Chandra Grahan 2024: આ વખતે ધુળેટીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો સંયોગ જોવા મળી રહ્યો છે. ગ્રહણ હેઠળ આ વર્ષે દેશભરમાં ધુળેટી ઉજવવામાં આવશે
ચંદ્રગ્રહણની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ૧૦૦ વર્ષ બાદ બનેલા આ ચંદ્રગ્રહણ હેઠળ જ ધુળેટી ઉજવવી પડશે
- રંગોત્સવ દરમિયાન રંગો સાથે રમવા પર પ્રતિબંધ નહીં હોય
- આ ચંદ્રગ્રહણ સાડા ચાર કલાક સુધી ચાલવાનું છે
આજે દેશભરમાં ધુળેટી ઉજવવામાં આવી રહી છે ત્યારે આજે ચંદ્રગ્રહણ પણ થવાનું છે, આમ જોવા જઇએ તો ગ્રહણની શુભ અને અશુભ એમ બંને જોવા મળતી હોય છે. આમ તો અશુભ કર્યો પર જ તેનો પ્રભાવ પડે છે. ત્યારે આજે જ્યારે ધુળેટીના દિવસે જ આ ચંદ્રગ્રહણ હોવાથી તેની શું અસર પડશે તે જોઈએ.
૧૦૦ વર્ષ બાદ જોવા મળ્યો છે આ સંયોગ
ADVERTISEMENT
આ વખતે ધુળેટીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2024)નો સંયોગ જોવા મળી રહ્યો છે. એટલે કે ગ્રહણ હેઠળ આ વર્ષે દેશભરમાં ધુળેટી ઉજવવામાં આવશે. હોળી-ધુળેટીએ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે અને હિન્દુ કેલેન્ડર વર્ષનો છેલ્લો તહેવાર હોવાથી તેની અતિ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. એટલે જ કે આજે ૧૦૦ વર્ષ બાદ બનેલા આ ચંદ્રગ્રહણ હેઠળ જ ધુળેટી ઉજવવી પડશે.
ધુળેટી રમવા પર પ્રતિબંધ છે? શું ન રમી શકાય રંગો સાથે?
આમ તો આજે ધુળેટી પર ચંદ્રગ્રહણ (Chandra Grahan 2024)ની કોઈ અસર જોવા મળશે નહિ, તેવું કહેવામાં આવી રહ્યું છે. વળી એવી પણ માહિતી છે કે આજે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેથી ગ્રહણનું સુતક માન્ય રહેશે નહીં. જ્યોતિષના મતે હોલિકા દહન અને રંગોત્સવ દરમિયાન રંગો સાથે રમવા પર પ્રતિબંધ નહીં હોય. આ દિવસે રંગો સાથે રમી શકાશે. આ દિવસે ગ્રહણના નિયમો લાગુ નહીં પડે અને તમામ ધાર્મિક કાર્યો પણ કરી જ શકાશે.
ભારતમાં અસર નહીં જોવા મળે, તો ક્યાં અસર જોવા મળશે?
આજના આ ચંદ્રગ્રહણની અસર ઉત્તર અને દક્ષિણ અમેરિકાના તમામ ભાગોમાં દેખાશે, પરંતુ ભારતમાં તે જોઈ નહીં શકાય. તે ઉપરાંત આયર્લેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઈંગ્લેન્ડ, સાઉથ નોર્વે, ઈટાલી, પોર્ટુગલ, રશિયા, જર્મની, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ અને ફ્રાન્સમાં પણ તેની અસર જોવા મળવાની છે.
કેટલા કલાક ચાલશે આ ચંદ્રગ્રહણ?
તમને જણાવી દઈએ કે આ વર્ષનું ચંદ્રગ્રહણ (Chandra Grahan 2024) સાડા ચાર કલાક સુધી ચાલવાનું છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ આજે સવારે 10.23 વાગ્યાથી તેની અસર દેખાડવાનું શરૂ કરશે અને તે આજે બપોરે 3.02 વાગ્યા સુધી ચાલશે. આમ આ સાડા ચાર કલાક માટેનું ચંદ્રગ્રહણ રહેશે. એવું પણ માહિતી છે કે જેનો પ્રથમ સ્પર્શ સમયગાળો 10:24 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ પરમગ્રાસ બપોરે 12:43 વાગ્યે હશે અને પેનમ્બ્રાથી છેલ્લો સ્પર્શ સમયગાળો બપોરે 03:01
વાગ્યે હશે.
કેટલીક રાશિઓ પર જોવા મળી શકે પ્રભાવ
આજના ચંદ્રગ્રહણ (Chandra Grahan 2024)ની અસર તમામ રાશિઓને થશે. પરંતુ કેટલીક રાશિના લોકો પર તેની ખાસ અસર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન, સિંહ, મકર અને ધનુ રાશિના લોકો પર આ ચંદ્રગ્રહણની શુભ અસર થાય તેવું જણાઇ રહ્યું છે.