Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Diwali 2022: કોણ છે માતા લક્ષ્મીનાં ભાઈ? જાણો કેમ તેમના વગર અધૂરું ગણાય છે પૂજન

Diwali 2022: કોણ છે માતા લક્ષ્મીનાં ભાઈ? જાણો કેમ તેમના વગર અધૂરું ગણાય છે પૂજન

Published : 18 October, 2022 05:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તમે માતા લક્ષ્મી વિશે અનેકવાર ઘણું બધું સાંભળ્યું હશે, પણ શું તમે માતા લક્ષ્મીના ભાઈ વિશે જાણો છો, જેમના વગર મંદિરો અને અનુષ્ઠાનોમાં પૂજા અર્ચના પણ અધૂરી માનવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

Diwali 2022

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


કારતક મહિનાની અમાસે દીવાળી (Diwali 2022) ઉજવવામાં આવે છે. આ દિવસને ધનનાં દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દીવાળીની રાતે આપણાં ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે અને અન્ન ધનના ભંડાર ભરે છે. તમે માતા લક્ષ્મી (Goddess Laxmi) વિશે અનેકવાર ઘણું બધું સાંભળ્યું હશે, પણ શું તમે માતા લક્ષ્મીના ભાઈ વિશે જાણો છો, જેમના વગર મંદિરો અને અનુષ્ઠાનોમાં પૂજા અર્ચના પણ અધૂરી માનવામાં આવે છે.


સનાતન ધર્મમાં શંખને માતા લક્ષ્મીના ભાઈ માનવામાં આવ્યા છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મીના હાથમાં હંમેશાં એક શંખ જોવા મળે છે. જેમ મહાલક્ષ્મીની પૂજા કર્યા વગર ધનધાન્યની પ્રાપ્તિ ન થઈ શખે, તેમ જ શંખધ્વનિ વગર આધ્યાત્મિક શક્તિ અને સકારાત્મક ઉર્જાને પ્રાપ્ત કરવી પણ મુશ્કેલ છે. શંખને વિજય, સમૃદ્ધિ, સુખ, શાંત, યશ અને કીર્તિમાનના પ્રતીક માનવામાં આવે છે.



કેવી રીતે થઈ શંખની ઉત્પત્તિ?
માતા લક્ષ્મીની જેમ શંખની ઉત્પત્તિ પણ સાગરમાંથી થઈ છે. હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે, શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. શંખ તે 14 રત્નોમાનું એક છે, જે સમુદ્ર મંથન દરમિયાન નીકળ્યા હતા. આ કારણે દેવી લક્ષ્મી અને દક્ષિણાવર્તી શંખ બન્ને ભાઈ બહેન માનવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં શંખને લક્ષ્મીના નાના ભાઈ કહેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે શંખમાં દેવી દેવતાનો વાસ હોય છે. શંખ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રમુખ અને પ્રિય અસ્ત્ર પણ છે.


ઘરમાં શંખ રાખવાના ફાયદા (Benefits of keep Shankh in House)
તમે ઘણીવાર લોકોના ઘરના મંદિરમાં શંખ રાખેલા જોયા હશે. શું તમે જાણો છો કે ઘરમાં શંખ રાખવાથી શો લાભ થાય છે. જ્યોતિષ પ્રમાણે શંખ દ્વારા નીકળતા ધ્વનિના કાનમાં પડવાથી આરોગ્ય સ્વસ્થ રહેવાના આશીર્વાદ મળે છે. જ્યોતિષવિદ એ પણ કહે છે કે પૂજા દરમિયાન દરરોજ શંખ વગાડવાથી શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ટળી જાય છે. આ સિવાય શંખના ધ્વનિમાં ખુશહાલી અને સુખ શાંતિ લઈને આવે છે.

આ પણ વાંચો : Narak Chaturdashi: આર્થિક તંગીથી છો પરેશાન, તો કાળી ચૌદશે કરો આ ઉપાયો


દીવાળી કે ધનતેરસ પર ઘરે લાવો શંખ (Bring Shankh in House)
ધનતેરસ કે દીવાળીના દિવસે ઘરમાં શુભ વસ્તુઓ લઈને આવવાની પરંપરા છે. એવામાં તમે ઇચ્છો તો આ તહેવારો પર માતા લક્ષ્મીના નાના ભાઈ શંખને પણ ઘરે લાવી શકો છો. આ મામલે આમ તો દક્ષિણાવર્ત શંખ સૌથી ઉત્તમ માનવામાં આવે છે, પણ તમે વામવર્તિ શંખ, ગણેશ શંખ, ગૌમુખી શંખ, કૌરી શંખ, મોતી શંખ અને હીરા શંખ પણ ઘરે લાવી શકો છો. આ સિવાય, શિવરાત્રી અને નવરાત્રીના દિવસો પણ ઘરમાં શંખ લાવવા માટેનો સમય યોગ્ય માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2022 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK