સૂર્યગ્રહણ ખાસ તો કષ્ટદાયી માનવામાં આવે છે. જો કે, આ સમયે ખાસ પૂજા તર્પણ, પિતૃ કાર્ય, તંત્ર કર્મ માટે ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણના આરંભ થયા બાદ સ્નાન કરીને જપ કરવા.
Solar Eclipse
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
આ વખતે દીવાળીનો (Diwali 2022) તહેવાર પૂરો થતાં જ સૂર્યગ્રહણ (Solar Eclipse) લાગવાનું છે. પંડિત મનોજ ત્રિપાઠી પ્રમાણે, આ વર્ષે જે સૂર્યગ્રહણ (Solar Eclipse) લાગવાનું છે, તે 25 ઑક્ટોબરના હશે. સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલા લાગશે. સૂર્યગ્રહણ ખાસ તો કષ્ટદાયી માનવામાં આવે છે. જો કે, આ સમયે ખાસ પૂજા તર્પણ, પિતૃ કાર્ય, તંત્ર કર્મ માટે ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણના આરંભ થયા બાદ સ્નાન કરીને જપ કરવા. ગ્રહણ પૂરું થયા પછી દાન કરવા. તેથી ગ્રહણના પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યગ્રહણના મધ્યના કષ્ટ તમને પ્રાપ્ત થતા નથી.
ભારતમાં સૂર્યગ્રહણની તારીખ અને સમય (Surya Grahan 2022 India Date &Timings )
ભારતમાં આ સૂર્યગ્રહણ દિવસે એટલે કે બપોરે 2 વાગીને 29 મિનિટે શરૂ થઈ જશે અને લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત થયા પછી પણ ગ્રહણ લાગેલ રહેશે. સાંજે 6 વાગીને 32 મિનિટે ગ્રહણ પૂરું થશે.
ADVERTISEMENT
આ સૂર્યગ્રહણનો પ્રભાવ સંપૂર્ણ ભારતમાં બધા લોકો પર ખાસ રીતે પડવાનો છે. આ સૂર્યગ્રહણ ભોમ માસી અમાસના દિવસે લાગી રહ્યું છે. તે દિવસે રાજ ભંગનું કાર્ય થઈ શકે છે. યુદ્ધ ઉશ્કેરવાનું કામ પણ થઈ શકે છે. આ સૂર્યગ્રહણના પ્રભાવથી અનેક દંગા અને રોગની વૃદ્ધિ જોવા મળી શકે છે.
સૂર્યગ્રહણનો આ રાશિઓ પર પડશે પ્રભાવ (Surya Grahan 2022 Effects On Zodiac Signs)
આ સૂર્યગ્રહણની અસર જુદી જુદી રાશિના જાતકો પર જુદી જુદી રીતે પડે છે જેમ કે જ્યાં મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિની વાત કરીએ તો કર્ક સિવાય પહેલી ત્રણ રાશિઓ પર ચિંતા છે. મેષ રાશિની મહિલા જાતકોના પતિને વિશેષ કષ્ટ પડી શકે છે. જ્યાં કર્ક રાશિને ખાસ રીતે ધનલાભ થશે. સિંહ રાશિના જાતકોને કાર્ય સિદ્ધિ મળશે એટલે તમે જે કાર્ય છેલ્લા ઘણાં સમયથી અટકેલું છે, આ કારણે તેમને પુણ્ય પ્રાપ્ત થશે. કન્યા રાશિના જાતકોને ધનહાનિ, દુર્ઘટનાનો યોગ બને છે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ધનહાનિ થવાની શક્યતા બની રહી છે. ધનુ રાશિને આ સૂર્યગ્રહણ ઉન્નતિ અને લાભ આપશે. બન્ને રાશિ માટે સમાન રહેશે.
આ સૂર્યગ્રહણ ક્યાંક લાભ તો ક્યાંક હાનિ પહોંચાડશે પરંતુ આ સૂર્યગ્રહણમાં એક શુભ અવસર પણ છે. આ દિવસે આપવામાં આવેલા ગુરુ મંત્રોનું જાપ કરવું અને પોતાના ઈષ્ટ દેવતાની સાધના કરવી. જે લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે કે પિતૃદોષ છે. તે લોકો નદીના કિનારે જાપ કરીને સ્નાન કરે. ખાસ તો જેમની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણનો યોગ છે અથવા સૂર્ય શનિનો વિશેષ યોગ છે. એવા લોકો ખાસ દાન કરે, જેથી તમારું જીવન સુખમય બને.
ભારતના આ રાજ્યોમાં દેખાશે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ (Surya Grahan 2022 Visibility In India)
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ યૂરોપ, નૉર્થ ઈસ્ટ, આફ્રિકા અને વેસ્ટ એશિયામાં દેખાશે. ભારતની વાત કરીએ તો વર્ષના આ છેલ્લા સૂર્યગ્રહણને નવી દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા, ચેન્નઈ, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં દેખાશે. જ્યારે મેઘાલયની જમણી અને આસામ રાજ્યના ગુવાહાટીની આસપાસના ડાબી બાજુના વિસ્તારમાં સૂર્યગ્રહણ નહીં દેખાય.
સૂર્યગ્રહણના સમયે માત્ર વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સિવાય બધાએ સૂવા, ખાવા પીવાથી બચવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ખાસ તો ગ્રહણ દરમિયાન એક જ સ્થળે બેસવું જોઈએ. સાથે જ બેસીને હનુમાન ચાલીસા વગેરેનો પાઠ કરી શકાય. આથી ગ્રહણની અસર તેમના પર પ્રભાવહીન રહે છે.
રોગીને કોઈપણ પ્રકારે પરેશાન તવાની જરૂર નથી તે દવા પણ લઈ શકે છે અને પાણી પણ પી શકે છે. માત્ર આ સમય દરમિયાન જમવું ન જોઈએ. આ સમયે રાંધેલું અન્ન ખરાબ હોવાનું જોખમ વધારે હોય છે. આથી આ સમય દરમિયાન અન્ન રાંધીને ન રાખવું. દૂધ વગેરેમાં કુશા કે તુલસીની ડાળી નાખવાથી તે વિકિરણથી મુક્ત થાય છે. જે લોકોને ખાસ તો તંત્ર સાધના કરવી હોય તે લોકો માટે આ ખૂબ જ મોટી તક છે. તે લોકો પોતાના ગુરુએ આપેલા મંત્રનું જાપ કરે.
આ પણ વાંચો : Dhanteras પર શનિની બદલાશે ચાલ, આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ
સૂર્યગ્રહણના સમયે સૂર્ય દેવની પૂજા કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. ગ્રહણના દુષ્પ્રભાવ તમારા પર નહીં પડે. આ સમયે તમારા ગુરુ પાસેથી મળેલા મંત્રોના જાપ ચોક્કસ કરવા જોઈએ. જે તંત્ર વિદ્યાના જાણકાર છે, જે તાંત્રિક વિધિ દ્વારા જાપ પૂજન કરી શકે છે. જે સાધક છે તે લોકોને આ સમયમાં મંત્રોને પુનઃસ્થાપિત કરવા જોઈએ. સામાન્ય લોકોએ ગાયત્રી મંત્રનું મનમાં ને મનમાં જાપ કરવું જોઇએ. વિદ્યાર્થીઓ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સર્વોત્તમ છે હનુમાન ચાલીસા. તેમણે સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ.