આદ્યમ થિએટર ફેસ્ટિવલની સાતમી સિઝનનો સમય આવી ગયો છે. ભારતમાં નવા પ્રકારના નાટકોના યુગને મંચ આપતા ફેસ્ટવલની શરૂઆત નવેમ્બરમાં થઇ રહી છે.
નાટકનાં અભિનેતાઓ અને ડાયરેક્ટર - તસવીર સૌજન્ય પીઆર
આદિત્ય બિરલા ગ્રૂપના ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનિશ્યેટિવ આદ્યમ થિએટર ફેસ્ટિવલની સાતમી સિઝનનો સમય આવી ગયો છે. ભારતમાં નવા પ્રકારના નાટકોના યુગને મંચ આપતા ફેસ્ટવલની શરૂઆત નવેમ્બરમાં થઇ રહી છે. પાંચ પ્રોસેનિયમ નાટકો મુંબઇ અને દિલ્હીમાં રજુ કરાશે. સાતમી સિઝનના પ્રોગ્રામિંગ કન્સલ્ટન્ટ નાદિર ખાન અને શેરનાઝ પટેલ છે અને તેમણે આદ્યમ થિએટરનું બોલ્ડ વિઝન ઘડ્યું છે.
આદ્યમ થિએટરના બધાં જ નાટકો નાટ્ય જગતનાં શ્રેષ્ઠીઓ રજુ કરશે. ધી ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધી ડૉગ ઇન ધી નાઇટ ટાઇમ જે જાણીતું નાટક છે તે અતુલ કુમાર ડાયરેક્ટ કરશે. તેનાથી આદ્યમ થિએટર ફેસ્ટિવલ ઑપન થશે. પંદર વર્ષના ક્રિસ્ટોફર બૂનની વાર્તા છે જે મિસિઝ પિન્ટોના પાલતુ શ્વાનના મોતની તપાસ કરવા છુપા વેશે જાય છે. એ દરમિયાન તે જે સંજોગોનો સામનો કરે છે, જે પ્રકારના લોકો સાથે તેના સંવાદ થાય છે તે સમાજ પર એક બહુ રસપ્રદ ટકોર સમાન છે. આ એક ક્લાસિક નાટક છે જે પુસ્તક પર આધારિત છે અને તેના વિદેશમાં અનેક જાણીતા કલાકારોએ પ્રયોગો કર્યા છે.
ADVERTISEMENT
આ ઉપરાંત સુનિલ શાનબાગ, ધી હોર્સ નાટક રજુ કરશે જેમાં પૌરાણિક રોમની વાત છે. શુબ્રતો જ્યોત બારત સ્લ્યૂથ રજુ કરશે જેમાં સસ્પેન્સ છે. પુર્વા નરેશ દો દિવાને રજુ કરશે જે દોસ્તવસ્કીના વ્હાઇટ નાઇટ્સનું અડાપ્ટેશન છે, તેમાં પ્રેમ અને આશાની વાત છે. નાદિર ખાન જેમણે ટ્વેલ્વ એંગરી જ્યુરર્સ જેવા નાટકો પહેલાં ડાયરેક્ટ કર્યા છે તે મુંબઈ સ્ટાર નામનું મ્યુઝિકલ રજુ કરશે.
ઓપનિંગ પ્લે ધી ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધી ડૉગ ઇન ધી નાઇટ ટાઇમમાં જૈમિની પાઠક, ધીર હીરા, દિલનાઝ ઇરાની, શિવાની ટંકસાળે, સોલની મહેતા, હર્ષ સિંઘ, વિદુષી ચઢ્ઢા અને અભય કૌલ અભિનય કરશે. અતુલ કુમારે આ પહેલાં પણ બહેતરીન નાટકો પ્રસ્તુત કર્યા છે. આદ્યમ થિએટર ફેસ્ટિવલની સાતમી સિઝનના તમામ નાટકો અલગ અલગ લાગણીઓ, માનવ સ્વભાવની વિશેષતાઓ અને નબળાઇઓથી માંડીને સંગીત, રાજકારણ જેવા વિષયોને સંબોધશે.