Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

10 September, 2023 07:45 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ અગત્યનું કાર્ય કરતાં પહેલાં પૂરેપૂરી તૈયારી કરી લેવી આવશ્યક રહેશે. તમારી ગતિ મંદ પાડનારી અથવા તમારા માટે સારી ન હોય એવી કુટેવોથી દૂર રહેવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોની બાબતે નિર્ણયો લેવાના હોય ત્યારે ખૂબ જ કાળજી રાખવી. ખાસ કરીને સંબંધો વધારવાનો પ્રશ્ન હોય ત્યારે. કોઈ પણ પરિસ્થિતિને બીજાઓની દૃષ્ટિએ નહીં, પરંતુ પોતાની નજરે મૂલવવી.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


પોતાના સ્રોતોનો સારી રીતે ઉપયોગ કરવો. કોઈને પણ એનો બગાડ કરવા દેવો નહીં. સ્વયં રોજગાર કરનારાઓએ બિઝનેસ પ્લાન વિશે સમીક્ષા કરીને આવશ્યક ફેરફારો કરવા.
સંબંધો સાચવવા માટે સલાહ: દોસ્તી સહિતના સંબંધોમાં પોતાનાથી થાય એટલા વધુ પ્રયાસ કરીને સંબંધો ગાઢ બનાવવા, પરંતુ તમને અનુકૂળ ન આવતા હોય એવા સંબંધોને તજી દેવા. લોકો સાથે વધુ અર્થપૂર્ણ સંબંધો બાંધવા પર લક્ષ આપવું.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


કોઈ પણ પરિસ્થિતિમાં જો તમારા પર જ બધો બોજ આવી ગયો હોય તો બે ડગલાં પાછળ હટી જવું. ભૂતકાળને ભૂલી જવો. એના આધારે વર્તમાનમાં કોઈ વ્યવહાર કરવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: તમને સંબંધોની બાબતે કોઈ સલાહ આપવામાં આવે તો એનો અમલ કરતાં પહેલાં સાવચેતી રાખવી, પછી ભલે સલાહ આપનાર વ્યક્તિ લાંબા સમયથી તમારી પરિચિત હોય.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

નવાં કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે અથવા તો હાલની કુશળતા વધારવા માટે સારો સમય છે. પૂરતું સંશોધન કર્યા પછી જ નવાં રોકાણો કરવાં.
સંબંધો સાચવવા માટે સલાહ : મિત્રોને મળો ત્યારે સકારાત્મક વ્યવહાર રાખવો, પછી ભલે તમને કંટાળો આવતો હોય. જેનો કોઈ હલ ન હોય એવી બાબતોમાં બિનજરૂરી દલીલો કરવી નહીં કે અહમ્ વચ્ચે લાવવો નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારી સામેના પડકારો કે ફેરફારો વાસ્તવમાં તમારા લાભ માટે છે. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ ધરાવતા બિઝનેસમૅન માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : અવિચારીપણે કે ઉદ્ધતાઈથી બોલવું નહીં. કુંવારાઓ માટે સમય સારો છે, પરંતુ એમણે સંબંધ સ્થાપવાની ઉત્સુકતા દર્શાવવી જરૂરી છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

સ્વયં રોજગારીઓએ કોના પર વિશ્વાસ મૂકવા જેવો છે એ જાણી લેવું. ભૂતકાળની કોઈ પરિસ્થિતિ બાબતે વ્યવહાર કરવાનો આવે ત્યારે સામે ઉપસ્થિત તમામ વિકલ્પોનો વિચાર કરી લેવો.
સંબંધો માટે સલાહ : તમારી વાતચીતમાં સંપૂર્ણ સ્પષ્ટતા હોવી જરૂરી છે. કોઈના પણ વિશે મત બાંધી લેવો નહીં કે નિષ્કર્ષ પર પહોંચી જવું નહીં. લગ્ન કરવા માટે વિચાર કરવાનો સમય છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જે વસ્તુ બદલવાની જરૂર છે એ બદલવાની સંપૂર્ણ તૈયારી રાખવી અને આત્મવિશ્વાસ કેળવવો. નવા કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માગતા સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : બોલતા પહેલાં વિચાર કરી લેવો અને કોઈની લાગણી દુભાય એવું બોલવું નહીં. ઑનલાઇન સંબંધ હોય એમણે પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટો શૅર કરતી વખતે ઘણી જ સાવચેતી રાખવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ સંદેશવ્યવહારનો તરત જવાબ આપવો અને વિચારોમાં સ્પષ્ટતા રાખવી. રોકાણસંબંધી બાબતો કે વારસામાં મળેલી મિલકત તથા પારિવારિક નાણાકીય બાબતોના વ્યવહારમાં ઘણું સાચવવું.
સંબંધો સાચવવા માટે સલાહ : લોકો જે કહે છે એના પર નહીં, પરંતુ જે કરે છે એના પર ખાસ લક્ષ આપવું. મૈત્રી અને બીજા સંબંધોમાં સુમેળ જાળવવા માટે પોતાનાથી બનતો પ્રયાસ કરવો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમે સારામાં સારી રીતે જવાબદારી નિભાવી શકો એટલાં જ કાર્યો માથે લેવાં. પૂરાં કરી શકાય નહીં એવાં કામની જવાબદારી લેવી નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : લાગણીઓથી દોરવાઈ જવું નહીં, કારણ કે એમ કરવામાં ખોટા નિર્ણયો લેવાઈ જવાનું જોખમ છે. સંબંધોની બાબતે મન સ્થિર થાય પછી જ કોઈ વિચાર કરવો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

વ્યાવસાયી અને અંગત જીવનમાં શિસ્તબદ્ધ કાર્ય કરવું. ક્યાંય આળસ કરવી નહીં. તબિયતની થોડી વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : પરિવાર પર અને પારિવારિક બાબતો પર પૂરતું ધ્યાન આપો. પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખવી અને સમજદારીથી કામ લેવું. બીજાઓની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવું.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

અહમ્ને વચ્ચે લાવ્યા વગર વાતનો સ્વીકાર કરવો અને એમાંથી શીખવું. ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખવી. અકસ્માતનું જોખમ છે. આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ કરવા માટે સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : અચાનક કોઈ નવી પરિસ્થિતિ આવીને ઊભી રહે તો યોગ્ય નિર્ણયો લેવા. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિનું થોડું વધુ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

મોટું રોકાણ કરવા માગે છે તેમણે તમામ વિકલ્પોનો અભ્યાસ કરવો. બોલવામાં ક્યાંય ઉદ્ધતાઈ કે ધૃષ્ટતા લાગવી જોઈએ નહીં.
જીવનસુધાર માટે સૂચન: કોઈ પણ પરિસ્થિતિમાં તર્કપૂર્ણ વિચાર કરવાનું સારું લાગતું હોય છે, પરંતુ એમ કરવામાં મનુષ્ય લાગણીઓની ભૂમિકાને ભૂલી જાય છે. આથી મગજ અને હૃદય બંનેનું સંતુલન સાધવાનો પ્રયાસ કરવો.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય :

તમારા અંતરાત્માના અવાજ પર ખાસ ધ્યાન આપવું અને પોતાની નબળાઈઓ દૂર કરવા માટે મજબૂત પાસાંને વધુ સક્ષમ કરવાં. જરૂર પડ્યે દુરાગ્રહ નહીં, પરંતુ આગ્રહ ચોક્કસ રાખવો. તમારી આદતો તમને લક્ષ્યો સુધી પહોંચવામાં અવરોધરૂપ બને છે કે કેમ એનો ખાસ વિચાર કરી લેવો અને બાધાજનક બનનારી બાબતો દૂર કરવાના રસ્તાઓ શોધવા. જાત સાથે પ્રામાણિક બનવું અને પડકારોનો સામનો કરવાની દૃષ્ટિએ પોતાની જાત સાથે અને બીજાઓ સાથે પ્રામાણિક રહેવું.

વર્ગો જાતકો માતા-પિતા તરીકે કેવા હોય છે?

વર્ગો જાતકો વ્યવહારુ અને સ્થિરતા ધરાવતાં હોય છે. સામાન્ય રીતે તેઓ સંતાનોના જીવનનો મજબૂત પાયો ઘડતાં હોય છે. તેઓ થોડાં આકરાં પણ હોય છે. આથી એમણે ક્યારેક સંતાનોને અભિનંદન આપવા જેવું હોય ત્યારે અભિનંદન આપવાં જોઈએ, જેથી એમની કમી સંતુલિત થઈ જાય. એમણે સંતાનોને આરોગ્યપૂર્ણ આદતો શીખવતી વખતે અતિરેક કરવો જોઈએ નહીં અને આવશ્યક હોય ત્યારે ફ્લેક્સિબલ બનવાની તૈયારી રાખવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2023 07:45 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK