રોમેન્ટિક વાતાવરણમાં પાર્ટનરને અહીં કરાવો ડિનર, થઈ જશે ખુશખુશાલ
ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વાતાવરણ મસ્ત રોમેન્ટિક થઈ ચૂક્યુ છે. અને હવામાં જ પ્રેમ વર્તાઈ રહ્યો છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવું લિસ્ટ, જે તમારા પાર્ટનરને ખુશ કરી દેશે. જો આ રોમેન્ટિક વાતાવરણમાં તમે તમારા પાર્ટનરને આ જગ્યાએ ડિનર માટે લઈ જશો, તો તે તમારા પર ઓવારી જશે. તો રાહ નહીં જુઓ ફટાફટ નોટ પેન લઈને આ આર્ટિકલ વાંચીને નક્કી કરી લો કે આજે રાતે ડિનર માટે ક્યાં જવું છે.
1) સ્કાય્ઝ રેસ્ટોરન્ટ
ADVERTISEMENT
એક રેસ્ટોરામાં આપણને સારું શું જોઈએ. અફકોર્સ સારુ ફૂડ તો પ્રાયોરિટી હોય જ, પણ રેસ્ટોરાંનું ઈન્ટિરિયર અને ત્યાંનો માહોલ પણ એટલો જ મહત્વનો છે. જો માહોલ મસ્ત મજાનો હોય તો આપણા પૈસા વસુલ થઈ જાય. એટલે જો તમે પણ એનિવર્સરી કે બર્થ ડે બેશ પ્લાન કરી રહ્યો છો તે અમદાવાદની સ્કાય્ઝ રેસ્ટોરન્ટ ટ્રાય કરી શકો છો. સારા માહોલ અને વાતવરણ માટે આ રેસ્ટોરન્ટ બેસ્ટ છે. અહીં કેન્ડલ લાઈટ ડિનર કરશો તો તમારા પાર્ટનર તમારા પર ખુશ ખુશાલ થઈ જશે. આ રેસ્ટોરાન્ટ તેના રૉમેન્ટિક વાતાવરણ, લાઈવ મ્યુઝિક અને ખાસ કરીને પોતાના ફૂડ માટે જાણીતી છે. આ રેસ્ટોરન્ટમાં કોન્ટીનેન્ટલ, પંજાબી, ઈટાલિયન અને મેક્સિન ફૂડ મળે છે.
2) મેંગો
આ લિસ્ટમાં બીજું નામ આવે છે મેન્ગોનું. જી હાં, જેવું નામ છે એવો જ માહોલ પણ છે. અમદાવાદ શહેરમાં જો તમને આંબાના ઝાડની વચ્ચે જમવા મળે, તો એનાથી સારું બીજું શું હોઈ શકે. એમાંય ભીની માટીની સુગંધ આવતી હોય અને સામે તમારી ગમતી વ્યક્તિ હોય તો પછી પુછવું જ શું. જો તમારા પાર્ટનરને પણ કુદરતી વાતાવરણ ગમતું હોય, તો આ જગ્યાએ લઈ જાવ. તમારી બધી ભૂલો માફ થઈ જશે !! અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં પણ કોન્ટીનેન્ટલ, પંજાબી, ઈટાલિયન અને મેક્સિકન ફૂડ અવેલેબલ છે.
3) મોકા
અમદાવાદના કપલ્સ માટે મોકાએ સૌથી સ્પેશિયલ પ્લેસ સાબિત થઈ રહી છે. એક તો અહીંનું ટેસ્ટી ફૂડ અને તેનું ઈન્ટિરિયર લોકોને આકર્ષે છે. કલરફૂલ વોલ, રગબેરંગી લાઈટ્સનો ઝગમગાટ વાતાવરણ ખુબ રૉમેન્ટિક બનાવે છે. ફર્સ્ટ ડેટ અને એ પણ યાદગાર બને તે માટે તમે અહીં જઈ શકો છો. અમદાવાદની ફેવરીટ Mochaમાં લીધેલું રોમેન્ટિક ડીનર તમને સો ટકા યાદગાર બની રહેશે. અમદાવાદના બોડક દેવમાં આવેલી આ રેસ્ટોરન્ટમાં કોન્ટીનેન્ટલ ફૂડ તેની ખાસિયત છે.
4) ધ જંગલ ભૂખ
નામ જેટલું ક્રિએટિવ છે, એટલું ક્રિએટિવ અહીંનું ઈન્ટિરિયર છે. આ રેસ્ટોરાં કપલની સાથે સાથે ફેમિલી માટે પણ પરફેક્ટ પ્લેસ છે. ખાસ કરીને બાળકોને આ રેસ્ટોરન્ટ ખૂબ જ ગમી શકે છે. રેસ્ટોરન્ટની અંદર જંગલ જેવું વાતાવરણ ઉભુ કરાયું છે. જંગલ થીમ કારણે યુવાનો, કપલ અને બાળકો માટે બેસ્ટ પ્લેસ તો છે જ, પરંતુ સાથે સાથે અહીં બાળકો માટે એક ખાસ પ્લે એરિયા પણ છે. અહીં સૌથી વધુ મજા ડિનરની છે. ગુજરાત કોલેજ પાસે આવેલી આ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, થાઈ અને મેક્સિકન ફૂડ મળે છે.
5) પેપેરાઝી - ધ ડિનર
ના ના, અહીં કોઈ પેપેરાઝીઓ તમારા ફોટા નહીં પાડે, બિંદાસ જઈ આવજો. આ રેસ્ટોરન્ટ પ્યોર વેજ છે. અમેરિકન ડીનર જેવું ઍમ્બિયન્સ ધરાવતી આ રેસ્ટોરાંમાં તમને ઇટાલિયન ફૂડ સારું મળે છે. એટલે જો તમે અને તમારા પાર્ટનર ને ઇટાલીયન ફૂડ ખાવાની ઇચ્છા હોય તો જરા પણ રાહ જોયા વિના અહીં પહોંચો. અહીંનો ઍક્સ્પિરિયન્સ તમારા અને તમારા એ સ્પેશિયલ માટે ચોક્કસપણે યાદગાર રહેશે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરન્ટમાં થાઈ, ઈટાલીયન, ચાઈનીઝ પંજાબી, એશિયન, મેક્સિકન ફૂડ મળે છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલ સ્ટેશન સાપુતારા, જુઓ તસવીરો
6) નાઈન
મ્યુઝિક હોય, ટેસ્ટી ડિશિઝ હોય અને જો બેસવાનું ટેરેસ પર હોય તો !!! છે ને ડ્રીમ કમ ટ્રુ. તો તમારા સ્પેશિયલ વનને ડિનર પર લઈ જાવ અને ટેરેસ પરથી જમતા જમતા અમદાવાદના રૂફ ટોપ લૂકની મજા મામો. અહીં રુફ ટૉપ એટલું ઉપર છે કે તમને જાણે આકાશમાં બેઠાં હોવ તેવો અનુભવ થશે. ઉપરથી બેસીને ડિનર કરતી વખતે એસ.જી હાઈવેને ઉપરથી જોવાની મજા કંઈક અલગ છે. એસ જી હાઈવેની ધ ફર્નના ટેરેસ પર આવેલી આ રેસ્ટોરાંમાં ઈટાલિનય, મેડિટેર્રનીન અને મેક્સિકન ફૂડ અવેલબલ હોય છે.
7) અગાશિયે
આમ તો આ રેસ્ટોરન્ટ પૂર્વ અમદાવાદમાં આવેલી છે. પણ પૂર્વ અમદાવાદ એટલે સાવ સિટીમાં નથી. પુલ ક્રોસ કરો અને સામે જ દેખાશે. એક સમયે હવેલી તરીકે વપરાતી ઈમારતને હવે હોટેલ એન્ડ રેસ્ટોરાંમાં કન્વર્ટ કરી દેવાઈ છે. તેનો હેરિટેજ લૂક જ તેનું ખાસ આકર્ષણ છે. અહીં તમને ગુજરાતી અને રાજસ્થાની ઑથેન્ટિક ફૂડ મળે છે જે એટલું સ્વાદિષ્ટ હોય છે. લોકો ખાસ કરીને આ હોટલમાં એક ઐતિહાસિક વારસો અહીં જોવા મળે છે તેના કારણે વધુ આકર્ષાય છે. પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્જો આબેને પણ અહીં જ જમાડ્યા હતા. સિદી સૈયદની જાળીની સામે આવેલી આ રેસ્ટોરન્ટ ગુજરાતી ફૂડ માટે ફેમસ છે.
8) 650 ધ ગ્લૉબલ કિચન
કેન્ડલ લાઈટ ડિનર માટે આ રેસ્ટોરન્ટ પણ એક ખાસ ઓપ્શન છે. આ રેસ્ટારન્ટનો સિમ્પલ અને સોબર લૂક ખાસ કરીને વુડન ફર્નિચર જ લોકોને આકર્ષે છે. અહીંની ખાસિયત તેનું શાંત વાતાવરણ છે. આંબા વાડી વિસ્તારમાં આવેલી આ વેજ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, થાઈ, મેક્સિકન, ઈટાલીય ફૂડ મળે છે.
આ પણ વાંચોઃ ગીરા ધોધઃ પહાડોની વચ્ચે છુપાયેલો કુદરતી સોંદર્યનો ખજાનો, વરસાદ પછી લો મુલાકાત
9) મેડ બાય ટોમેટોઝ
અમદાવાદની મોસ્ટ રૉમેન્ટિક રેસ્ટોરાં તરીકે m.a.d by Toamato’s લોકોમાં ફેમસ છે. આ રેસ્ટોરાંનો રેટ્રો લૂક તેની ખાસિયત છે. 70ઝ અને 80ઝનો માહોલ માણવા ઈચ્છતા યંગસ્ટર્સ અહીં ખાસ ટાઈમ સ્પેન્ડ કરવા આવે છે. અહીંનું ઍમ્બિયન્સ પોતાના નામની જેમ જ એકદમ રેડ એટલે કે લાલ ચટાક છે, અને લાલ રંગ પ્રેમનો રંગ છે. એસ. જી હાઈવે પર આવેલી આ રેસ્ટોરન્ટમાં એશિયન, કોન્ટીનેન્ટલ, પંજાબી, મેક્સિકન ફૂડ અવેલેબલ હોય છે.