Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 05 January, 2025 08:09 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


નાછૂટકે લેવી પડતી હોય તો જ કોઈ લોન લેજો. ભૂતકાળના કોઈ ડરને લીધે વર્તમાનના યોગ્ય નિર્ણયો લેવાનું ટાળતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : તમને ખબર છે એવી કોઈ ખરાબ આદત છોડવા માટે પ્રતિબદ્ધ થઈ જવું. લાંબા ગાળે તમારા આરોગ્યને અસર કરી શકે એવા વિકલ્પોની પસંદગી કરવાની હોય ત્યારે સાવધાની રાખજો.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


સહજ રીતે રહેનારા લોકો સાથે સમય ગાળજો. સ્વયં રોજગાર કરનારા જે લોકોએ કાનૂની પ્રશ્ન હલ કરવાનો હોય તેમણે પોતાના માર્ગ વિશે સ્પષ્ટતા કરી લેવી.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્ય સાચવવા માટેનો નવો માર્ગ પસંદ કરતાં પહેલાં તમામ માહિતી ભેગી કરી લેજો. સ્વસ્થ રહેવા માટે આવશ્યક સારાં ખોરાક-પાણી, શારીરિક સુસજ્જતા અને પૂરતી ઊંઘ એ પાયાની જરૂરિયાતો પર લક્ષ આપજો.  

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


પારિવારિક સમીકરણો સાચવજો અને તમે ગમે એટલા વ્યસ્ત હો, પોતાની જવાબદારીઓ પૂરી કરવાની તકેદારી લેજો. સહકર્મીઓ જોડે વાદમાં પડતા નહીં. 
આરોગ્યવિષયક સલાહ: જે જાતકોને કોઈ સર્જરી કરાવવાની જરૂર પડી હોય તેમણે પોતાની સામેના તમામ વિકલ્પોનો વિચાર કરી લીધા બાદ જ નિર્ણય લેવો. આરોગ્યને લગતી નાની બાબતોને પણ અવગણશો નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પ્રૉપર્ટીને લગતા કામકાજમાં દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસી લેજો. પરિવારની નાની ઉંમરની કોઈ વ્યક્તિ પર તમારે વધુ ધ્યાન આપીને તેને માર્ગદર્શન આપવાની જરૂર પડી શકે છે. 
આરોગ્યવિષયક સલાહ : ઍલર્જી કરાવનારા ખાદ્યપદાર્થો અને પરિસ્થિતિથી દૂર રહેજો. જો તમને હાડકાંને લગતી કોઈ સમસ્યા હોય તો દુખાવા ન થાય એની વધુ કાળજી લેજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જે પરિસ્થિતિમાં હવે તમારે કંઈ કરવા જેવું નથી એને ભૂલી જવી અને એમાંથી કોઈ અપેક્ષા રાખવી નહીં. જો તમને ઊંચા વળતરનું વચન આપવામાં આવ્યું હોય તો પણ એ રોકાણથી દૂર રહેવામાં જ સાર છે. 
આરોગ્યવિષયક સલાહ : દવા સમયસર અને જે રીતે લેવાની હોય એ જ રીતે લેવાનું રાખજો. મોટી ઉંમરના જાતકોએ પોતાની વયને માફક આવે એવો જ વ્યાયામ કરવો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જેમનું સામાજિક જીવન વ્યસ્ત રહેતું હોય તેમણે પાર્ટીઓમાં જવામાં વિવેક રાખવો. ઇન્ટરવ્યુ, વાટાઘાટ કે નવા દસ્તાવેજો પર સહી કરવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણીની બાબતે સાચવવું. મોટી ઉંમરના જાતકોનો મિજાજ કોઈ પણ કારણ વગર વારેઘડીએ બદલાતો રહેવાની શક્યતા છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પરિવારના વરિષ્ઠો સાથેની વાતચીતમાં સાચવજો. લોકોની વાત સાંભળીને સન્માન આપો. પહેલી નજરે સારો લાગતો આર્થિક નિર્ણય લેવામાં ઉતાવળ કરતા નહીં.
આરોગ્યવિષયક સલાહ: જેમના કામકાજનો સમય નિશ્ચિત ન હોય તેમણે વધુ નહીં તો પોતાના ભોજનનો સમય બને ત્યાં સુધી નિશ્ચિત રાખવો. શાકાહારી જાતકોએ ભારે અનાજ લેવું નહીં. શાકભાજી પર મારો રાખવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

મિત્રો જોડે બિનજરૂરી દલીલોમાં ઊતરતા નહીં અને જે મહત્ત્વની ન હોય એવી બાબતોમાં તેમની હામાં હા પુરાવવાની તૈયારી રાખજો. બિનજરૂરી શૉપિંગ કરતા નહીં
આરોગ્યવિષયક સલાહ : શ્વસનને લગતી ગંભીર તકલીફ હોય તો સ્પેશ્યલિસ્ટ પાસે જવું જરૂરી છે. વ્યાયામ કરતી વખતે અતિરેક કરતા નહીં. વચ્ચે-વચ્ચે આરામ લેવો પણ જરૂરી છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

હાલના ભૂતકાળમાં જેમણે ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેમને રાહત થશે. તેમનો ખરાબ સમય પૂરો થયો છે. પ્રૉપર્ટીને લગતા કામકાજ માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : રક્તભ્રમણને લગતી તકલીફો હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પગલું ભરતા નહીં. ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળીને તબિયત સાચવવા માટે જરૂરી પગલાં લેજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે કે બીજું કોઈ પણ વ્યક્તિ ભૂતકાળ બદલી શકવાની નથી એટલે વર્તમાન પર લક્ષ કેન્દ્રિત કરો અને જે કરવાની જરૂર હોય એ જ કરો. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ બિનજરૂરી ખર્ચ થઈ જાય નહીં એની તકેદારી લેવી.
આરોગ્યવિષયક સલાહ: ખાવા-પીવામાં ખૂબ જ સાચવશો અને પોતાને માફક આવે એવી દરેક વસ્તુથી દૂર રહેશો તો તમારા શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ વર્તાશે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ખાસ કરીને તમે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિથી વિચલિત થઈ રહ્યા હો એવા સમયે અંતરાત્માનો અવાજ સાંભળજો. તમે કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરવાના હો તો સારામાં સારી ડીલ મળે એની તકેદારી લેજો.
આરોગ્યવિષયક સલાહ : જેમને વારેઘડીએ શરદી થઈ જતી હોય તેમણે પોતાનું થોડું વધુ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી ઘરનું ખાવાનું રાખજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

મિત્રોની પસંદગી સમજદારીપૂર્વક કરજો અને વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે ઊઠવા-બેસવાનું ટાળજો. સહકર્મીઓ સાથેના વ્યવહારમાં નમ્રતા રાખજો અને પ્રોફેશનલ અભિગમ અપનાવજો.
આરોગ્યવિષયક સલાહ : પોતાના માટે આવશ્યક લાગતા જીવનશૈલીના ફેરફારો કરજો. આરોગ્યના કારણસર કોઈ ચોક્કસ ખોરાક લઈ રહ્યા હો તો એને વળગી રહેજો, પછી ભલે એમાં મુશ્કેલી આવતી હોય.

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....

ધીમે-ધીમે આગળ વધી રહેલાં કાર્યોમાં ધીરજ રાખજો અને યોગ્ય સમયની રાહ જોજો. કારકિર્દીમાં સ્થિરતા લાવવા પર અને લાંબા ગાળે પ્રગતિકારક ઠરે એવો માર્ગ પસંદ કરવા પર લક્ષ આપજો. દરેક તકનો લાભ લેવો, પછી ભલે એ નાની લાગતી હોય. નવું કૌશલ્ય શીખવા માગતા જાતકોએ એના માટે પૂરતો સમય ફાળવવો. અંગત જીવન પર પૂરતું ધ્યાન આપજો. પ્રિયજનો-સ્વજનોને સાચવજો.

કૅપ્રિકોર્ન જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?

આ જાતકો રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા હોય છે. તેઓ લગ્નને જીવનભરનો સંગાથ માને છે અને તેથી એમાં ઉતાવળે કોઈ નિર્ણય લેતા નથી. તેઓ પરિસ્થિતિને પોતાના કાબૂમાં રાખનારા હોય છે. તેઓ સંઘર્ષની પરિસ્થિતિને પહોંચી વળવામાં થોડા નબળા પડે છે. આખરી મંતવ્યને તેઓ ખૂબ જ મહત્ત્વ આપે છે અને તેથી જ તેઓ જે કહેવાનું હોય એ કહીને પોતાની જાતને અળગી કરી દેતા હોય છે. જોકે તેઓ વિશ્વસનીય હોય છે અને આપેલાં વચનો પાળે છે.  

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2025 08:09 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK