Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Makar Sankranti 2024: રાશિ પ્રમાણે કરજો આ વસ્તુઓનું દાન, આખા વર્ષનું પુણ્યનું ભાથું ભરાઈ જશે!

Makar Sankranti 2024: રાશિ પ્રમાણે કરજો આ વસ્તુઓનું દાન, આખા વર્ષનું પુણ્યનું ભાથું ભરાઈ જશે!

14 January, 2024 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Makar Sankranti 2024: આ દિવસે દાનનું વિશેષ મહત્વ રહેલું છે. જો આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. 

તમામ રાશિ અને દાન પુણ્ય માટેની પ્રતીકાત્મક તસવીર

તમામ રાશિ અને દાન પુણ્ય માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ રહે છે
  2. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે
  3. દરેક રાશિના જાતકોએ તેમના રાશિના સ્વામી અનુસાર દાન કરવું

નવા વર્ષની સરસ શરૂઆત થઈ ગઈ છે ત્યારે મકરસંક્રાંતિ (Makar Sankranti 2024)ને વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે. સાથે જ એવું પણ કહેવાય છે કે જો આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. 


નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસક્રાંતિ (Makar Sankranti 2024)માં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ જ કારણોસર આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પણ શુભ પરિણામ પ્રાપ્ત થત અહોય છે. આવો આજે જાણીએ કે આ દિવસે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન તમારે કરવું જોઈએ?



મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ છે, તેથી મેષ રાશિના લોકો મકરસંક્રાંતિ (Makar Sankranti 2024)ના દિવસે ગોળ અને મસૂરનું તેમ જ મચ્છરદાની અથવા તો તલનું દાન કરવું જોઈએ.


વૃષભ: જએ જાતકોની રાશિ વૃષભ છે તેઓએ આ દિવસે ઊની વસ્ત્રો એટલે કે ગરમ વસ્ત્રો અને તલનું દાન આપવું જોઈએ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી આ જાતકોએ દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું પણ શુભ મનાય છે.

મિથુન: ગરીબોને કાળા તલ અને મચ્છરદાનીનું દાન કરવું જોઈએ. 


કર્ક- કર્ક રાશિવાળા તલ, સાબુદાણા અને ઊનનું દાન કરવું જોઈએ. તિલકૂટનું દાન કરવાથી પણ પુણ્ય થશે.

સિંહ- સિંહ રાશિના લોકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. મકરસંક્રાંતિના દિવસે પીળા વસ્ત્રો પહેરીને તલ, ધાબળો અથવા મચ્છરદાનીનું દાન કરવું જોઈએ. 

કન્યા- આ રાશિના લોકોએ મકરસંક્રાંતિ (Makar Sankranti 2024)ના દિવસે તમારી ક્ષમતા મુજબ તલ, ધાબળા, તેલ, અડદની દાળનું દાન કરવું. 

તુલા- આ રાશિના લોકોએ સંક્રાંતિ તેલ, કપાસ, કપડા, સરસવ અને મચ્છરદાનીનું દાન કરવું જેથી લાભ મળશે. 

વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના જાતકોએ સંક્રાંતિ પર જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળા, ઊની કપડાંનું દાન કરવું. 

ધનુ- આ રાશિના લોકોએ સંક્રાંતિ તલ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ.

મકરઃ આ રાશિના લોકોએ તેલ, તલ, ધાબળો, પુસ્તકનું દાન કરવું જોઈએ. શનિ મકર રાશિના લોકોનો સ્વામી છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ.

કુંભ- કુંભ રાશિના લોકોએ સંક્રાંતિ (Makar Sankranti 2024) પર તલ, સાબુ, કપડા, કાંસકો અને ભોજનનું દાન કરવું જોઈએ. આ જાતકોનો સ્વામી શનિ હોવાથી સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

મીન- આ રાશિના લોકોએ સંક્રાંતિ પર તલ, ચણા, સાબુદાણા, ધાબળો અથવા મચ્છરદાનીનું દાન કરવું કરવાનું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK