Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 29 December, 2024 08:09 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ કામ અટકી પડ્યું હોય અથવા તો ધીમું પડી ગયું હોય તો પણ એને એની ગતિએ જ ચાલવા દેજો. તમે સમયસર ચુકવણી કરી શકવાના હો તો જ કરજ લેજો. 
કારકિર્દી વિશે સલાહ : કામકાજમાં કંટાળો આવવા લાગ્યો હોય અથવા તો નીરસતા આવી ગઈ હોય તો પણ રોજિંદા કાર્યમાંથી મહત્તમ પરિણામ પ્રાપ્ત કરી લેવાની દૃષ્ટિ રાખજો. કામધંધામાં પારસ્પરિક સંબંધ સુધારવાના પ્રયાસ કરજો.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમે કોઈ કાનૂની મામલામાં અટવાયા હો તો યોગ્ય નિષ્ણાત પાસેથી માર્ગદર્શન લેજો. લાગણીમાં તણાઈને પૈસાનો બગાડ કરનારા નાણાકીય નિર્ણયો લેતા નહીં. 
કારકિર્દી વિશે સલાહ : નવી દિશામાં કારકિર્દી ઘડવા ઇચ્છતા હો તો એના માટે યોગ્ય સમયની રાહ જોવી જરૂરી છે. સહકર્મીઓ જોડે કૂથલીઓ કરવાનું ટાળજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


લાંબા ગાળાની દૃષ્ટિએ જે સારામાં સારું કામ લાગે એ પસંદ કરજો. પરફેક્ટ જવાબ મળે એની અપેક્ષા રાખતા નહીં. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ બિનજરૂરી શૉપિંગ કરવાનું ટાળવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ ડેટા કે દસ્તાવેજો મોકલતાં પહેલાં બે વાર તપાસી લેજો. પ્રોફેશનલ નેટવર્કમાં તમારાં લક્ષ્યો સુધી પહોંચાડી શકે એવા માણસો હોય તેમની તકેદારી લેજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરવા માટે અને આવશ્યક ફેરફારો કરવા માટે સારો સમય છે. જો તમે ઘણા સમયથી સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હો તો આ યોગ્ય સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : ક્લાયન્ટ્સ અને સહકર્મીઓ સાથેના તમામ સંદેશવ્યવહારની નોંધ રાખજો. સ્વયં રોજગાર કરનારાઓએ બજેટને વળગી રહેવું ખૂબ જ જરૂરી છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ પડકારભરી પરિસ્થિતિમાં તરત હલ શોધી કાઢજો, પરંતુ એને વધુપડતી ગંભીરતાથી લેતા નહીં. નકારાત્મકતા ધરાવનારા અને સતત ફરિયાદો કરતા રહેનારા લોકોથી આઘા રહેજો. 
કારકિર્દી વિશે સલાહ : સાથી કર્મચારીઓ સાથેના સંબંધો સારા રાખજો. તમે કરેલી મહેનતને કોઈ ઉતારી પાડે એવું થવા દેતા નહીં. કામમાં ઝીણવટભરી નજર રાખજો અને ચકાસી લેજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

મનની વાતો કહી દેવી, પરંતુ શક્ય હોય ત્યાં સુધી મુત્સદ્દીપણું રાખવું. વધુપડતા આકરા શબ્દોથી પરિસ્થિતિ સુધરશે નહીં એ વાતને ધ્યાનમાં રાખજો. જે બાબત પોતાના કાબૂમાં નથી એનો ત્યાગ કરી દેજો.
કારકિર્દી વિશે સલાહ : જેમને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ કે પ્રોજેક્ટ્સનું કામ રહેતું હોય તેમણે એ લોકો સાથેનાં સાંસ્કૃતિક તફાવતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખવાં. જબરા લોકો સાથે પનારો પડ્યો હોય તો પ્રોફેશનલ અભિગમ અપનાવજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમને બંધનમાં રાખનારી કોઈ પણ પરિસ્થિતિને ચીવટપૂર્વક તથા ત્વરિતપણે સાચવી લેજો. કોઈ કાનૂની પ્રશ્ન ઊભો થવાની શક્યતા દેખાતી હોય તો અંતરાત્માના અવાજને અનુસરીને કામ લેજો.
કારકિર્દી વિશે સલાહ : કામધંધામાં સ્થિરતા લાવવા પર લક્ષ આપજો, પછી ભલે એ કામ રાબેતા મુજબનું હોય. કોઈ પણ પરિસ્થિતિ જેવી દેખાતી હોય એવી કદાચ નહીં હોય. સહકર્મીઓ જે કહેતા હોય એને સહજ સ્વીકારી લેતા નહીં. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારે ઘરની કોઈ વ્યક્તિ સાથે કે પછી ગાઢ મિત્ર સાથે વાતચીત કરતી વખતે પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ રાખવી. સોશ્યલ મીડિયા પર વધુ સમય વેડફાતો હોય તો સભાન થઈને એમ કરવાનું બંધ કરવું. 
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ તક પહેલી નજરે ગમે એટલી નાની દેખાતી હોય, એને અવગણવી નહીં. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરનારાઓ માટે સાનુકૂળ સમય શરૂ થઈ રહ્યો છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

હંમેશાં યોગ્ય લોકો સાથે રહેવાનું અગત્યનું હોય છે. તમારે બિનજરૂરી માનસિક તાણ ઊભી કરનારા લોકોથી હંમેશાં દૂર રહેવું. નવાં રોકાણો પૂરતું સંશોધન કર્યા બાદ જ કરજો.
કારકિર્દી વિશે સલાહ : નવાં કૌશલ્યો શીખવામાં હાલ તમને ભલે કંઈ દેખાતું ન હોય, પરંતુ એનાથી ચોક્કસ ફાયદો થશે. અંગત જીવન વિશે સહકર્મીઓ જોડે બહુ દિલ ખોલીને વાતો કરતા નહીં. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય તેમણે સમજી-વિચારીને નિર્ણયો લેવા. હૃદયને લગતી તકલીફ હોય કે હાઈ બ્લડ-પ્રેશર હોય તો થોડી વધુ કાળજી લેજો.
કારકિર્દી વિશે સલાહ : તમને કારકિર્દીમાં ફેરફાર કરવાની જરૂર લાગતી હોય તો એ વિચારી લેજો કે કયું કામ કરવામાં તમને સંતોષ વધારે થાય છે. માથાભારે ઉપરીઓ કે સહકર્મીઓ સાથે કળપૂર્વક કામ લેજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જે સાચું હોય એ કામ કરવાનું હંમેશાં સહેલું હોતું નથી. ખાસ કરીને તમને નુકસાન થઈ શકે છે એવું લાગતું હોય ત્યારે તો એ વધુ અઘરું હોય છે. હિસાબ-કિતાબ અપટુડેટ રાખજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પ્રેઝન્ટેશન બનાવી રહ્યા હો તો દરેક નાની વિગત પર લક્ષ આપજો. કામનો ભરાવો થવા દેતા નહીં, કારણ કે તમારી ધારણા પ્રમાણે અત્યારે તમારી પાસે પૂરતું કામ છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ એક પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવાથી તમારા જીવનમાં વધુ સંતુલન આવવાની શક્યતા છે. જેઓ પોતાની પસંદગી વિશે સ્પષ્ટતા ધરાવે છે એવા કુંવારાઓ માટે જીવનસાથી શોધવા સારો સમય ચાલી રહ્યો છે.
કારકિર્દી વિશે સલાહ: તમારી પાસે આવશ્યક તમામ માહિતી હોય તો જ નિર્ણયો લેજો. વર્ક ફ્રૉમ હોમ કરનારાઓએ વધુ શિસ્તબદ્ધ રીતે અને સમય સાચવીને કામ કરવું.

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
જેઓ પોતાના નેટવર્કનો વિસ્તાર કરવા ઇચ્છતા હોય તેમણે યોગ્ય લોકોની સાથે રહેવું. તમારું કામ સંપર્કમાં રહેલી યોગ્ય વ્યક્તિઓ મારફત જ થતું હોય ત્યારે આવું ખાસ જરૂરી છે. જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોય કે ફેરફારો લાવવાના હોય તો ધીરજ રાખજો અને યોગ્ય સમયની રાહ જોજો.

કૅપ્રિકોર્ન જાતકો કેવા હોય છે?

કૅપ્રિકોર્ન જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
કૅપ્રિકોર્ન જાતકો વફાદારીમાં માનતા હોય છે. તેઓ મિત્રતાને પૂરતું મહત્ત્વ આપે છે. આથી મિત્રોનું સારી રીતે ધ્યાન રાખવાને તેઓ અગત્યની બાબત ગણે છે. તેઓ દોસ્તીમાં સચ્ચાઈની અપેક્ષા રાખે છે અને કોઈ વાત મનમાં રાખતા નથી. જોકે એના માટે એ જરૂરી છે કે સામેવાળી વ્યક્તિએ કંઈક અક્ષમ્ય કર્યું ન હોય. સમય જતાં કૅપ્રિકોર્ન જાતકો સાથેના સંબંધો વધુ ગાઢ બનતા જાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2024 08:09 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK