મિથુન રાશિના લોકોને ચંદ્રગ્રહણ (Chandra Grahan 2023)શુભ ફળ આપશે.પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ ઉતાવળથી બચવું પડશે. કહેવાય છે કે આર્થિક બાજુ મજબૂત બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર
વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2023) 5 મે, શુક્રવારે થવા જઈ રહ્યું છે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમા(Buddha Purnima) પણ છે. ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. આ ચંદ્રગ્રહણ રાતે 8: 44થી લઈ મધ્યરાત્રિ 1:20 સુધી રહેશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે.ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે, પરંતુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો અહીં માન્ય રહેશે નહીં,આ એક છાયા ચંદ્રગ્રહણ છે, એટલે કે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો માત્ર એક બાજુ હોવાને કારણે આ ગ્રહણ દરેક જગ્યાએ જોઈ શકાતું નથી.ચાલો જાણીએ કે કઈ રાશિ માટે વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ શુભ રહેશે.
મિથુન રાશિના લોકોને ચંદ્રગ્રહણ (Chandra Grahan 2023)શુભ ફળ આપશે.પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ ઉતાવળથી બચવું પડશે. કહેવાય છે કે આર્થિક બાજુ મજબૂત બની શકે છે.આ દિવસે તેને કોઈની સાથે અણબનાવ થઈ શકે છે, તેથી કામ શાંતિથી કામ કરવાથી જ થશે.
ADVERTISEMENT
સિંહ
આ રાશિના લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. ધન મળવાનો યોગ છે. રોકાણ કરવાથી ઘણો ફાયદો મળી શકે છે.ક્યાંકથી સારા સમાચાર મળવાની સંભાવના છે અને પરિવારના સભ્યો સાથે બગડેલા સંબંધો પણ સુધરી શકે છે. મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. ધીરજ સાથે કામ કરો.
મકર
આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. ખોવાયેલ પૈસા પાછા મળશે.કરોડપતિ બનવાના ચાન્સ છે. મહેનત કરવાથી સફળતા મળશે. આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે.લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે.
કન્યા
ચંદ્રગ્રહણની અસરથી કન્યા રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વેપારમાં મોટો ફાયદો થશે., કરિયરમાં ફાયદાકારક બદલાવ જોવા મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાની તકો બની રહી છે. પરિવારમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
આ ચંદ્રગ્રહણ ક્યાં જોવા મળશે (Chandra Grahan 2023 where to watch)
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકા જેવા સ્થળોએ દેખાશે.આ સાથે, આ ચંદ્રગ્રહણનો સમયગાળો રાત્રે 8:44 થી મધ્યરાત્રિ લગભગ 1:02 સુધીનો રહેશે.