Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Tulsi Vivahના દિવસે પૂજામાં સામેલ કરો આ વસ્તુઓ, અહીં જુઓ સામગ્રીનું આખું લિસ્ટ

Tulsi Vivahના દિવસે પૂજામાં સામેલ કરો આ વસ્તુઓ, અહીં જુઓ સામગ્રીનું આખું લિસ્ટ

Published : 04 November, 2022 08:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માન્યતા છે કે જે પણ વ્યક્તિ તુલસી વિવાહ કરાવે છે તેમના ઘરે ટૂંક સમયમાં જ લગ્નની શરણાઈ વાગે છે અને પારિવારિક જીવન સુખેથી પસાર થાય છે. પણ આથી તમને તુલસી વિવાહના દિવસે પૂજન કરવા માટે પૂજા સામગ્રીમાં કેટલીક વસ્તુઓ ચોક્કસ સામેલ કરવી જોઈએ.

તસવીર સૌજન્ય મિડ-ડે

Tulsi Vivah 2022

તસવીર સૌજન્ય મિડ-ડે


કારતક માસના શુક્લ પક્ષની એકાદશી (Ekadashi) તિથિનું મહત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે. આ દિવસે તુલસી માતા (Tulsi Mata) અને શાલીગ્રામનાં (Shaligram) વિવાહ (Vivah) કરવામાં આવે છે. શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ એકાદશીને દેવઉઠી એકાદશી અથવા પ્રબોધની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વખતે તુલસી વિવાહ (Tulsi Vivah) 5 નવેમ્બરના ઉજવવામાં આવશે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ તુલસી વિવાહ કરાવે છે તેમના ઘરે ટૂંક સમયમાં જ લગ્નની શરણાઈ વાગે છે અને પારિવારિક જીવન સુખેથી પસાર થાય છે. પણ આથી તમને તુલસી વિવાહના દિવસે પૂજન કરવા માટે પૂજા સામગ્રીમાં કેટલીક વસ્તુઓ ચોક્કસ સામેલ કરવી જોઈએ. તો જાણો તે પૂજન સામગ્રી વિશે...


તુલસી વિવાહનાં સામગ્રી લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો આ વસ્તુઓ



ફળ, ફૂલ, ધૂપ, દીપ, ભોગ, હળદર, કંકુ, તલ, હળદરની ગાંઠ, પતાશા
તુલસીજી, વિષ્ણુજીની તસવીર, શાલિગ્રામ, ગણેશજીની પ્રતિમા
કોઈક સુંદર રૂમાલ, શણગારનો સામાન, લાલ ચૂંદડી, વર-વધુ માટે આપવામાં આવતી જરૂરી વસ્તુઓ
દીવા, કપૂર, ઘીનો દીવો, હવન સામગ્રી, મંડપ બનવવા માટે શેરડી
આમળા, ચણાનું શાક, શિંગોડા


કેવી રીતે કરવાવા તુલસી વિવાહ?
તુલસી વિવાહના દિવસે પરિવારના બધા સભ્યો સ્નાનાદિ કરીને વિવાહસ્થળ એટલે તુલસીના છોડ પાસે એક ચોકી પર શાલીગ્રામ રાખવું.
આની સાથે જ ચોકી પર અષ્ટદળ કમળ બનાવવું અને કળશ સ્થાપિત કરવું.
ત્યાર બાદ ગંગાજળ અથવા શુદ્ધ જળ ભરીને કળશ પર સ્વાસ્તિક બનાવવું.
ત્યાર બાદ ઘેરૂ લગાડેલા તુલસીના છોડને શાલિગ્રામની ચોકીની જમણી તરફ સ્થાપિત કરવો.

આ પણ વાંચો : દેવ ઊઠી એકાદશીના દિવસે શું કરવું અને શું નહીં? જાણો અહીં


તુલસીને સોળ શણગાર કરવા અને સાથે-સાથે `ઓમ તુલસાય નમઃ` મંત્રનો જાપ કરવો.
તુલસી માતાના શણગાર બાદ શેરડીથી વિવાહ મંડપ બનાવવો અને તેને ચૂંદડી ઓઢાડવી.
હવે શાલિગ્રામને ચોકી સહિત હાથમાં લઈને તુલસીની સાત પરિક્રમા કરાવવી.
તુલસીને શાલિગ્રામની જમણી તરફ સ્થાપિત કરવા આરતી ઉતારવી અને ત્યાર બાદ વિવાહ સંપન્ન થવાની જાહેરાત કરી પ્રસાદ વહેંચવો.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 08:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK