Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 19 February, 2023 06:34 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમે જે સંજોગોમાં હો એનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરવો. જીવનસાથીની પસંદગી કરી લીધી હોય એમણે પરિણયગ્રંથિથી બંધાઈ જવું.
જીવનસુધાર માટે સૂચન : તમારા જીવનમાં ભલે ગમે એ ચાલી રહ્યું હોય, તમારે દરેક ક્ષણે આનંદિત રહેવું. જાતે ખુશ રહેવાનો સંકલ્પ કરવો અને યાદ રાખવું કે જીવનમાં પ્રગતિ કરવા માટે દુઃખ આવે એ જરૂરી નથી.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


ઑનલાઇન ચૅટિંગમાં સાવચેતી રાખવી, કારણ કે તમારા લખાણ વિશે ગેરસમજ થવાનું જોખમ છે. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ સંભાળીને ખર્ચ કરવો.
જીવનસુધાર માટે સૂચન : લોકો સાથેના મતભેદો દૂર કરવા માટે પ્રયાસ કરો અને આગળ વધો. જીવનમાં સુધારા કરવા માટે જરૂર પડે એ બધું જ કરો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


પ્રતિક્રિયા કરતાં પહેલાં વિચાર કરવો, કારણ કે એના વિશે ગેરસમજ થઈ શકે છે. યાદ રહે, બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. સ્વયં રોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચન : જાત સાથે પ્રામાણિક બનો અને જરૂર હોય એ બધા જ સુધારા કરવા તૈયાર રહો. અંતરાત્માના અવાજને અનુસરો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમે પાળી શકતાં હો એ જ વચનો આપો. વ્યાયામ કરતી વખતે અથવા રમતગમતમાં વધુપડતો શ્રમ કરવો નહીં, અન્યથા તમને ઈજા થઈ શકે છે.
જીવનસુધાર માટે સૂચન : પીછેહઠ કરીને સ્થિરતા જાળવી રાખો. તમને આત્મજ્ઞાન થશે અને શાંતિ મળશે. રોજેરોજ થોડી વાર માટે સંપૂર્ણ મૌન-શાંતિ રાખવા માટે સમય ફાળવવો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંબંધોમાં હુંપણું વચ્ચે લાવવું નહીં. અન્યો સાથે મનમોકળું વર્તન કરવું. જો તમને પાચનની તકલીફ હોય તો ખોરાક બાબતે સાવચેતી રાખવી.
જીવનસુધાર માટે સૂચન : જે કંઈ કરવું પડે એ કરવા માટે કમર કસો, પછી ભલે એ કામ પડકારભર્યું કે થોડું ડરામણું હોય. આપણે પોતાના કોચલામાંથી બહાર આવીએ ત્યારે જ પ્રગતિ થતી હોય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

આદતો બદલવા માટે અને સારી વ્યક્તિ બનવા માટે હાલ સારો સમય છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં એનાં પરિણામો વિશે વિચાર કરી લેવો.
જીવનસુધાર માટે સૂચન : જૂનાનો ત્યાગ કરીને નવાનું સ્વાગત કરો. જો તમે ઇચ્છશો તો નવી શરૂઆત થઈ શકે છે. અજાણી વસ્તુઓથી ગભરાવું નહીં.  

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

બિનજરૂરી ઝઘડા કે દલીલબાજી કરવાં નહીં. વિશ્વસનીય મિત્ર પાસેથી સલાહ અને સહાય બન્ને લઈ શકાશે.
જીવનસુધાર માટે સૂચન : તમે પોતાની પસંદગી કરવાનો અધિકાર ધરાવો છો. બીજા લોકો તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે એને લીધે તમારે મર્યાદામાં બંધાઈ જવું નહીં. પોતાના હક માગવા તૈયાર રહેવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમે સમજદારીપૂર્વક નિર્ણયો લેશો તો નાણાકીય બાબતો તથા રોકાણો માટે સારો સમય છે. સર્વાંગી તંદુરસ્તી જાળવવા માટે પ્રયાસ કરવા.
જીવનસુધાર માટે સૂચન : દુનિયાને નવી નજરે જોતા શીખો, ટૂંકી દૃષ્ટિએ જોવાનું બંધ કરો. ભૂતકાળની અસર તમારા હાલના દૃષ્ટિકોણ પર પડવી જોઈએ નહીં.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પરિસ્થિતિ સાથે કેવી રીતે કામ લેવું એ શીખી લેવા માટે પરિવર્તનનો સહજ સ્વીકાર કરવો. પરંપરાગત અને સલામત રોકાણોને વળગી રહો.
આરોગ્યવિષયક સલાહ : નવી સારવાર કે ડાયટ શરૂ કરવાના હો તો પહેલાં એના વિશે બધી જાણકારી ભેગી કરી લેવી. જીવનશૈલીમાં ફેરફાર કરજો, પણ ક્રમે-ક્રમે.    

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કામ-ધંધામાં નાનકડી લાગે તોપણ એ બાબતને તત્કાળ હાથ ધરો. વ્યક્તિગત અને પ્રોફેશનલ નેટવર્કનો વિસ્તાર કરવા માગતા લોકો માટે સાનુકૂળ સમય છે. 
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ પડકારભરી પરિસ્થિતિને બૃહદ્ નજરે જોવાનું રાખો. ક્ષુલ્લક બાબતોથી વિચલિત કે નિરાશ થવું નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમે જીવનશૈલીમાં કે કારકિર્દી સંબંધે ફેરફાર કરવા માગતા હો તો પોતાની જરૂરિયાતો બાબતે સ્પષ્ટતા રાખવી. તમારા ગજા બહારની જવાબદારીઓ લેવી નહીં.
જીવનસુધાર માટે સૂચન : સમૃદ્ધિ એ ખરેખર તો મનની સ્થિતિ છે. જીવનમાં તમને જે મળે એનો તમે મહત્તમ ઉપયોગ કરવા લાગશો તો તમને ભરપૂર સમૃદ્ધિ મળવા લાગશે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

શાહમૃગની જેમ રેતીમાં માથું ખોંસી દેવાથી સમસ્યા દૂર થતી નથી. તમને મળેલા ઉપાયનો તમે કદાચ અમલ કરવાનું પસંદ નહીં કરો. ઈ-મેઇલ અને મેસેજનો તત્કાળ જવાબ આપજો.
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં દરેક ઘટનાની પાછળ કોઈક કારણ હોય છે એ યાદ રાખીને ચાલો. હૃદયનું કહ્યું સાંભળો અને અંતરાત્માના અવાજને અનુસરો.   

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : ભૂતકાળના પ્રશ્નો હલ કરીઆગળ વધો અને જૂની તકરારો કે વ્યવહારની રીતભાતો હવે કામની નહીં હોવાથી એનો ત્યાગ કરો. નવાં રોકાણો કરતાં પહેલાં કે લોન લેતાં પહેલાં આવશ્યક તમામ માહિતી ભેગી કરી લેવી. સંબંધોમાં તંગદિલી આવી હોય તો એના હલ પર લક્ષ કેન્દ્રિત કરીને પરિસ્થિતિ સુધારી શકાય છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર જીવનશૈલીમાં ફેરફાર કરો, પરંતુ તબિયત બગડે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખો.

પાઇસિસ જાતકો કેવાં હોય છે? : પાઇસિસ જાતકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેઓ ઉદાર, દયાળુ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સદૈવ તત્પર હોય છે. આ જાતકો બીજા બધા કરતાં વધુ સ્વપ્નદૃષ્ટા હોય છે. તેઓ અતિશય સર્જનશીલ અને કલ્પનાશીલ હોય છે. તેમને ચીલાચાલુ બાબતો હૅન્ડલ કરવામાં તકલીફ પડી શકે છે. તેઓ સંબંધોને ઘણું મહત્ત્વ આપનારા હોય છે અને તેમને જેમના પ્રતિ પ્રેમ હોય તેમની ઘણી કાળજી લેનારા હોય છે. તેઓ અદભુત લેખક, કવિ, સંગીતકાર અને કળાકાર બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 06:34 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK