મકર સંક્રાંતિ 2019 : સંક્રાંતિનું વાહન સિંહ, જાણો રાશિઓ પર પડતાં પ્રભાવ
મકર સંક્રાંતિ
ખાસ છે સંક્રાંતિનું વાહન
આ વખતે સંક્રાંતિનું વાહન સિંહ તેમજ ઉપવાહન ગજ અર્થાત હાથી હશે. એટલે કે 2019માં મકર સંક્રાંતિ સફેદ વસ્ત્ર ધારણ કરેલ સિંહ પર સવાર થઈને પ્રવેશ કરશે. તેણે સ્વર્ણ પાત્રમાં અન્ન ગ્રહણ કર્યું હશે અને કંકુ લેપ કરતાં ઉત્તર દિશા તરફ આગળ વધતી દેખાય છે. આ પરિસ્થિતિનો 12 રાશિ પર જુદા જુદા ફળ દેખાશે.
ADVERTISEMENT
રાશિઓ પર પ્રભાવ
મેષ રાશિને થશે ધન લાભ, વૃષભ રાશિને હાનિ પહોંચી રહી છે તો મિથુન રાશિને પણ થશે લાભ, તેની સામે કર્ક રાશિમાં કાર્યસિદ્ધિ યોગ છે. સિંહ રાશિવાળાને મળશે પુણ્ય લાભ, કન્યા રાશિને થઈ શકે છે કષ્ટ અને પીડા, તુલા રાશિના ભાગે આવે છે માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો, વૃશ્ચિક રાશિને ભય અને વ્યાધિની આશંકા છે. તો ધન રાશિને સફળતા મળી શકે છે. મકર રાશિવાળાએ રહેવું સાવધાન થઈ શકે છે વિવાદો, કુંભ રાશિના લોકોને થઈ શકે છે ધનલાભ તો મીન રાશિને થશે કાર્યસિદ્ધિ.
આ પણ વાંચો : મકર સંક્રાંતિ 2019 : રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન
મકર સંક્રાંતિનો તહેવાર
વર્ષ 2019માં મકર સંક્રાંતિનો તહેવાર 14 અને 15 તારીખે ઉજવવામાં આવશે. શાસ્ત્રોમુજબ જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેને સંક્રાંતિ કહે છે. આ ક્રમમાં જ્યારે સૂર્ય ગોચરવશ ભ્રમણ કરતાં મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે કાળ મકર સંક્રાંતિ નામે ઓળખાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીના સાંજે 7 વાગીને 51 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેસ કરશે, ત્યારે મકર સંક્રાંતિનો પ્રારંભ થશે. કારણકે હિંદૂ માન્યતા અનુસાર ઉદય તિથિ એટલે કે સૂર્યોદયના સમયે જે તિથિ હોય તેને જ માન્યતા આપવામાં આવે છે અને આ માન્યતા અનુસાર સૂર્ય 15 જાન્યુઆરીના સવારે મકર રાશિમાં હશે. તેથી આ દિવસે પણ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે.