ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકો હોળીની તિથિને લઈને મૂંઝવણમાં છે. આ વર્ષે પણ હોળી બે દિવસ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળી 7 માર્ચથી શરૂ થઈ રહી છે અને 8 માર્ચ, બુધવારે ધૂળેટી ઊજવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
દરેક લોકો હોળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોળી (Holi 2023)ના તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. ફાગણ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ હોળી ઊજવવામાં આવે છે. આ વર્ષે હોળી ક્યારે છે તે અંગે લોકો મૂંઝવણમાં છે. પૂર્ણિમાના દિવસે હોળીનું દહન કરવામાં આવશે અને બીજા દિવસે ચૈત્ર મહિનાની કૃષ્ણ પ્રતિપદાના રોજ ગુલાલ અને રંગો સાથે હોળી ઊજવવામાં આવે છે. આવો જાણીએ ધૂળેટી અને હોલિકા દહન (Holika Dahan) ક્યારે છે. તેનો શુભ સમય અને મહત્ત્વ.
આ તારીખે છે હોળી
ADVERTISEMENT
ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકો હોળીની તિથિને લઈને મૂંઝવણમાં છે. આ વર્ષે પણ હોળી બે દિવસ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળી 7 માર્ચથી શરૂ થઈ રહી છે અને 8 માર્ચ, બુધવારે ધૂળેટી ઊજવવામાં આવશે.
આ છે હોલિકા દહનનું શુભ મુહૂર્ત
આ વર્ષે હોલિકા દહન 7 માર્ચના રોજ છે. હોલિકા દહનનો શુભ સમય સાંજે 5.48થી 7.24 સુધીનો છે. આ સાથે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવશે.
હોલિકા દહનનું મહત્ત્વ
સનાતન ધર્મમાં હોલિકા દહનનું વિશેષ મહત્ત્વ છે. હોલિકા દહનના થોડા દિવસો પહેલા જ લોકો ખાડો કરી પવિત્ર અગ્નિ પ્રગટાવવા માટે લાકડા નાખે છે. આ પછી લોકો અગ્નિ પ્રગટાવી અગ્નિની પરિક્રમા કરે છે. હોલિકા દહનનો તહેવાર ખરાબ પર સારાની જીતનું પ્રતિક છે.
આ વાર્તા પણ છે પ્રચલિત
ભક્ત પ્રહલાદ અને હોલીકા સાથે જોડાયેલી વાર્તા તો દરેકને ખબર હશે, પરંતુ હોલિકા દહન ઉપરાંત પણ હોળીને લઈને અનેક વાર્તાઓ પ્રચલિત છે. આમાંથી એક કથા ભગવાન શિવ અને કામદેવ સાથે જોડાયેલી છે.
દંતકથા અનુસાર, દેવી પાર્વતી શંકર ભગવાન સાથે લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ તપસ્યામાં મગ્ન શિવજીએ તેમની તરફ ધ્યાન આપ્યું નહીં. પાર્વતીના પ્રયાસો જોઈને પ્રેમના દેવતા કામદેવ પ્રસન્ન થયા અને શિવજીની તપસ્યાને તોડવા માટે તેમણે શિવ પર ફૂલનું બાણ ચલાવ્યું, જેના કારણે શિવજીની તપસ્યા તૂટી ગઈ. તપશ્ચર્યાના ભંગથી શિવજીને ક્રોધ આવ્યો અને તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.
આ પણ વાંચો: પંચ મહાયોગ:700 વર્ષ બાદ બનેલો સંયોગ આ રાશિના લોકોની ચમકાવશે કિસ્મત, કરશે માલામાલ
બાદમાં મા પાર્વતીની વાત સાંભળી શિવજીએ કામદેવને જીવંત કર્યા. તેમને નવું નામ માનસીજ આપ્યું. એ દિવસે ફાગણની પૂર્ણિમા હતી, જે બાદ લોકોએ અડધી રાત્રે હોલિકાનું દહન કર્યું હતું. સવાર સુધીમાં, વાસનાની અશુદ્ધતા તેની અગ્નિમાં બળી ગઈ અને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ.