ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો : ઐં શ્રીં શક્તયૈ નમઃ નું પઠન કરવાથી જીવનમાં આવતાં દુઃખ દૂર થાય છે અને મન પ્રસન્ન રહે છે
નમો નવદુર્ગા
મા ચંદ્રઘંટા
આજે નોરતાંનો ત્રીજો દિવસ પણ એની પહેલાં વાત કરવાની છે વર્ષ દરમ્યાન આવતી નવરાત્રિની. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાંથી બે ગુપ્ત ને બે પ્રગટ નવરાત્રિ ગણવામાં આવે છે. પ્રગટ નવરાત્રિ ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને આસો (સપ્ટેમ્બર-ઑક્ટોબર)માં આવે છે તો ગુપ્ત નવરાત્રિ અષાઢ (જૂન-જુલાઈ) અને મહા (ડિસેમ્બર-જાન્યુઆરી)માં આવે છે. ચૈત્ર નવરાત્રિ તંત્રસાધકોમાં ખૂબ પ્રસિદ્ધ છે તો શારદીય નવરાત્રિ માતાની આરાધના કરનારા ભક્તોમાં પ્રચલિત છે. જોકે આ તમામ નવરાત્રિમાં એક સમાનતા છે અને એ છે સંધિકાળ.