Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 06 October, 2024 09:24 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમને આવેલો વિચાર અમલમાં મૂકતાં પહેલાં એના પર થોડું કામ કરવું પડશે. ઉતાવળે નિર્ણય લેવાનું ટાળજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ નવા પ્રોજેક્ટ વિશે પહેલેથી બધું જાહેર કરી દેતા નહીં. મોટી કંપનીમાં કામ કરનારાં જાતકોએ વધારાની જવાબદારીઓ ઉઠાવાની તૈયારી રાખવી.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમારી માનસિક તાણ બિનજરૂરી રીતે વધી જતી હોય તો બે ડગલાં પાછળ આવી જજો. બદલવા જેવી આદતોને બદલી નાખવા માટે ઉત્તમ સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : નવા ક્લાયન્ટ કે કૉન્ટ્રૅક્ટ પ્રાપ્ત કરવા પોતાનાથી થાય એટલા સારામાં સારા પ્રયાસ કરવા. જોકે, સહકર્મીઓ શું કહે છે એના પર ધ્યાન આપવું. બાહ્ય દેખાવથી પ્રભાવિત થઈ જવું નહીં.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


રોકાણો સહિતની પારિવારિક નાણાકીય બાબતોને સાવચેતીપૂર્વક સંભાળજો. તબિયતનું થોડું વધુ ધ્યાન રાખજો અને પૂરતી ઊંઘ લેવાનું રાખજો.
કારકિર્દી વિશે સલાહ : નવા પ્રોજેક્ટ કે ક્લાયન્ટ મેળવવા માટે પૂરેપૂરી સજ્જતા કેળવજો. પોતાના કામ પર જ લક્ષ આપજો, ઑફિસના પૉલિટિક્સમાં વિનાકારણ ગૂંચવાતા નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારા નિયંત્રણમાં ન હોય એવા ફેરફારોને કુશળતાપૂર્વક સાચવી લેજો. રોકાણો કરતાં પહેલાં પૂરતી ચકાસણી કરી લેજો અને લાંબા ગાળાનાં લક્ષ્યોને ધ્યાનમાં લેજો.
કારકિર્દી વિશે સલાહ : એકાગ્રતા રાખજો અને તમારો પ્લાન પહેલેથી તૈયાર રાખજો. પડકારભર્યા કોઈ પણ પ્રોજેક્ટ માટે તમારે દૃષ્ટિકોણમાં ફેરફાર કરવો પડશે અને એમાં નવી રીતે કામ કરવું પડશે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

બજેટ મર્યાદિત હોય તો હાથ બંધાયેલો રાખજો. સંવાદમાં સ્પષ્ટતા રાખજો અને પરિસ્થિતિ અનુસાર બોલજો. તમને માફક આવતો ન હોય એવો ખોરાક લેતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : ક્લાયન્ટ્સ સાથેના વ્યવહારોમાં સ્પષ્ટતા રાખવી આવશ્યક છે. શક્ય હોય ત્યાં સુધી દરેક બાબત લેખિતમાં રાખવી. નવા પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર થઈ જાય નહીં ત્યાં સુધી એના પર મદાર રાખતા નહીં.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પરિસ્થિતિને બદલવાની ઇચ્છા હોય તો એની પાછળ મહેનત લેવાની તૈયારી રાખજો. તબિયતનું થોડું વધારે ધ્યાન રાખજો. ખાણીપીણીની બાબતે સાવધાન રહેજો.
કારકિર્દી વિશે સલાહ : કોની સલાહ ધ્યાનમાં લેવા જેવી છે એ નક્કી કરી લેજો, પછી એ વ્યક્તિ ભલેને તમારા ઉપરી હોય કે બૉસ હોય. પડકારભર્યા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હો ત્યારે કલ્પનાશક્તિની સાથે-સાથે વ્યવહારુ અભિગમ પણ આવશ્યક છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

અટકી ગયેલાં અથવા ધીમાં પડી ગયેલાં કાર્યોમાં શક્ય હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ કામગીરી બજાવજો. જો તમે કોઈ વિટામિન કે સપ્લીમેન્ટ લેવા ઇચ્છતા હો તો ડૉક્ટરની સલાહને અનુસરજો.
કારકિર્દી વિશે સલાહ : તમારા કોઈ ઉપરી કે માર્ગદર્શક પાસેથી મળનારી સલાહ મૂલ્યવાન હશે. કોઈક પરિસ્થિતિમાં તમારે તત્કાળ કામ કરવું જરૂરી બની રહેશે. જોકે તમારે એમાં કેવી રીતે કામ લેવું એ પહેલેથી સમજી લેવાની જરૂર રહેશે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

સામાન્ય કાર્યો હોય કે બીજું કંઈ પણ હોય, તમારે સંવાદમાં સ્પષ્ટતા રાખવી. જટિલ રોકાણો કરવાં નહીં. નાણાં રોકતાં પહેલાં પૂરતી ચકાસણી કરી લેવી.
કારકિર્દી વિશે સલાહ : કોઈ તમારી પ્રશંસા કરે તો એને પૂર્ણપણે સાચી માની લેતા નહીં. લોકોના છૂપા ઇરાદા જાણી લેજો. પડકારોનો તત્કાળ અને શક્ય એટલી વધુ અસરકારક રીતે સામનો કરજો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈક આદત ભલે નાની જણાતી હોય, પરંતુ એને કારણે તમે પોતાનાં લક્ષ્યોના માર્ગથી આડા ફંટાઈ જાઓ એવી શક્યતા છે. ક્યાંય પણ વિલંબ થયો હોય તો એને દૂર કરવા સત્વરે પ્રયાસ કરજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ વાટાઘાટ કરવાની જવાબદારી તમારા શિરે આવે તો એના માટે સજ્જતા કેળવી લેજો. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરનારા લોકો માટે સાનુકૂળ સમય છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પરિવાર કે નિકટના મિત્રોને લગતી પરિસ્થિતિમાં વ્યવહારુ અભિગમ અપનાવજો. મર્યાદિત બજેટ ધરાવતાં જાતકોએ સંભાળીને ખર્ચ કરવો.
કારકિર્દી વિશે સલાહ : ઊંચા હોદ્દા પર કામ કરનારાં જાતકોએ કાર્યશૈલીમાં થોડું પરિવર્તન લાવવાની અથવા પરિસ્થિતિને અનુરૂપ વર્તવાની જરૂર પડશે. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં એને બે વાર વાંચી લેજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

આપ્તજનો પ્રત્યે પૂરતું લક્ષ આપજો અને પોતાનો સ્નેહ પ્રગટ કરવાની તકેદારી લેજો. દરેક પડકારભરી પરિસ્થિતિ આવે ત્યારે એનો હલ સાથે લઈને આવતી હોય છે એટલું ધ્યાનમાં રાખજો.
કારકિર્દી વિશે સલાહ : તમને કોઈ સહકર્મી ગમતા ન હોય તોપણ દરેક સાથે સારા સંબંધો રાખજો. તમારા બૉસ તમારા માટે કોઈ સારી છાપ ધરાવતા હોય તો એનો દુરુપયોગ કરતા નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું થાય ત્યારે વિશાળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખજો. નાણાકીય બાબતોમાં કાળજીપૂર્વક વર્તવું, પરંતુ રોકાણના પોર્ટફોલિયોનું સંચાલન સક્રિયપણે કરવું.
કારકિર્દી વિશે સલાહ : તમારે ઘણાં બધાં પડકારભર્યાં કાર્યો કરવાનાં થાય તો શિસ્તબદ્ધ અભિગમ અપનાવજો. જરૂર પડ્યે તમે કદાચ તમારા સહકર્મીઓ પર મદાર રાખી નહીં શકો.

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

 જરૂર પડ્યે બોલવાનું બોલી નાખતાં અચકાતા નહીં. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રયાસનું મૂલ્ય ઓછું આંકવા માગતી હોય ત્યારે તો જરાય સંકોચ કરતા નહીં. કામના સ્થળે દરેક ઝીણી બાબતનું ધ્યાન રાખજો અને કોઈ પણ દસ્તાવેજ કે સંદેશો મોકલતાં પહેલાં બે વાર ચકાસી લેજો. આરોગ્ય બગડ્યું હોય તો જીવનશૈલીને શિસ્તબદ્ધ બનાવજો અને રોજિંદી આદતોને સુધારી લેજો. ઊંચું વળતર મળવાની લાલચને રોકીને જોખમી રોકાણો કરવાથી બચી જવાશે.

લિબ્રા જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?

લિબ્રા જાતકો રોમૅન્સમાં કાચા પડે છે, કારણ કે તેઓ રોમૅન્ટિક થવાને બદલે સાચા પ્રેમી થવામાં માનતાં હોય છે. તેઓ સંબંધોમાં સુમેળ લાવવા માટે ખાસ જહેમત ઉઠાવતાં હોય છે. એને લીધે તેઓ વાદમાં ઊતરતાં નથી. આવા વલણને કારણે ક્યારેક લગ્નજીવનની સમસ્યાઓ હોય એના કરતાં વધુ ગંભીર બની જાય છે. લિબ્રા જાતકો જીવનસાથી તરીકે સમજુ હોય છે. તેઓ જીવનસાથીની જરૂરિયાતોને સમજી લેવા પ્રયત્નશીલ રહે છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 09:24 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK