ભોજન કરાવવામાં પણ અમુક નિયમો અચૂક પાળવા જોઈએ- ભંડારો કરવો એટલે એક પ્રકારે ખાદ્ય ચીજવસ્તુઓનું દાન કરવું. અન્નદાન શ્રેષ્ઠ દાન છે
ખાસ બાત
લંગર
‘સદાવ્રત’ના પ્રેરણાસ્રોત જલારામબાપાની જન્મજયંતી તાજેતરમાં જ ઊજવાઈ ગઈ અને આજે ‘લંગરપ્રથા’ના પ્રણેતા સિખ સંપ્રદાયના ગુરુ નાનક દેવની જયંતી ઊજવાઈ રહી છે. ભૂખ્યાને ભોજન કરાવવાની સદીઓ જૂની આ પરંપરા આજના સમયમાં પણ જળવાઈ રહી છે ત્યારે જાણીએ આ બન્ને પ્રથા કેમ જરૂરી છે અને સદાવ્રત કરવાના નિયમો શું છે. નવા વર્ષે ભૂખ્યાને ભોજન કરાવવાનો યથાશક્તિ સંકલ્પ લઈને દેવદિવાળીને સાર્થક કરી લઈએ