ હનુમાન જયંતિ (Hanuman Jayanti 2024)ની પૂજા
સવારે વહેલા ઉઠીને રામ, સીતા અને હનુમાનજીને યાદ કરવા જોઈએ. ત્યારબાદ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી હાથમાં ગંગા જળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ કરી શકાય. ત્યારબાદ ભગવાન હનુમાનજીની મૂર્તિને પૂર્વ દિશામાં બિરાજીત કરવી જોઈએ. ત્યારબાદ બજરંગબલીને નમ્રતાથી પ્રાર્થના કરીને હનુમાનજીની ષોડશોપચાર વિધિ કરવી જોઈએ.