ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરી દેવીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સોના-ચાંદીના સિક્કા કે આભૂષણ પણ.
Diwali 2022
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશીના નામે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસથી દીવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરી ભગવાનની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરી દેવીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સોના-ચાંદીના સિક્કા કે આભૂષણ પણ.
માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર બે દિવસ આવે છે. ધનતેરસની પૂજા 22 ઑક્ટોબરના થશે જ્યારે ખરીદી બન્ને દિવસ કરી શકાશે. ધનતેરસના દિવસે જ શનિ ગ્રહ મકર રાશિમાં ગોચર પણ થવાનું છે. શનિ, મકર રાશિમાં 23 ઑક્ટોબરના દિવસ સવારે 4 વાગીને 19 મિનિટ પર માર્ગી થશે. શનિના મકર રાશિમાં ગોચરની અસર બધા રાશિ પર પડશે. તો જાણો કઈ રાશિના જાતકો માટે આ વર્ષે ધનતેરસના અવસરે શનિના ગોચરથી ધનલાભ થશે.
ADVERTISEMENT
મિથુન રાશિ- ધનતેરસના અવસરે આર્થિક દ્રષ્ટિથી મિથુન રાશિના જાતકો માટે સમય સારો રહેશે. આ દરમિયાન તમારે કોઈ વારસો કે પૈતૃક સંપત્તિ તરીકે ભૂતકાળમાં કરવામાં આવેલા પોતાના કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ થકી ધનલાભ થવાની શક્યતા છે. આ દરમિયાન કોઈની સાથે વિવાદમાં ન પડવું, સાથે જ તમારી સાથે ઘરવાળાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું.
તુલા- ધનતેરસ પર થનારા શનિના પરિવર્તનને કારણે તમને ભૌતિક લાભ મળશે. જો તમે પૈતૃક સંપત્તિ કે વિવાદિત સંપત્તિ સાથે જોડાયેલા મુદ્દાનો સામનો કરી રહ્યા છો તો આ દરમિયાન તમને તેમાંથી છૂટકારો મળશે. બિઝનેસને કારણે તમે કોઈ જમીન કે પ્રૉપર્ટી કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય તમારી માટે ઘણો સારો સાબિત થશે.
આ પણ વાંચો : Diwali 2022: તહેવારમાં રંગોળી અને દીવાનું મહત્વ, મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીત
ધનુ રાશિ- આ દરમિયાન તમારા ખર્ચા પર લગામ મૂકાશે. આ સમય દરમિયાન તમને સારું પેમેન્ટ મળશે અને પૈસાની બચત કરવામાં પણ સફળ રહેશો. આ દરમિયાન તમારે પારિવારિક જીવનમાં પણ ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિક સમસ્યાઓ થતા માનસિક તાણથી પણ બચવાનું રહેશે.