Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > નિયમિત રીતે આવતાં નકારાત્મક સપનાંઓથી કેવી રીતે દૂર રહેવું?

નિયમિત રીતે આવતાં નકારાત્મક સપનાંઓથી કેવી રીતે દૂર રહેવું?

21 July, 2024 07:00 AM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

શાસ્ત્રોક્ત રીતે કેટલાક એવા રસ્તાઓ છે જે ખરાબ સપનાંઓ આવતાં રોકે છે. જેને નિયમિતપણે એવાં સપનાં આવતાં હોય તેમણે આ રસ્તાઓ અપનાવવા જેવા છે

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


બીમારી આવે તો સારવાર કરાવવી જોઈએ, પણ સાથોસાથ બીમારી ન આવે એ માટે પણ સજાગ રહેવું જોઈએ. ખરાબ સપનાં આવતાં હોય તો શું કરવું એની ચર્ચા આપણે ગયા રવિવારે કરી, હવે આજે આપણે વાત કરવાની છે ખરાબ સપનાં આવતાં બંધ કરવાં વિશે. ખરાબ સપનાંઓ અટકાવવાના અનેક ઉપાયો છે, જેમાંથી કેટલાક ઉપાયો એવા પણ છે જે અમલમાં મૂકવાનું કામ સહેલું છે. વાત કરીએ એવા ઉપાયોની.


૧. રાતે સાંભળો હનુમાન ચાલીસા



ભૂત-પિશાચ નીકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાએ... આ એક પંક્તિ જ પુરવાર કરી દે છે કે હનુમાન ચાલીસા કેવી રીતે ઉપયોગી પુરવાર થાય એમ છે. ખરાબ કે ભયજનક સપનાં આવતાં અટકાવવા માટેનો સૌથી સરળ રસ્તો છે કે રોજ રાતે સૂતાં પહેલાં હનુમાન ચાલીસાનું પઠન કરો, જો આવડતી ન હોય તો એ સાંભળી પણ શકાય. સાંભળવાથી પણ એટલું જ ચોક્કસ પરિણામ મળે છે. જો બાળકોને નાનપણથી રોજ રાતે સૂતાં પહેલાં હનુમાન ચાલીસા સંભળાવવામાં આવે તો બાળક નીડર બને છે અને સાથોસાથ તેના પર કોઈ પણ પ્રકારની નજર લાગવાનો પણ ભય રહેતો નથી.


૨.ઓમકારનું રટણ પણ લાભદાયી

હનુમાન ચાલીસાની જેમ જ ઓમકારનું રટણ પર રાતે સૂતા પહેલાં કરવામાં આવે તો એ પણ એટલું જ લાભદાયી પુરવાર થાય છે. ઓમને શિવજી સાથે સીધો સંબંધ છે, જે આપણે જાણીએ છીએ તો શિવજીની જટામાં રહેલો ચંદ્ર રાતનું પ્રતિનિધિત્વ કરે છે અને વિહ્વળ મન ચંદ્રના પ્રકાશમાં વધારે ઉગ્ર બનતું હોવાથી નકારાત્મક સપનાં આવે છે. જો રાતના સમયે સૂતાંની સાથે જ ઓમનું ચેન્ટિંગ કરવામાં આવે કે મંત્રની જેમ યોગમાં દર્શાવવામાં આવેલા અનુલોમ-વિલોમ કરતાં-કરતાં મનમાં ઓમકારનું રટણ કરવામાં આવે તો સાઉન્ડ-સ્લીપ આવે છે અને મન શાંત થાય છે, જેને લીધે સપનાંઓ આવતાં નથી.


ઓમકાર અને હનુમાન ચાલીસાની જેમ જ જો મહામૃત્યુંજય મંત્ર પણ સૂતાં પહેલાં સાંભળવામાં આવે તો એ પણ નકારાત્મક સપનાંઓથી દૂર રાખે છે.

૩. ચંદ્રને બનાવો ખુશનુમા

કહ્યું એમ, સપનાંઓને મન સાથે અને મનને ચંદ્ર સાથે સીધો સંબંધ છે. જેનો ચંદ્ર દૂષિત થયો હોય એ નાની વાતને પણ નકારાત્મક સ્તર પર મોટી બનાવી લે અને એ પછી એ વાત તેના મનમાં અકબંધ રહેતાં એ સુષુપ્ત અવસ્થામાં ઘર કરી જાય છે, જેને લીધે સપનાંઓ આવે છે. જો વારંવાર નકારાત્મક સપનાં આવતાં હોય અને એવું જેની સાથે લાંબા સમયથી ચાલતું હોય તેમણે રાતે સૂતાં પહેલાં દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ. દૂધમાં કશું પણ ઉમેરવું નહીં, દૂધ એના શ્વેત કલરમાં અકબંધ રહે એનું ધ્યાન રાખવું. આ ઉપરાંત આ પ્રકારની વ્યક્તિએ રાતે સૂવામાં ક્યારેય કાળા કલરનાં કપડાંનો ઉપયોગ પણ કરવો નહીં. સફેદ, પિન્ક કે પછી આછા યલો કલરનાં કપડાં જ નાઇટડ્રેસ તરીકે વાપરવાં. અન્ડર ગાર્મેન્ટ્સ પણ એ જ કલરનાં હોય એનું પણ ધ્યાન રાખવું.

૪. ઘરની નકારાત્મકતા દૂર કરો

ઘરમાં નેગેટિવ એનર્જી વધી ગઈ હોય એવા સમયે પણ ખરાબ સપનાંઓનું પ્રમાણ વધી શકે છે. ઘરની નેગેટિવિટી દૂર કરવાના અનેક ઉપાયો છે, જેના વિશે ભૂતકાળમાં વાત થઈ છે એટલે એ વિષય પર વધારે ચર્ચા કરવાને બદલે સરળ અને સહેલો ઉપાય અહીં જણાવી દઈએ છીએ.

આખા નિમકના એટલે કે સી-સૉલ્ટને પાણીમાં નાખીને આખા ઘરમાં એ પાણીથી પોતાં કરો. દરિયાઈ મીઠાનાં પોતાં કરવાથી ફ્લોર પર એના સહેજ ડાઘ પડશે, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. એ પોતાં કર્યા પછી અડધા કલાક પછી સાદા પાણીનાં પોતાં કરી ડાઘને દૂર કરી શકાય, પણ એ પહેલાં નહીં. એક કલાક તો એ દરિયાઈ મીઠાના પાણીથી થયેલાં પોતાંને અકબંધ રહેવા દેવાં. આ સિવાયનો બીજો પણ એક ઉપાય છે, જે મુંબઈ જેવા શહેરમાં કદાચ કારગત ન નીવડી શકે. ખરાબ સપનાં આવતાં હોય તે વ્યક્તિની સૂવાની જગ્યાની નીચે એટલે કે બેડની નીચે દરિયાઈ નિમકને પથારીને જેમ જ પાથરી દેવું અને ચોવીસ કલાક પછી એ નિમકને લઈ કમોડમાં ફ્લશ કરી દેવું. જોકે હવે મોટા ભાગે ડ્રૉઅરવાળા બેડ હોવાથી નીચે જગ્યા હોતી નથી એટલે કદાચ આ ઉપાય કરી ન શકાય. જો એવું હોય તો પ્રયાસ કરવો કે ઘરની નેગેટિવિટી દૂર કરવા દરિયાઈ નિમકના પાણીનાં પોતાં ઘરમાં શરૂ કરી દેવાં. શરૂઆતમાં એક વીક રોજ પોતાં કરવાં અને પછી પરિણામ જોઈને એ નિયમને અનુકૂળતા મુજબ આગળ વધારવો.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 07:00 AM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK