કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
દરેક પરિસ્થિતિનો વાસ્તવવાદી રીતે વિચાર કરવો. ભૂતકાળના આધારે ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. લોન લેવી નહીં અને જો લેવી પડે તો તરત જ ચૂકવી દેવી.
સંબંધો સાચવવા માટે સલાહ: મહત્ત્વપૂર્ણ સંબંધો વિશે બીજા લોકો સાથે વાત કરવી નહીં અને ખાસ કરીને મિત્રના સ્વાંગમાં દુશ્મન બનીને ફરનારાઓની સામે અંગત વાતો ખુલ્લી કરવી નહીં.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પણ બાબતે લાંબા ગાળાનાં પરિણામોનો અને બીજાઓ પર શું અસર થશે એનો વિચાર કરીને જ નિર્ણય લેવો. લાગણીઓને વચ્ચે આવવા દેવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: રજનું ગજ થઈ જાય નહીં એની તકેદારી લેવી. પ્રેમસંબંધ વધારવા વિશેનો નિર્ણય લેતી વખતે સંતુલન જાળવવું.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે વિશ્વાસુ વ્યક્તિની સલાહને જ અનુસરજો. સહયોગીઓ અને ઉપરીઓ સાથેનો વાર્તાલાપ મુદ્દાસર રાખવો.
સંબંધો સાચવવા માટે સલાહ: જીવનસાથીથી છૂટા થવાનો નિર્ણય લેવા માગતી વ્યક્તિઓએ સમગ્ર ચિત્ર ધ્યાનમાં લેવું જરૂરી છે. નકારાત્મક લોકો અને પરિસ્થિતિઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારા કાર્યસ્થળે અમલમાં હોય એ શિષ્ટાચાર પ્રમાણે જ લોકો સાથે સંવાદ રાખવો. તમારા માટે સારી ન હોય એવી આદતોથી દૂર રહેવું અથવા તો એમાં શક્ય એટલો ઘટાડો કરતા જવું.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈની વાતો સાંભળીને એના પર વગર વિચાર્યે પ્રતિક્રિયા કરવી નહીં. તમને મહત્ત્વ આપતા હોય અને તમારો ઉત્કર્ષ ઇચ્છતા હોય એવા લોકો સાથે જ રહેવું.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કાર્યસ્થળે તમારી કારકિર્દીને પોષક બાબતો પર જ લક્ષ આપવું અને તમારા માટેની લાભદાયક સ્થિતિનો ઉપયોગ કરવો. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ સંભાળીને ખર્ચ કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ: જેમના પ્રિયકર દૂર રહેતા હોય તેમણે સતત સંદેશવ્યવહાર દ્વારા સંપર્કમાં રહેવું. સંબંધ બાંધવા-વધારવા વિશેનો નિર્ણય પૂરતો વિચાર કરીને જ લેવો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ નવા આઇડિયાને અમલમાં મૂકવાયોગ્ય બનાવવા માટે એમાં થોડો સુધારો કરવો જરૂરી બની રહેશે. બને ત્યાં સુધી કાનૂની દાવપેચથી દૂર રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોમાં ક્યાંય ખટાશ જેવું લાગે તો સકારાત્મક બાબતોનો પણ વિચાર કરવો. જેમના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય એવા પરિવારજનો અને મિત્રો સાથે જ સમય ગાળવો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ભૂતકાળના અનુભવો સારા હોય કે ખરાબ, એમનામાંથી બોધપાઠ ચોક્કસ લેવા. નવા આઇડિયા પર કામ કરી રહ્યા હો તો આધુનિક અને પરંપરાગત બન્ને અભિગમનો સમન્વય કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ: ખરી ન હોય એવી કોઈ વાત પ્રત્યે પ્રતિક્રિયા કરવાથી દૂર રહેવું. કોઈ પણ પ્રતિક્રિયા આપતાં પહેલાં હકીકતો જાણી લેવી.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
સંસ્થાકીય શિષ્ટાચારનું પાલન કરવું. લેખિત કે મૌખિક, વાતચીતમાં સંભાળવું, તમે કાનૂની જટિલતામાં ફસાઈ શકો છો. સ્પર્ધામાં ઉતરનારા લોકો સાથે કળપૂર્વક કામ લેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: અંગત જીવન વિશે બોલવાનું ટાળવું, કુંવારાઓને જીવનસાથી મળવાના સંજોગો છે, પરંતુ એના માટે તેમણે સામે ચાલીને પ્રયાસ કરવા પડશે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમે જે પરિણામ ઇચ્છતા હો એના આધારે પસંદગી કરવી. જેમણે હિસાબ-કિતાબમાં ગોટાળા કરી નાખ્યા હોય તેમણે ચીવટપૂર્વક કામ લેવું. હિસાબ બરોબર રાખવાનું શરૂ કરી દેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: ખોટાબોલા અને કાગનો વાઘ કરનારા લોકોની વાતો સાંભળવી નહીં. પરિવારના કોઈ બાળકની તબિયત સાચવવા પર થોડું વધુ લક્ષ આપવું.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારી પાસેના સ્રોતોનો સારામાં સારો ઉપયોગ કરી લેવો અને ખાસ કરીને પડકારભર્યા સંજોગોમાં પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરવા.
સંબંધો સાચવવા માટે સલાહ: પરિવારના મોભી સાથેનાં સમીકરણોને સાચવી લેવાં. ફાવતું ન હોય એવી વ્યક્તિઓ જોડે સ્પષ્ટપણે વાતચીત કરવી અને લાગણીઓને વચ્ચે આવવા દેવી નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારે કોઈ અન્યાયી પરિસ્થિતિ સાથે કામ લેવું પડવાનું હોય તો અંતરાત્માના અવાજને અનુસરજો. લક્ષ્યોની પ્રાપ્તિના માર્ગમાં અવરોધોની કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : સંદેશવ્યવહારમાં સ્પષ્ટતા રાખવી. બોલવાનું તાત્પર્ય બીજા માણસને સમજાવું જોઈએ. છૂટાછેડા લેવા માગતી વ્યક્તિઓએ પોતાની સામેના વિકલ્પો વિશે તટસ્થપણે વિચાર કરવો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જરાય આળસ કર્યા જીવનમાં ફેરફારો લાવવા. સ્વયં રોજગાર કરનારાઓએ હરીફોને ઓછા આંકવા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન આપવું અને એના માટે જે કરવું પડે એ કરવાની તૈયારી રાખવી. ભૂતકાળમાં સંબંધોની બાબતે થયેલા અનુભવોની અસર હાલના સંબંધો પર થવા દેવી નહીં.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : પોતાના ગજા બહારની જવાબદારીઓ માથે લઈ લેશો તો થાકી જશો અને હતાશ થઈ જશો. જીવનમાં સંકળાયેલી દરેક વ્યક્તિ વિશે વિચાર કરવો અને જેમનું મહત્ત્વ હોય તેમની સાથે જ વધુ સમય ગાળવો. પ્રૉપર્ટીને લગતી બાબતોને કાળજીપૂર્વક સંભાળી લેવી અને ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. મોટી ઉંમરના જાતકોએ તબિયત સાચવવી. જો જૂની બીમારી હોય તો વધુ ધ્યાન રાખવું.
જેમિની જાતકો કેવાં હોય છે... જેમિની જાતકો રમતીલા અને જિજ્ઞાસુ હોય છે. તેઓ એકસાથે અનેક હૉબીઓ, કારકિર્દી અને સોશ્યલ ગ્રુપ બધું જ સંભાળી શકે છે. તેઓ મૂળભૂત રીતે નિર્ભય હોય છે અને હંમેશાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેઓ હાજરજવાબી, પ્રભાવશાળી અને પરિસ્થિતિ પ્રમાણે ઢળી જનારા હોય છે. તેમને નવી-નવી વસ્તુઓ શીખવાનું ઘણું ગમતું હોય છે. આથી તેઓ અદ્યતન બાબતોથી વાકેફ હોય છે. તેઓ પોતાને સંજોગો પ્રમાણે અનુકૂળ બનાવી લેતા હોય છે.