કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ સાથે કેવી રીતે કામ લેવું એ વિશે અસ્પષ્ટતા હોય તો નવી દૃષ્ટિએ વિચાર કરવો આવશ્યક છે. પારિવારિક નાણાકીય બાબતોનું ધ્યાન રાખનારાઓએ પોર્ટફોલિયોની સમીક્ષા કરીને જરૂરી ફેરફાર કરવા.
જીવનસુધાર માટે સૂચન: જૂની પુરાણી રીતરસમોને તિલાંજલિ આપવી. પરિવર્તનની પ્રક્રિયા અપ્રિય લાગતી હોય તો પણ એના માટે તૈયારી રાખવી.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
દસ્તાવેજો, સંદેશાઓ અને ઑનલાઇન સંદેશવ્યવહારમાં પ્રત્યુત્તર આપતાં પહેલાં એક વાર તપાસી જાઓ. નબળી પાચનશક્તિ હોય તો ખાણી-પીણીની સાવચેતી રાખવી.
જીવનસુધાર માટે સૂચન: પોતાની કાળજી માટે આવશ્યક હોય એ બધું જ કરવું. પોતાના સ્રોતો ભેગા કરવા માટેનો અને ભાવિ આયોજન કરવા માટેનો સમય આવી ગયો છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
રાબેતા મુજબ ચક્રમાં અટવાયા વગર કામધંધામાં તથા અંગત જીવનમાં શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી લેવો. ઉતાવળે નાણાકીય નિર્ણયો લેવા નહીં.
જીવનસુધાર માટે સૂચન : મર્યાદામાં બંધાઈ રહેવાનો સમય નથી. ડર લાગે એ સ્વાભાવિક છે, પરંતુ તમે ડરપોક છો એવી છાપ પડવી જોઈએ નહીં. તમે પ્રગતિ કરતા અટકી જાઓ એ બરોબર નથી.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
દૂરના સંબંધીઓ સાથેનાં સમીકરણો સુધારવા પર ધ્યાન આપજો. જટિલ પારિવારિક મુદ્દાઓમાં અટવાતા નહીં. રોકાણો વખતે સલામતીનો વિચાર પહેલાં કરજો.
જીવનસુધાર માટે સૂચન : તમે જે સ્થિતિને અતિક્રમી ગયા હો એનાથી આગળ વધો અને પોતાના માટે નવો માર્ગ શોધી લો. પોતાના માટે ઊભી કરેલી મર્યાદાઓમાં બંધાઈ જતા નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
હાલ યોગ્ય નિર્ણય લેવામાં ભૂતકાળ વચ્ચે આવવો જોઈએ નહીં. ક્યારેક લોકો નિરર્થક વાતો કહેતા હોય છે અથવા તો ફેરવી તોળતા હોય છે આથી એવા લોકો બાબતે સાવચેત રહેવું.
જીવનસુધાર માટે સૂચન : જીવનની ગતિ ધીમી કરી દો અને પરિસ્થિતિને નવી નજરે જુઓ. ખોટા રસ્તે ભટકી જવાને બદલે ધીમા પડવું સારું.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જીવનશૈલી શિસ્તબદ્ધ બનાવો અને સમય તથા ઉંમરને લીધે આવતી મર્યાદાઓનું ધ્યાન રાખો. બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે રોકાણ પર લક્ષ આપો.
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ બંધ કરી દો તો બધું જાતે થાળે પડી જતું હોય છે. બધું કામ તમારે એકલાએ જ કરવું જરૂરી નથી.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
શક્ય હોય ત્યાં સુધી કાગનો વાઘ થવા ન દો. જો તમે કોઈ અંગત બાબતનો હલ લાવવા માગતા હો તો વિશ્વસનીયતા પુરવાર કરી ચૂકેલી વ્યક્તિ પર જ વિશ્વાસ મૂકજો.
જીવનસુધાર માટે સૂચન : ખરેખર જેનું મહત્ત્વ હોય એ જ કરો. ક્ષુલ્લક બાબતોની પાછળ સમય બગાડો નહીં. જીવન સરળ બનાવો અને બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
વ્યવસાયમાં પ્લાન બરાબર કામ કરી રહ્યો ન હોય તો નવેસરથી પ્લાન બનાવો. હૃદયની તકલીફ કે હાઈ બ્લડ-પ્રેશર હોય તો પોતાની વધુ કાળજી રાખવી.
જીવનસુધાર માટે સૂચન : લાગતી-વળગતી દરેક બાબતે સ્પષ્ટતા કરી લેવી અને જેનો તમને લાભ થતો ન હોય એ સ્થિતિની બહાર નીકળી જવું. મહત્ત્વનું હોય એના માટે જ વિચારવાનો સમય કાઢવો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
પરિણામની પરવા કર્યા વગર પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરવા. મોટી ઉંમરે જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. આરોગ્ય સુધરે એવી બાબતોને મહત્ત્વ આપો
જીવનસુધાર માટે સૂચન : ભવિષ્ય વિશેનો છોછ દૂર કરી સપનાં સાકાર કરવા માટેનું કાર્ય શરૂ કરવા સાનુકૂળ સમય છે. તમે સંકોચ કરશો તો ઘણી તકો ગુમાવી બેસશો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
બાજી પોતાના હાથમાં લઈ લો અને જેની જરૂર હોય એ જ કરો, પછી ભલે એમ કરવાની તમારી જવાબદારી ન હોય. કાનૂની બાબતમાં અટવાયા હો તો પૅપરવર્ક તપાસી લેવું.
જીવનસુધાર માટે સૂચન : તમારાં લક્ષ્યો વચ્ચે આવતા અવરોધો દૂર કરવા તમે સક્ષમ અને સાધનસંપન્ન પણ છો. પોતાના જીવનસુધાર માટે પડકારોને પગથિયાં ગણો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ નવા આઇડિયા પર થોડું વધુ કામ કરવાની અને મામૂલી ફેરફારો કરવાની જરૂર છે. તબિયત સંભાળજો. પૂરતી ઊંઘ લેજો અને ભોજનમાં ધ્યાન રાખજો.
જીવનસુધાર માટે સૂચન : આસપાસના લોકો પાસેથી મદદ માગવામાં સંકોચ કરતા નહીં. બધું કામ તમારે એકલાએ જ કરવું જરૂરી નથી એ યાદ રાખજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
પોતાનાં લક્ષ્યો બાબતે સ્પષ્ટતા રાખજો. જો તમે સાચા લક્ષ્ય તરફ ધ્યાન નહીં આપો તો કાગનો વાઘ થઈ જવાની શક્યતા છે.
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ વિષયે બૃહદ્ ચિત્રને ધ્યાનમાં રાખીને ચાલવું અને ઝીણી-ઝીણી બાબતોમાં મૂંઝાઈ જવું નહીં. તમે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શું કરી રહ્યા છો એનો વિચાર કરવો.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : ખંતપૂર્વક કામ કરો અને પડકારોથી વિચલિત થઈ જાઓ નહીં. નવા વિચારો અને પ્લાનની અથવા તો લક્ષ્યમાં થોડો ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય બાબતોમાં વ્યવહારુ અભિગમ અપનાવવો જરૂરી છે. તમારે કોઈ પણ રોકાણ લાંબા ગાળાનો વિચાર કરીને કરવું. સંબંધો માટે સાનુકૂળ સમય છે. જેઓ સંબંધમાં બંધાઈ ગયા છે તેઓ એને આગળ વધારી શકે છે.
ટૉરસ જાતકોની અજાણી બાજુ : ટૉરસ જાતકો પરિવર્તનનો ઝટ સ્વીકાર કરી લે એવા નથી હોતા. ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ અમુક હદ સુધી સ્થિરતાની સ્થિતિમાં આવી ગયા હોય. આને લીધે તેમનો વ્યક્તિગત અને વ્યવસાયી વિકાસ રૂંધાઈ જવાની શક્યતા રહે છે. તેઓ ભૌતિક ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપનારા હોય છે, જેને લીધે તેઓ સંબંધ કે તબિયત સાચવવા પર દુર્લક્ષ કરી બેસે એવી શક્યતા છે. ચીજવસ્તુઓ કે મનુષ્યો પ્રત્યેની આસક્તિને લીધે તેમને નુકસાન થઈ શકે છે.