Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > પાંચ તત્ત્વો ભગવાનના શરણમાં, તો તમે કેમ દૂર?

પાંચ તત્ત્વો ભગવાનના શરણમાં, તો તમે કેમ દૂર?

Published : 05 April, 2023 06:20 PM | IST | Mumbai
Morari Bapu

આ પાંચેય તત્ત્વ ભગવાનના શરણમાં છે. જો આ પંચતત્ત્વો ભગવાનના શરણમાં હોય તો પંચતત્ત્વથી બનેલું તારું શરીર ભગવાનને શરણે નથી એવું તું કઈ રીતે વિચારી શકે, એવું તું કઈ રીતે ધારી શકે?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માનસ ધર્મ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


એક નવયુવક સંત પાસે ગયો અને જઈને તેણે કહ્યું, ‘બાબા! મને ભગવાનના શરણમાં લઈ લો, મને શરણાગત બનાવી દો. મેં વિભીષણની શરણાગતિ સાંભળી, મેં શ્રીમદ વલ્લભની સાધનરહિતપણાની ચર્ચા સાંભળી. આ પ્રપતિ (અનન્ય ભક્તિ), આ પ્રસન્નતા, આ પ્રપન્નભાવ (શરણાગત ભાવ) મેં સંતો પાસેથી સાંભળ્યો છે, પરંતુ હું શરણાગત નથી બની શક્યો. કૃપા કરી તમે મને ભગવાનનો શરણાગત બનાવી દો.’


સંતે સસ્મિત તેની સામે જોયું અને પછી ધીમેકથી જવાબ આપ્યો, ‘થોડી વાર વિચારી લે અને હું જે પૂછું એનો જવાબ આપ...’
‘બોલો, બાબા...’
‘આ ધરતી, ભગવાનના શરણમાં છે કે નહીં?’



‘હા બાબા, છે જ...’
‘આ વાયુ, આ જળ, ભગવાનના શરણમાં છે કે નહીં?’ 
સંતે બીજો સવાલ પૂછ્યો કે તરત જ યુવકે જવાબ આપ્યો, ‘હા બાબા, છે અને એમાં કોઈ  શંકા નથી...’


સંતે ફરી સવાલ કર્યો, ‘આ તેજ, પ્રકાશ, ભગવાનના શરણમાં છે કે નહીં? એના વગર સૂર્યનો પ્રકાશ હોઈ શકે ખરો?’ 
યુવાને જવાબ આપતાં કહ્યું, ‘એ ભગવાનના શરણમાં છે. જો એ ભગવાનના શરણમાં ન હોત તો સૂર્ય આટલો પ્રકાશિત હોત જ નહીં...’

સંતે ફરી એક વાર યુવક સામે સ્મિત કર્યું અને પછી તેના માથા પર હાથ મૂકીને પ્રેમથી કહ્યું, ‘આ પાંચેય તત્ત્વ ભગવાનના શરણમાં છે. જો આ પંચતત્ત્વો ભગવાનના શરણમાં હોય તો પંચતત્ત્વથી બનેલું તારું શરીર ભગવાનને શરણે નથી એવું તું કઈ રીતે વિચારી શકે, એવું તું કઈ રીતે ધારી શકે?’


આ અજ્ઞાનતાનો પડદો દૂર કરવાનો છે. આપણા અહંકારને કારણે આપણે એવું સમજીએ છીએ કે આપણને સાચી ભક્તિ પ્રાપ્ત ન થઈ શકે. સંસારનાં સઘળાં તત્ત્વો ઈશ્વરના શરણમાં છે. આ જે આપણું પૂતળા જેવું શરીર છે એ પણ છેવટે તો પાંચ તત્ત્વોનું બનેલું છે અને એ પણ ભગવાનના શરણે જ છે. ભગવાન આપણને ભેટવા માટે તૈયાર છે, આપણે બસ આપણું જ શુદ્ધીકરણ કરવાનું છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 06:20 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK