મિથ્યા અને ભ્રાન્ત ધારણાઓથી પ્રજા વધુ ને વધુ દુર્બળ થઈ ગઈ છે અને એ જ કારણ છે કે આપણી હિન્દુ પ્રજા બળવાન નથી બની રહી.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વાત ચાલે છે પેલી ટ્રેનમાં બે કન્યાની અને પેલા વિધર્મીઓની, જેની મનસા મેલી છે. બધા જોયા કરે છે; પણ ગઈ કાલે કહ્યું એમ બધાને દ્રષ્ટા બનીને રહેવું છે, કરવું કંઈ નથી. બન્ને દીકરીઓ હેરાન થતી ચૂપચાપ સફર આગળ વધારે છે. થોડી વારમાં બાવીસેક વર્ષની ઉંમરનો એક સિખ છોકરો ડબ્બામાં ચડે છે અને તેની નજર પેલી છોકરીની છેડતી કરતાં પેલાં ભૂંડો પર પડે છે.
છોકરીઓનો રડમસ ચહેરો જોઈને તેનું લોહી ઊકળી ઊઠે છે. તે પેલા ભૂંડોમાંથી એકનો કૉલર પકડીને ખેંચીને જોરથી ગાલ પર તમાચો ફટકારે છે અને પૂળાની માફક પ્લૅટફૉર્મ પર ફંગોળે છે. પેલો ચત્તોપાટ પ્લૅટફૉર્મ પર પડે છે. પેલો સિખ યુવાન બીજા ભૂંડને દંડ દેવા ફરે છે, પણ તે તો ક્યારનો ભાગી ગયો છે.
પાપ કાયર હોય છે જો એને પડકારનાર કોઈ હોય તો, પણ જો એને પડકારનાર કોઈ ન હોય તો એ પાપ જ બાપ બનીને છાતી પર ચડી બેસે છે.
સિખ યુવાનનું પરાક્રમ જોઈને બન્ને કન્યાઓની સાથે આખો ડબ્બો હર્ષની સાથે ‘હાશ’ અનુભવે છે. સૌકોઈ બોલી રહ્યા છે : ‘સારું કર્યું હો... સારું કર્યું હો...’
મને થાય છે કે પેલા સિખ યુવાને સારું તો કર્યું જ, પણ હજી મુદ્દાનું કામ તો બાકી જ રહી ગયું છે. આ મુદ્દાનું કામ એટલે ડબ્બામાં બેઠેલા દરેક દ્રષ્ટાને બબ્બે તમાચા ફટકારવાનું. કાયરો, તમારી કન્યાઓની છેડતી થતી હોય અને તમે દ્રષ્ટા થઈને બેસી રહ્યા છો અને હજારો કિલોમીટર દૂરથી આવેલો પીઠબળ વિનાનો આ એક છોકરડો આટલી હિંમત કરી શક્યો તો તમે પણ હવે દ્રષ્ટા થવાના તમાચા ખાતા જાવ. ક્યારેય ભૂલવું નહીં કે શાન્તિ સામર્થ્યથી આવતી હોય છે, આંખ મીંચી દેવાથી કદી નહીં. ધર્મથી પ્રજા તથા વ્યક્તિ સમર્થ બને. જે ધર્મથી પ્રજા સમર્થ ન બનતાં વધુ ને વધુ દુર્બળ બને એ ધર્મ નથી પણ ધર્માભાસ છે.
થોડા સમય પહેલાં મારે વિરમગામ જવાનું થયું. મારાં પુસ્તકો વાંચીને અને પ્રવચનો સાંભળીને એક અહિંસારાગી સજ્જન આવ્યા અને પૂછ્યું : ‘તમે લખ્યું છે કે સમુદ્રકિનારાની બહાદુર ખારવા કોમને આપણે આપણામાં સમાવી ન શક્યા એટલે એ કોમો ધર્માંતર કરીને ચાલી ગઈ. આ રીતે આપણે સમુદ્રકિનારાને લગભગ ખોઈ બેઠા છીએ. તો શું અમારે ખારવાઓને પોતાનામાં ભેળવવા માછીમારીનું અનુમોદન કરવું?’
મિથ્યા અને ભ્રાન્ત ધારણાઓથી પ્રજા વધુ ને વધુ દુર્બળ થઈ ગઈ છે અને એ જ કારણ છે કે આપણી હિન્દુ પ્રજા બળવાન નથી બની રહી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)