કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ પરિસ્થિતિને સંભાળી લેવા માટે પરંપરાગત કે જૂનો માર્ગ પસંદ કરવાનો વિચાર ચોક્કસપણે કરી શકાય. ખાસ કરીને વગર વિચાર્યે થતી ખરીદી સહિતની નાણાકીય બાબતોમાં સાચવીને ચાલવું.
આરોગ્યવિષયક સલાહ : ગળા અને છાતીના ઇન્ફેક્શનની ફરિયાદ રહેતી હોય એવા જાતકોએ થોડું વધુ સાચવવું. મોટી ઉંમરના જાતકોએ ઉંમર અનુસાર જીવનશૈલીમાં ફેરફારો કરવા.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
ભૂતકાળમાંથી કંઈ પણ શીખવું જરૂરી હોય છે અને તમારે એ જાણવું જરૂરી છે કે જૂની રીતે અને આદતવશ પગલાં ભરવામાં કંઈ વળવાનું નથી. મર્યાદિત બજેટ ધરાવતા જાતકોએ ખર્ચ બાબતે સાવધાનીપૂર્વક કામ લેવું.
આરોગ્યવિષયક સલાહ: લાંબા ગાળા સુધી કરી શકાય એવો વ્યાયામ તમારે પસંદ કરવો. હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા જાતકોએ પોતાની થોડી વધુ કાળજી લેવી.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારાં લક્ષ્યોની સમીક્ષા કરી લેજો અને એમાંથી કોઈ લક્ષ્ય આપસમાં ટકરાય છે કે કેમ એ જોઈ લેજો. તમારે સફળતાના તમારા માપદંડની પણ સમીક્ષા કરવી જરૂરી છે. રોકાણો સહિતની આર્થિક બાબતો માટે સમય સારો છે.
આરોગ્યવિષયક સલાહ : મોટી ઉંમરના જાતકોએ ઘણા વખતથી રૂટીન હેલ્થ ચેક-અપ કરાવ્યું ન હોય તો કરાવી લેવું. જીવનશૈલીના આવશ્યક ફેરફારોને વળગી રહેવા માટે પ્રતિબદ્ધ થવું જરૂરી છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈ અઘરો નિર્ણય લેવાનો સમય આવે ત્યારે પહેલાં એ જોઈ લેવું કે ખરેખર તમે શું ઇચ્છો છો. કામના સ્થળે બિનજરૂરી જટિલતાઓમાં ફસાઈ જતા નહીં. જેટલું કરવાની જરૂર હોય એટલા પર જ ધ્યાન આપજો.
આરોગ્યવિષયક સલાહ: તમારું આરોગ્ય સાચવવા માટે નાના-નાના ફેરફારો પણ ઉપયોગી થશે. ઑફિસમાં કે બીજે કામ કરતી વખતે પીઠ પર વધુ બોજ આવે નહીં એનું ધ્યાન રાખજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
લાગણીનો સંબંધ હોય એવા વિષયોમાં બધાને માફક આવે એવો વ્યવહારુ માર્ગ અપનાવજો. રચનાત્મક કાર્ય અને શોખને વિકસાવવા માટે સાનુકૂળ સમય છે.
આરોગ્યવિષયક સલાહ : વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિનો ઉપયોગ કરવા ઇચ્છુક જાતકોએ બારીકીપૂર્વક અભ્યાસ કરી લેવો અને એના ક્વૉલિફાઇડ પ્રૅક્ટિશનર પાસે જ જવું. જો તમે કોઈ ડાયટ અનુસરતા હો તો એમાં વધુ છૂટ લેતા નહીં.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
સંવાદમાં સ્પષ્ટતા જાળવવી જરૂરી છે. તમે જે કહેવા માગો છો એ જ વાત સામેવાળાને સમજાય છે એ બાબતની તકેદારી લેવી. કારકિર્દી વિષયક લક્ષ્યોની સમીક્ષા કરવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : શિસ્તબદ્ધ દિનચર્યા જાળવી રાખવી અગત્યની છે. એમાં પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે. ઍલર્જીનો અટૅક આવે એવી વસ્તુઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
સોશિયલ મીડિયા પર વધુ સમય ખર્ચ કરતા નહીં. કયા પ્રકારની સામગ્રી જુઓ છો એ બાબતે પણ સાવચેત રહેજો. કોઈ ઉપરી કે માર્ગદર્શક પાસેથી મળતી સલાહ અમૂલ્ય બની રહેશે.
આરોગ્યવિષયક સલાહ : તમારા માટે સારી ન હોય એવી આદતનો ત્યાગ કરજો, પરંતુ એની જગ્યાએ એવી આદત પાડતા નહીં જે વધારે ખરાબ હોય. ડાયટમાં અતિરેક કરતા નહીં.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પોતાની સામેના વિકલ્પો વિશે ઝીણવટભર્યો વિચાર કરજો અને કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સંભવિત પરિણામોનો વિચાર કરી લેજો. ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર ધ્યાન આપો.
આરોગ્યવિષયક સલાહ : પૂરતું પાણી પીવાનું રાખો અને જન્ક ફૂડનું પ્રમાણ પણ ઓછામાં ઓછું રાખો. મોટી ઉંમરના જાતકોએ પોતાની ફિટનેસ બાબતે વધુ કાળજી લેવાની જરૂર છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ક્યારે સક્રિયપણે નિર્ણયો લેવા અને ક્યારે પીછેહઠ કરવી એના વિશે સભાનતા કેળવો. ઉતાવળિયો નિર્ણય તમારા માટે નુકસાનકારક ઠરી શકે છે. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ ખર્ચ બાબતે સાવધાન રહેવું.
આરોગ્યવિષયક સલાહ : કોઈ સ્પેશ્યલિસ્ટને મળવાની જરૂર હોય તેમણે પોતાના માટે યોગ્ય હોય એવી જ વ્યક્તિની પસંદગી કરવી. વ્યાયામમાં અતિરેક કરવો નહીં, કારણ કે એમાં ઈજા થવાનું જોખમ છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારા કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિ વિશે વધુ વિચાર કરવો નહીં. તમે કોઈ પ્લાન બદલવાનું નક્કી કરો એ પહેલાં તમારી પાસે વૈકલ્પિક પ્લાન હોવો જરૂરી છે. અંગત અને વ્યાવસાયી નેટવર્ક વિસ્તારવા માટે સમય સારો છે.
આરોગ્યવિષયક સલાહ : જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ હોય તેમણે બીમારી લાવનારા ટ્રિગરથી દૂર રહેવું. મોટી ઉંમરના જાતકોએ પોતાને માફક આવે એવો જ વ્યાયામ કરવો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા માટે પ્રશ્નો ઊભા કરે એવી આદતો અને વર્તન બાબતે વિચાર કરીને આવશ્યક ફેરફાર કરી લેજો. મુસીબત ટાળવી હોય તો જે નાણાકીય વ્યવહારો કાનૂની સ્વરૂપના ન હોય એનાથી દૂર જ રહેવું સારું.
આરોગ્યવિષયક સલાહ : માથાનો દુખાવો રહેતો હોય એવી સ્થિતિમાં જાતે જ કોઈ પણ નિદાન કરવાને બદલે એક વાર આંખની તપાસ કરાવી લેજો. પૂરતું પાણી પીવાનું રાખજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારા માથે વધુ જવાબદારીઓ આવી શકે છે. જોકે કામની ગુણવત્તા બગડે નહીં એનું ધ્યાન રાખીને જ વધારાની જવાબદારીઓ લેજો. સ્વયં રોજગાર કરનારાઓ માટે સમય સારો છે.
આરોગ્યવિષયક સલાહ : પાચનતંત્રની યોગ્ય સંભાળ લેજો અને ભારે તથા તળેલો ખોરાક લેવાનું ટાળજો. દિનચર્યામાં શિસ્તતા જાળવવા માટે નિયમિતપણે પૂરતી ઊંઘ લેજો.
જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...
ગમે એ સમયે તમારી સામે કોઈ તક આવે તો એને ઝડપી લેવાની તૈયારી રાખજો. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. આથી તમારે આળસ કે વિલંબ કરવો નહીં. પોતાના માટે સમય ફાળવવો. મનગમતા શોખ પૂરા કરવા પર ધ્યાન આપવું. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર અથવા વિદેશી ગ્રાહકો સાથે કામ કરનારાઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. ભૂતકાળ ભૂલી જવો અને એને લીધે વિકાસ અટકે નહીં એની કાળજી લેવી.
લિયો જાતકો વિશે જાણવા જેવું બધું
લિયો જાતકો આત્મવિશ્વાસી હોય છે. લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું તેમને ગમતું હોય છે. તેઓ જન્મજાત આગેવાન હોય છે અને પરિવર્તન લાવવાની ઇચ્છા ધરાવતા હોય છે. તેઓ મક્કમ અને ખંતીલા હોય છે. તેઓ કોઈ કામ કરવાનું નક્કી કરી લીધા પછી તેમને કોઈ અટકાવી શકતું નથી. તેમનામાં ઘણો આશાવાદ ભરેલો હોય છે. આથી જે પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળવા માગતા હોય એવી પરિસ્થિતિમાં લિયો જાતકો પોતાનાં લક્ષ્યો તરફ આગળ વધવા સજ્જ હોય છે.