Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 19 November, 2023 07:04 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

સામેથી આવેલી તકોને છોડી દેવી નહીં, પછી ભલે એ તક નાની હોય. પોતાના પ્રોફેશનલ નેટવર્કને વિસ્તારવાનો પ્રયાસ કરવો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય     
સામેથી આવેલી તકોને છોડી દેવી નહીં, પછી ભલે એ તક નાની હોય. પોતાના પ્રોફેશનલ નેટવર્કને વિસ્તારવાનો પ્રયાસ કરવો. એ વ્યક્તિઓ તમને માફક આવે એવી અને તમારા કૌશલ્યને પૂરક હોય એવી હોવી જોઈએ. પોતાનાં સંસાધનોનો મજબૂત પાયો રચવો અને હિસાબ પાક્કો રાખવો. તમારા જીવનમાં સારા ફેરફારો લાવી શકે એવા નવા લોકો સાથે સંબંધ વિકસાવવા મન મોકળું રાખજો.


સૅજિટેરિયસ જાતકો કેવા હોય છે?  
સૅજિટેરિયસ જાતકો જિજ્ઞાસુવૃત્તિ ધરાવનારા અને ખૂબ જ ઊર્જાવાન હોય છે. તેઓ ચિંતન કરવામાં ખૂબ રસ લેતા હોય છે. જીવનનો અર્થ શોધવા માટે વિશ્વભરમાં શોધ કરવામાં તેમને જરાય ડર લાગતો નથી. તેઓ સ્વાતંત્ર્યને ખૂબ જ મહત્ત્વ આપનારા હોય છે. એ જ રીતે પ્રામાણિકતા પણ તેમના માટે ખૂબ અગત્યની હોય છે. તેઓ પોતે કહેલી વાતોને કારણે પરેશાન થાય એવું જોખમ રહેતું હોય છે. બીજા બાજુ તેઓ જ્ઞાનપિપાસુ હોવાને લીધે તેમની રચનાત્મક શક્તિ પણ વધારે હોય છે. તેઓ વાર્તાઓ કહેવામાં પાવરધા હોય છે અને સારા શિક્ષક બની શકે છે. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમામ પાસાંને ધ્યાનમાં રાખો.  લાંબા ગાળે ખરાબ પરિણામો ભોગવવાં પડે એવું કોઈ તમારી પાસે કરાવી જાય નહીં એની તકેદારી રાખો. અગત્યની વ્યક્તિઓ માટે સમય ફાળવો.
આરોગ્યવિષયક સલાહ : તમને અસાધારણ થાક લાગતો હોય કે સુસ્તી હોય તો શરીર તમને શું સંકેતો આપે છે એના પર ધ્યાન આપો. જીવનશૈલીમાં અને આદતોમાં ફેરફારની જરૂર શકે છે. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


પડકારભર્યા સંજોગોમાં કે તમે મૂંઝવણ અનુભવતા હો એ વખતે હેતુને ધ્યાનમાં રાખીને ચાલશો તો સહેલાઈથી આગળ વધી શકશો. જરૂર પડ્યે પોતાના દૃષ્ટિકોણમાં ફેરફાર લાવવાની તૈયારી રાખવી.
આરોગ્યવિષયક સલાહ : તમે બીમારી કે સુંદરતા માટે સર્જરી કે પ્રોસીજર કરાવવાના હો તો લાભ-ગેરલાભને પહેલાં ગણતરીમાં લઈ લેજો. લાંબી માંદગી હોય તો કાળજી લેવી પડશે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કામના સ્થળે જો તમારું મહત્ત્વ વધી જાય તો આછકલાઈ કરવી નહીં. બૃહદ્ ચિત્રને ધ્યાનમાં રાખજો અને ક્ષમાભાવ અપનાવીને ભૂતકાળના રાગ-દ્વેષને ભૂલી જજો.
આરોગ્યવિષયક સલાહ : સારા ફેરફારો લાવનારી આદતો પર લક્ષ આપજો. પૂરતો આરામ કરજો અને શક્ય હોય ત્યાં સુધી ગાઢ નીંદર આવે એવા પ્રયાસ કરવા. હૉર્મોનને લગતી તકલીફો માટે દવા લેતા હોય તેમણે હૉર્મોનને લગતાં પરીક્ષણો કરાવી લેવાં.  

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

પોતાની પાસેનાં સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવો અને વર્તમાન સંજોગોમાં શું શક્ય છે એના વિશે ગહન વિચાર કરવો. લેખિત હોય કે મૌખિક, દરેક પ્રકારના સંવાદમાં સ્પષ્ટતા રાખવી.
આરોગ્યવિષયક સલાહ : તબિયતમાં કોઈ પણ ખરાબી હોય તો એને સુધારી લેવા માટે સક્રિયપણે કામ કરવાની જરૂર છે. હાઈ બ્લડ-પ્રેશર અને હૃદયરોગને લગતી તકલીફ હોય તો થોડી વધુ સાવચેતી રાખવી.   

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ટીમ મેમ્બરોની સાથે કામ કરો અને સહકર્મીઓની સાથે-સાથે ઉપરીઓ સાથે પણ સારા સંબંધો રાખો. રોકાણો સહિતની આર્થિક બાબતો માટે સારો સમય છે. 
આરોગ્યવિષયક સલાહ: સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સારો સમય છે. વરિષ્ઠ નાગરિકોએ પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને થોડી વધુ કાળજી લેવી.  

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સંવેદનશીલ બાબતોમાં સાચવીને કામ લેવું. રોકાણના પોર્ટફોલિયો પર નજર કરી લો અને આવશ્યક પરિવર્તન કરી લો.
આરોગ્યવિષયક સલાહ : ઇલાજ તરીકે પરંપરાગત અને વર્તમાન ઉપચાર પદ્ધતિઓનું મિશ્રણ કરવા ઇચ્છતા જાતકોએ પોતાની પસંદગી બાબતે ચોકસાઈ કરી લેવી. શરીરના સંકેતોને ઓળખો અને તમને જે સદતું હોય એ કરો.   

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

બીજાઓ સાથે કામ કરવાનું તમારા માટે સારું રહેશે, એકલપંડે મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી નહીં શકો. કુંવારાઓ માટે સારો સમય છે. સામેવાળી વ્યક્તિ પર જ છાપ સારી પડે એ માટે પ્રયાસ કરવા.
આરોગ્યવિષયક સલાહ : તબિયત સાચવવામાં જરા પણ ઢીલ કરવી નહીં. જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે રચનાત્મક રસ્તાઓ શોધવા. લાંબો સમય ચાલે એવી બીમારીમાં ત્વરિત ઉપાય કરવા.  

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમને ફાવી ગયું હોય એવી પરિસ્થિતિમાંથી બહાર આવીને પડકારો લો. ભૂતકાળની અસર થવા દેવી નહીં. પારિવારિક બાબતોમાં વ્યવહારુ ઉપાયો અપનાવીને હલ લાવવો.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો કરવાનું ઘણું મહત્ત્વ હોય છે, કારણ કે સંતુલિત જીવન હંમેશાં સારું હોય છે. તમારા વર્તમાન સંજોગોમાં એ જરૂરી છે. કોઈએ કહેલી કે તમે વાંચેલી સલાહનું આંધળું અનુકરણ કરવું નહીં.  

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ચીડ ચડે એવી સ્થિતિમાં પણ પિત્તો ગુમાવવો નહીં. જીવનમાં અગત્યના હોય એવા લોકોને જ મહત્ત્વ આપો અને અપેક્ષા વગર સંબંધોને સાચવી લો.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્ય માટે નવો નિત્યક્રમ શરૂ કર્યો હોય એવા જાતકોએ એમાં ઢીલ આપવી નહીં. રાતની નીંદરમાં અનેક વાર ખલેલ પડતી હોય તો એની પાછળનું કારણ જાણી લેવું. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

સત્તાવાળાઓ સાથેનાં સમીકરણો સુધારવા પર લક્ષ આપજો અને તમારી પ્રતિક્રિયા યોગ્ય હોય એની તકેદારી લેજો. તમને કોચલામાંથી બહાર કાઢે એવું નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : જો તમે ખરાબ આદતો નહીં સુધારો તો એ ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ઝટપટ પરિણામની લાય કર્યા વગર મજબૂત પાયો રચવા પર ધ્યાન આપજો.   

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પેચીદી પરિસ્થિતિ સાચવવાની હોય તો કલ્પનાશક્તિનો ઉપયોગ કરજો, દીવાસ્વપ્નોમાં રાચતા નહીં. મધ્યમ માર્ગ અપનાવવાનો હોય એમાં વધુપડતો ગહન વિચાર કરવો નહીં.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્ય બાબતે વલણ બદલવું અને લાંબા સમય સુધી ચાલે એવાં નાનાં પરિવર્તનો લાવવાં. ફિટનેસ માટે તમારું લક્ષ્ય નક્કી કરી લેવું.  

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 07:04 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK