કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમને એક કરતાં વધુ સ્રોતોમાંથી આવક મળતી હોય તો તમારે એનું સંચાલન કાર્યક્ષમ રીતે કરવું અને વધુપડતાં જટિલ રોકાણો કરવાં નહીં. તમે ઘણા વ્યસ્ત છો એ કારણસર આરોગ્ય તરફ દુર્લક્ષ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ સ્વજન માગે નહીં ત્યાં સુધી સલાહ આપતા નહીં, પછી ભલે તમને યોગ્ય રસ્તો ખબર હોય. ઑનલાઇન લખાણ બાબતે સાવધાની રાખજો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
રોકાણના પોર્ટફોલિયોમાં ફેરફાર કરતાં પહેલાં ઘણી કાળજી લેવી જરૂરી છે. કોઈ પરિસ્થિતિ ઉપરથી દેખાય એવી કદાચ ન પણ હોય. આથી તમારે સચ્ચાઈ જાણવા માટે ઊંડા ઊતરવું પડશે.
સંબંધો સાચવવા માટે સલાહ : પ્રેમસંબંધમાં ક્યાંય ગૂંચ પડે નહીં એની તકેદારી લેજો. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિઓ પર થોડું વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પોતે શું કરવું જોઈએ એની ગમ પડતી ન હોય તો નિર્ણય લેવાનું ટાળજો. પ્રૉપર્ટીને લગતી કોઈ પણ બાબતમાં સાવધાની રાખજો; ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યાં કાનૂની દાવપેચ સંકળાયેલા હોય.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પણ વાદવિવાદનો હલ કાળજીપૂર્વક અને કરુણાપૂર્વક લાવજો. સામેવાળી વ્યક્તિના દૃષ્ટિકોણને શક્ય એટલો વધુ સમજવાનો પ્રયાસ કરજો. કોઈને માઠું લાગી જાય એવું બોલતા નહીં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
અત્યાર સુધીની રીત કારગર નીવડી હોય કે ન હોય, તમારે એ રીત અપનાવવાને બદલે ભૂતકાળની કોઈ પણ પરિસ્થિતિને વર્તમાન દૃષ્ટિએ મૂલવવી. પૂરતી અને ગાઢ નીંદર આવે એવો પ્રયાસ કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ : ઘર-પરિવારમાં કોઈ પણ સંઘર્ષ ટાળવાનો સભાનપણે પ્રયાસ કરજો. કુંવારાઓએ ભાવિ જીવનસાથી પાસેની તમામ અપેક્ષાઓ વિશે પહેલેથી સ્પષ્ટતા રાખવી.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ નિર્ણય પૂરતો વિચાર કરીને લેજો અને દરેક વિકલ્પનું શું પરિણામ આવે છે એનો પહેલેથી જ વિચાર કરી લેજો. કોઈ સહકર્મી સમસ્યા ઊભી કરતો હોય તો તેની સાથે પ્રોફેશનલી કામ લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : ઘરમાં સાથે રહેનારા સંબંધીઓ સાથેનાં તમારાં સમીકરણો પર લક્ષ આપજો. બિનજરૂરી દલીલોમાં ઊતરતા નહીં.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
અંતરાત્માનો અવાજ સાંભળજો, પરંતુ જો કોઈની સામે થવું હોય તો બોલવામાં સાચવજો. પોતાની કાળજી લેજો. વ્યાયામમાં કે ડાયટમાં અતિરેક કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : તમને મળેલી જાણકારી તમારા પૂરતી જ રાખજો. જેને જેટલું કહેવાની જરૂર હોય એટલું જ કહેજો. કોના પર વિશ્વાસ મૂકવા જેવો છે એના વિશે સ્પષ્ટતા રાખજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
નવી તક બાબતે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં એનો સર્વગ્રાહી અભ્યાસ કરજો. નવાં રોકાણો કરતાં પહેલાં પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમને તમારી કાળજી હોય એવા લોકો સાથે જ સમય ગાળજો. કોઈએ કહેલી વાતો પર ધ્યાન આપતા નહીં, કારણ કે એમાં કેટલું સાચું અને કેટલું ખોટું છે એ કહી શકાય નહીં.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
દરેક પરિસ્થિતિને કુનેહપૂર્વક સાચવી લેજો, બને ત્યાં સુધી ગુસ્સો કરતા નહીં. ધારો કે તમારું બજેટ મર્યાદિત હોય તો બિનજરૂરી વસ્તુઓ પાછળ વધુપડતો ખર્ચ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : બહુ આશાવાદી થયા વગર પરિસ્થિતિને વાસ્તવિક દૃષ્ટિએ મૂલવજો. તમારે જો મનનો ઊભરો ઠાલવવો હોય તો ફક્ત વિશ્વાસુ મિત્ર પર જ ભરોસો કરવો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો વખત આવ્યો હોય તો પોતાને ખરેખર શું જોઈએ છે એની સ્પષ્ટતા રાખવી. કોઈ પણ નવાં રોકાણો કરતાં પહેલાં અથવા પોર્ટફોલિયોમાં ફેરફારો કરતાં પહેલાં પૂરતો અભ્યાસ કરવાની કાળજી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : ફક્ત વિશ્વાસુ મિત્રે આપેલી સલાહને ધ્યાનમાં લેજો. કુંવારાઓને બંધનમાં બંધાયા વગર ડેટિંગ કરવાની ઇચ્છા થઈ શકે છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમારી સામે આવી ઊભેલી પરિસ્થિતિમાં અનેક મર્યાદાઓ હોય તો સમજી લેજો કે તમારે પરંપરાગત અભિગમ અપનાવવો સારો રહેશે. આદતોમાં અતિરેક કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધો મજબૂત બનાવવા સંવાદમાં સ્પષ્ટતા રાખજો અને મતમતાંતરને બદલે સકારાત્મક બાબતોને મહત્ત્વ આપજો. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે. તેમણે નવી વ્યક્તિઓને મળવાની તકોનો સારામાં સારો ઉપયોગ કરી લેવો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારી સ્થિતિ મજબૂત હોય તો જ કોઈ પણ વાટાઘાટ કરવાની તૈયારી રાખજો. પ્રૉપર્ટીને લગતી બાબતો માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈના પણ બાહ્ય દેખાવ પર જતા નહીં. મિત્રો સાથે અંગત માહિતી શૅર કરતી વખતે સાવચેતી રાખજો. સગાઈના બંધનમાં બંધાઈ ગયા હો તો એમાં એક ડગલું આગળ વધી જવું.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
ક્યાંય અટવાઈ ગયા હો અને નિર્ણય લેવાનો થાય ત્યારે પરિસ્થિતિને સર્વગ્રાહી રીતે મૂલવજો. નવા આઇડિયામાં ભરપૂર સંભાવનાઓ હોય છે, પરંતુ એના અમલ માટે તમારે મહેનત કરવી જરૂરી બની રહેશે.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારા સંબંધની બાબતે સંક્રાંતિકાળ ચાલી રહ્યો હોય તો પ્રવર્તમાન સંજોગોમાં જે સારામાં સારું હોય એ જ પગલું ભરજો. અંગત જીવનની વાતો ઑનલાઇન શૅર કરતા નહીં.
જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...
જો તમે મિત્રવર્તુળનો વિસ્તાર કરવા ઇચ્છતા હો તો તમારા માટે સાનુકૂળ સમય છે, પરંતુ તમારે નવા લોકો સાથે મુલાકાત કરવાનો પ્રયાસ તો કરવો જ રહ્યો. દૈનિક આદતોમાં નાના-નાના ફેરફારો કરજો. એકદમ જરૂરી ન હોય તો મોટા ફેરફારો કરતા નહીં. કામના સ્થળે કૂથલીઓમાં પડતા નહીં.
વર્ગો જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
વર્ગો જાતકો બૌદ્ધિક અને કુદરતી રીતે બળવાખોર કે લડવૈયા હોય છે. તેઓ જેમની દરકાર લેતા હોય તેમના માટે લડી લેવા તૈયાર હોય છે. તેઓ મિત્રોની સમસ્યાઓના હલ લાવવા માટે વધુમાં વધુ મહેનત કરી લેતા હોય છે. તેઓ વફાદાર હોય છે અને ગમે એટલી કપરી પરિસ્થિતિમાં પણ મિત્રોને વફાદાર રહે છે. વર્ગો જાતકો વિશ્વાસુ મિત્રો હોય છે. તેઓ હંમેશાં પોતાનું કહ્યું પાળતા હોય છે, ભલે પછી સંજોગો વિકટ હોય.