રૂપચૌદશ અને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખાતી કાળીચૌદશે અહીં દર્શાવેલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો નવા વર્ષે કંકાસથી માંડીને પ્રોફેશનલ ફીલ્ડના કકળાટથી છુટકારો મળે છે
શુભ લાભ
પ્રતીકાત્મક તસવીર
કાળીચૌદશના દિવસે મહાકાળીની આરાધના કરવામાં આવે છે. કાળીચૌદશને રૂપચૌદશ કે ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાકાળીની ખાસિયત છે, મહાકાળી પોતાના ભક્તો અને આરાધકોની રક્ષા કરે છે પણ સાથોસાથ તેમને હેરાન કરનારાઓને પોતાના દુશ્મન માનીને એ તેમના મનમાં રહેલી ભક્ત પ્રત્યેની નકારાત્મકતા પણ દૂર કરે છે અને તેમના મનમાં હકારાત્મકતાનું સિંચન કરે છે.