Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

28 January, 2024 09:34 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

તબિયત બગડી હોય તો તત્કાળ ઇલાજ કરાવવો. આપમેળે સારું થઈ જશે એવી વૃત્તિ રાખવી નહીં. અંગત અને વ્યાવસાયી બાબતોમાં પેચીદી સ્થિતિથી બચીને રહેવું. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....      
કામના સ્થળે તમારી ક્ષમતા મુજબનો શિરપાવ મળે એ વાતની તકેદારી લેવી અને કોઈ સહયોગી તમારા આઇડિયાની ચોરી કરી જાય કે પછી તમને ઓછા આંકે એવું થવા દેવું નહીં. મજબૂત પાયો રચવા પર લક્ષ આપવું. તમારી મહેનત એળે નહીં જાય. તબિયત બગડી હોય તો તત્કાળ ઇલાજ કરાવવો. આપમેળે સારું થઈ જશે એવી વૃત્તિ રાખવી નહીં. અંગત અને વ્યાવસાયી બાબતોમાં પેચીદી સ્થિતિથી બચીને રહેવું. 


ઍક્વેરિયસ 
જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?       
ઍક્વેરિયસ જાતકો સાથે મૈત્રી કેળવવાનું થોડું અઘરું બની શકે છે, પરંતુ એક વખત દોસ્તી જામી જાય પછી તેઓ લાખેણી વ્યક્તિ હોય છે. તેમને આપેલું વચન તોડનારા લોકો જરા પણ ગમતા નથી. જો તેમને લાગે કે મિત્ર તેમનું માન જાળવતા નથી તો તેઓ દોસ્તી તોડતાં અચકાતા નથી. તેઓ પરિસ્થિતિને વિશાળતામાં જોઈ શકે છે અને તેથી જ જો તમને કોઈ પરિસ્થિતિ અલગ દૃષ્ટિએ જોવી હોય તો ચોક્કસપણે તેમની પાસે જઈ શકાય. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમારી આદતોની તથા અર્ધજાગૃત મનની વૃત્તિઓને લીધે તમારા વર્તન પર કેવી અસર થાય છે એનો વિચાર કરો અને આવશ્યક ફેરફારો કરો. પૂરતી માહિતી ભેગી કરીને સમજી-વિચારીને નિર્ણયો લો. 
સંબંધો સાચવવા માટે સલાહ: દોસ્તી અને બીજા સંબંધોને ટકાવી રાખવા માટે જેટલી જરૂરી હોય એટલી જ જવાબદારી માથે લેજો. સગાઈ થઈ ગઈ હોય તો પરિણયગ્રંથિથી બંધાવાનો નિર્ણય લઈ શકાય. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમે અત્યાર સુધીમાં કયા રસ્તે જવાનું નક્કી કર્યું છે અને ક્યાં સુધી પહોંચ્યા છો એની સમીક્ષા કરો. અત્યારે જરૂર લાગે તો પોતાના અભિગમમાં અથવા અભિપ્રાયમાં ફેરફાર કરવો.  
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધોમાં તંગદિલી આવી ગઈ હોય તો એ પરિવર્તનનો સ્વીકાર કરવો તથા પ્રવર્તમાન સંજોગોમાં પોતાનાથી બનતા પ્રયાસ કરવા. જે જરૂરી ન હોય એનો ત્યાગ કરવામાં અચકાવું નહીં. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પોતાનાં સંસાધનોના ઉપયોગ વિશે સલાહ જોઈતી હોય તો માર્ગદર્શન લેવું. જ્યાં જરૂર હોય ત્યાં તમારે આગળ પડતી ભૂમિકા ભજવવી અને સત્તા હાથમાં લઈ લેવી. 
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધમાં માનસિક તાણ હોય તો બારીકીપૂર્વક વિચાર કરવો અને જે ભૂમિકા ભજવવી પડે એ ભજવવી. કોઈ પણ પરિસ્થિતિમાં પરિપક્વ વર્તન કરવું અને બધાને સ્વીકાર્ય હોય એવી પરિસ્થિતિ સર્જવી.     

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડે એમ હોય તો લાંબા સમય સુધી એને પાળી શકાશે કે નહીં એનો વિચાર કરજો. તત્કાળ વળતર મેળવવાની ઇચ્છા રાખ્યા વગર લાંબા ગાળા માટે રોકાણ કરજો. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ વધારે પડતું સારું વર્તન કરવા લાગે તો ચેતવું. મિત્રો જોડે અંગત બાબતોની ચર્ચા કરવાનું ટાળવું. સંબંધ શુષ્ક હોય તો શું અપેક્ષા રાખો છો એનો વિચાર કરવો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમને કોઈ પ્રોજેક્ટ પડકારભર્યો લાગતો હોય તો એના વિશે ઝીણવટભર્યો વિચાર કરવો. પોતાના આરોગ્યની કોઈ પણ બાબત પ્રત્યે દુર્લક્ષ કરવું નહીં.  
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધોમાંથી તમે શું અપેક્ષાઓ રાખો છો એની સમીક્ષા કરી લેજો. પ્રિયકર કે જીવનસાથીથી દૂર રહેનારા જાતકોએ સંબંધની ઉષ્મા ટકાવી રાખવા માટે થોડી વધુ જહેમત ઉઠાવવી પડશે.  

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરજો. નવી શરૂઆતથી ડરતા નહીં. બિઝનેસની મૂળભૂત બાબતોનો વિચાર કરીને એમાં મજબૂતી લાવવી. 
સંબંધો સાચવવા માટે સલાહ : માતા-પિતા, સાસરિયાં અને સત્તા ધરાવનારા પરિવારજનો સાથેના સંબંધો પર ધ્યાન આપજો. તમારા પ્રિયતમ કે જીવનસાથી દૂર રહેતા હોય તો કોઈક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની તૈયારી રાખજો. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

નવું કૌશલ્ય મેળવવા શીખવાની વૃત્તિ રાખવી. નકારાત્મકતાને હાવી થવા દેવા નહીં. પોતાનામાં પરિવર્તન લાવવા ઇચ્છતા હો તો અપેક્ષાઓનો વિચાર કરી લેવો. 
સંબંધો સાચવવા માટે સલાહ: ઘરેડમાં કેવું વર્તન કરી બેસો છો એનો વિચાર કરજો અને જરૂરી ફેરફાર લાવવા માટે પ્રયાસ કરજો. બન્ને પક્ષે સુધારો લાવવાની તૈયારી હોય તો સંબંધોમાં અવરોધોને અતિક્રમી શકાય છે.   

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયાઓ આપતા રહેવાને બદલે સમજી-વિચારીને આગળ વધવું. આર્થિક ખેંચ રહેતી હોય તો બિનજરૂરી ખર્ચથી બચીને રહેવું. શક્ય હોય ત્યાં સુધી બજેટની અંદર જ રમવું.  
સંબંધો સાચવવા માટે સલાહ: માત્ર ગપગોળો હોય એવી બાબતમાં પ્રતિક્રિયા આપવી નહીં. અન્યથા તમે વિચિત્ર સ્થિતિમાં મુકાઈ જશો. તમારી સાથે પ્રામાણિકતાપૂર્વક વ્યવહાર કરતા હોય એવા લોકોને  બિરદાવજો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જૂની રીત છોડી અલગ અભિગમ અપનાવજો. આર્થિક બાબતો અને રોકાણો પર નજર કરવાનો સારો સમય છે. બિનજરૂરી ખર્ચ થઈ જતા હોય  કે વળતરમાં કમી આવી હોય એ બાબતો પર વિશેષ લક્ષ આપવું. 
સંબંધો સાચવવા માટે સલાહ: પડકારભર્યા સંજોગોને કેવી રીતે સંભાળો છો એનો વિચાર કરવો અને આવશ્યક હોય તો અભિપ્રાય બદલવાની તૈયારી રાખવી. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે.    

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

દરેક પરિસ્થિતિમાં નિર્ણયો લેતાં પહેલાં ઊંડા ઊતરીને સઘન ચકાસણી કરી લેવી અને લાંબી અસરોને ધ્યાનમાં લેવી. ઓછા સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવો હોય તો વધુ મહેનત કરવી જ પડશે. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પરિસ્થિતિ વિશેના તમારા વિચારો સાચા જ હોય એ જરૂરી નથી. બાહ્ય દેખાવ પર જવું નહીં. મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં આકલનશક્તિનો ઉપયોગ કરવો. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જીવનશૈલીને લગતા ફેરફારો કરવા કે ખોટી આદતોનો ત્યાગ કરવા માટે સારો સમય છે. પૂરતું પાણી પીવાનું અને પૂરતી ઊંઘ લેવાનું રાખજો. 
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ પારિવારિક બાબત પર લક્ષ આપવાની જરૂર હોય એવા સમયે બીજાઓના અભિપ્રાયોથી વિચલિત થતા નહીં. સંવાદમાં સ્પષ્ટતા રાખવી અને જે સાચું હોય એ બોલી દેવામાં સંકોચ કરવો નહીં. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમને જેમાં ઊંડો રસ છે એવી હૉબી માટે સમય ફાળવવો અને એમાં પરફેક્ટ બનવા પર જોર આપવું નહીં. કાનૂની બાબતોમાં ખૂબ જ કળપૂર્વક અને સમયસર કામ લેવું પડશે. 
સંબંધો સાચવવા માટે સલાહ: જરૂરી પરિવર્તન ચોક્કસ લાવવું અને મહત્ત્વપૂર્ણ ન હોય એવી બાબતોનો ત્યાગ કરવો. છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થનારાઓએ આકરા નિર્ણયો લેવા પડી શકે છે.      

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2024 09:34 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK