Pradosh Vrat 2024: આજે આ વર્ષનું રવિ પ્રદોષ વ્રત છે. આજે એટલે કે 10મી ડિસેમ્બરે આરવિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવશે.
Pradosh Vrat 2024
ભગવાન મહાદેવની ફાઇલ તસવીર
હિંદુ ધર્મમાં વ્રત, પૂજા, ઉપવાસ વગેરેને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એવું પણ કહેવાય છે કે જો સાચા મનથી ઉપવાસ કરવામાં આવે તો વ્યક્તિને ઈચ્છિત વસ્તુ મળે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની દરેક તિથિએ કોઈને કોઈ વ્રત આવતું હોય છે, તેમાં પણ પ્રદોષ વ્રત (Pradosh Vrat 2024)નું ખૂબ મહત્વ છે.
આજે આ વર્ષનું રવિ પ્રદોષ વ્રત (Pradosh Vrat 2024) છે. આજે એટલે કે 10મી ડિસેમ્બરે આરવિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવશે. માર્ગશીર્ષ માસનું આ પ્રથમ પ્રદોષ વ્રત છે. જ્યારે પ્રદોષ વ્રત રવિવારે આવે છે ત્યારે તેને રવિ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બહોળા ભાવથી ભગવાનની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની દરેક પ્રાક્રની મનોકામના પૂર્ણ થતી હોય છે. બંને પક્ષોની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે.
ADVERTISEMENT
આજે રવિ પ્રદોષ વ્રતનો શુભ સમય ક્યારે છે?
આ વખતે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત (Pradosh Vrat 2024) ઉજવવામાં આવી રહ્યું છે. પ્રદોષ વ્રતની ત્રયોદશી તિથિ 10મી ડિસેમ્બરે એટલે કે આજે સવારે 7.13 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી ડિસેમ્બર એટલે કે આવતીકાલે સવારે 7.10 કલાકે સમાપ્ત થશે. આજે પ્રદોષ પૂજાનો શુભ સમય સાંજે 5:25થી 8:08 સુધીનો રહેશે.
રવિ પ્રદોષ વ્રત દરમિયાન ક્યા ઉપાયો કરવા જોઈએ?
જો રવિવારના દિવસે પ્રદોષ વ્રત (Pradosh Vrat 2024) આવે છે તો દરેક વ્યક્તિને લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું ફળ મળતું હોય છે. રવિ પ્રદોષ એક એવું વ્રત છે કે તેનું પાલન કરવાથી વ્યક્તિ લાંબુ અને સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકે છે. રવિ પ્રદોષનું વ્રત કરવાથી સૂર્ય સંબંધિત તમામ રોગો ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે. પરંતુ કોઈપણ વ્રત કે ઉપાસનાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે અને ભગવાનની પૂજા કરવામાં આવે.
આ રીતે કરવું જોઈએ પ્રદોષ વ્રત
સૌ પ્રથમ તો ઘર અને ઘરના મંદિરમાં સ્વચ્છતા કરવી. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભગવાન શિવ અને સૂર્યની પૂજા કરવી જોઈએ. સાથે જ ઉપવાસની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારા મનમાં કોઈ ખોટો વિચાર આવવા ન આવવા દેવો. તમારા શિક્ષક અને પિતા સાથે આદરપૂર્વક વાત કરો તેમ જ ઉપવાસની તમામ વિધિઓ દરમિયાન સ્વયંને ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ. પ્રદોષ વ્રત (Pradosh Vrat 2024) દરમિયાન ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. સાથે જ પ્રદોષ વ્રત દરમિયાન વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. પ્રદોષ વ્રત કથાના પાઠ કરવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભોલેનાથની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.