આ તારીખથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. આ વર્ષે આ દિવસ ખાસ છે, કારણ કે હિન્દુ નવા વર્ષ પર 5 રાજયોગ રચાવા જઈ રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
પંચાંગ મુજબ હિન્દુ નવું વર્ષ અને વિક્રમ સંવત 2080, 22 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. આ તારીખથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. આ વર્ષે આ દિવસ ખાસ છે, કારણ કે હિન્દુ નવા વર્ષ પર 5 રાજયોગ રચાવા જઈ રહ્યા છે. શશ, હંસ, નીચભંગ, બુધાદિત્ય અને ગજકેસરી આ પાંચ યોગ ચૈત્ર નવરાત્રીને દિવસે રચાશે. બીજી તરફ આ દિવસોમાં 5 ગ્રહ મીન રાશિમાં રહેશે. તેથી જ આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. આ હિન્દુ નવું વર્ષ કઈ રાશિ માટે શુભ રહેશે, આવી જાણીએ.
મકર રાશિ
ADVERTISEMENT
મકર રાશિના જાતકો માટે હિન્દુ નવું વર્ષ લાભદાયી સાબિત થશે. આ વર્ષે શનિદેવ મકર રાશિમાં કુંડળીના ધન ગૃહમાં ગોચર કરશે, જ્યારે ગુરુ એપ્રિલ પછી ત્રીજા ભાવમાં ગોચર કરશે. એટલા માટે આ સમયે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. વેપારીઓને ફસાયેલા નાણાં મળી શકે છે. મકર રાશિના જાતકો પોતાના પ્રભાવશાળી ભાષણથી દરેકના દિલ જીતી શકે છે. તેમની હિંમત અને બહાદુરીમાં પણ વધારો થશે. સાથે જ ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. જમીન-મિલકતની ખરીદીની પણ શક્યતા છે. તેમ જ અવિવાહિત લોકોના આ વર્ષે લગ્નન પણ યોગ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે હિન્દુ નવું વર્ષ સુખદ રહેશે. શનિદેવ મિથુન રાશિથી નવમા ભાવમાં છે, તો એપ્રિલ પછી ગુરુ ગ્રહ ગોચર કુંડળીના કર્મ ગૃહમાં ભ્રમણ કરશે. એટલા માટે આ વર્ષે ભાગ્ય તમારો સાથ આપશે અને શનિની પ્રકોપથી જે કામ અટકી ગયા હતા તે પૂર્ણ થવા લાગશે. તે જ સમયે, આ વર્ષે તમને કામ અને વ્યવસાયમાં પણ સારી સફળતા મળશે. આ સાથે અચાનક નાણાકીય લાભની શક્યતાઓ પણ છે. બીજી તરફ, નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની તકો સર્જાઈ રહી છે. પિતાનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વિદેશ પ્રવાસનો પણ યોગ છે.
આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
ધનુરાશિ
નવું વર્ષ ધનુરાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તેઓ આ વર્ષે કોઈ મિલકત અથવા વાહન ખરીદી શકે છે. તેની સાથે અધૂરા રહેલા કાર્યો પણ પૂરા થશે. ઉપરાંત, નોકરીની સારી તકો મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ નવા વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ તમને માતૃપક્ષે સહયોગ મળશે. બીજી બાજુ, જેમનો વ્યવસાય સ્થાવર મિલકત, જમીન-સંપત્તિ અથવા ખાણી-પીણી સાથે સંબંધિત છે, તેમના માટે આ સમય ઉત્તમ છે. ઉપરાંત, આ વર્ષે માર્ચની આસપાસ, નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે.