Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Diwali 2023: દિવાળીમાં ભૂલથી પણ આ દિશામાં ન પ્રગટાવવો જોઈએ દીવો, નહીં તો...

Diwali 2023: દિવાળીમાં ભૂલથી પણ આ દિશામાં ન પ્રગટાવવો જોઈએ દીવો, નહીં તો...

Published : 02 November, 2023 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઊજવવામાં આવતો તહેવાર એટલે દિવાળી. દિવાળી (Diwali 2023) એ પ્રકાશનો તહેવાર છે અને દિવાળીના દિવસે દરેક વ્યક્તિ દીવા પ્રગટાવે છે

દીવાની પ્રતીકાત્મક તસવીર

Diwali 2023

દીવાની પ્રતીકાત્મક તસવીર


દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઊજવવામાં આવતો તહેવાર એટલે દિવાળી. દિવાળી (Diwali 2023)એ પ્રકાશનો તહેવાર છે અને દિવાળીના દિવસે દરેક વ્યક્તિ દીવા પ્રગટાવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે શ્રી રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે સૌએ આનંદમાં ઘીનો દીવો પ્રગટાવ્યો હતો. તેથી જ દશેરાના 20 દિવસ પછી દિવાળી ઊજવવામાં આવે છે.


દિવાળીના અવસરે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ દીવા પ્રગટાવે છે અને દીવાઓથી ઘરને શણગારે છે, પરંતુ દિયાની રોશની સાથે સંબંધિત ઘણા નિયમો છે, જેને ધ્યાનમાં રાખવાના છે. દીવો પ્રગટાવવાની સાચી દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. અહીં જાણો દીવા પ્રગટાવવાથી સંબંધિત કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.



દીવો પ્રગટાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન


  • માન્યતા અનુસાર દિવાળી પર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવતો નથી. આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે અને કહેવાય છે કે આ દિશામાં દીવો ન કરવો જોઈએ.
  • દીવો પ્રગટાવવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર-પૂર્વ અથવા ઇશાન દિશા માનવામાં આવે છે. દીવો ઉત્તર-પૂર્વ તરફ મુખ કરીને પણ રાખી શકાય છે.
  • દિવાળીના દિવસે ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની સામે સૌથી પહેલાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જો તમે આવું નહીં કરો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.
  • તુલસીના છોડ પાસે દીવો રાખવો પણ શુભ છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
  • રસોડાની અંદર દીવો રાખવો જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે. અહીં દક્ષિણ-પૂર્વ ખૂણા પર પણ દીવો મૂકી શકાય છે.
  • દિવાળી પર, લોકો તેમના ઘરમાં મીણબત્તીઓ અને ઇલેક્ટ્રીક દીવા પ્રગટાવે છે, પરંતુ માત્ર તેલના દીવા જ પ્રગટાવવા જોઈએ. તેલ અથવા ઘીથી પ્રગટાવવામાં આવેલ દીવો શુભ માનવામાં આવે છે.
  • દીવાની ગોળ વાટને બદલે લાંબી વાટનો ઉપયોગ કરો. તે ભાગ્યશાળી માનવામાં આવે છે.
  • મહાલક્ષ્મી-કુબેરને પ્રસન્ન કરવા માટે ઘરની તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં દીવો પ્રગટાવી શકાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે તહેવારોની સીઝન આવે એટલે ઓછા રોકાણે વધુ લાભ મેળવવાના ચક્કરમાં મીઠાઈમાં વપરાતા મૂળ ઇન્ગ્રેડિયન્ટ એવા માવામાં ભેળસેળ કરીને એ માર્કેટમાં છૂટથી વેચાતો હોય છે અને એની મીઠાઈ બનાવવામાં આવે છે. જોકે એવા માવાની ​મીઠાઈ ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર એની અવળી અસર પડતી હોય છે. એથી એફડીએ (ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન) દ્વારા એના પર કાર્યવાહી કરાતી હોય છે. આ વર્ષે પણ એફડીએ દ્વારા એવો માવો વેચતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK