Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > દિવાળીના ઉત્સવોમાં આ દિવસે આ વસ્તુઓ ખાવાના છે ખાસ ફાયદા, જાણો વિગતે

દિવાળીના ઉત્સવોમાં આ દિવસે આ વસ્તુઓ ખાવાના છે ખાસ ફાયદા, જાણો વિગતે

Published : 24 October, 2024 05:13 PM | Modified : 25 October, 2024 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રમા એકાદશીથી શરૂ થતાં આ પર્વમાં ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીના તહેવારો ખાસ રીતે ઉજવાય છે તો જાણો આ તહેવારોમાં કઈ વસ્તુનું સેવન કરવાથી કેવા લાભ થઈ શકે છે.

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)


હિન્દુ માન્યતા પ્રમાણે દિવાળી આમ તો રમા એકાદશીથી દેવદિવાળી સુધીનો પર્વ છે પણ મૂળ આપણે ખાસ આ પાંચ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રમા એકાદશીથી શરૂ થતાં આ પર્વમાં ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીના તહેવારો ખાસ રીતે ઉજવાય છે તો જાણો આ તહેવારોમાં કઈ વસ્તુનું સેવન કરવાથી કેવા લાભ થઈ શકે છે.


દિવાળી એ માત્ર ખુશીઓ, ફટાકડાં અને પ્રકાશનો જ પર્વ નથી, દિવાળી એ સ્વાદની સોડમનો ઉત્સવ પણ છે. પાંચ દિવસ ચાલતાં આ તહેવારમાં એકથી એક ચડિયાતા મેવા અને મિષ્ઠાનોની મિજબાની તો આપણે માણીએ જ છીએ પણ શું તમને ખબર છે, "દિવાળીમાં કયા દિવસે કઈ વસ્તુ ખાવાથી થશે ફાયદો?" અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ સદા માટે તમારા ઘરમાં નિવાસ કરે છે. 



1 ધનતેરસ 
ધનતેરસના દિવસે દહીં ખાવું જોઇયે, નાના બાળકોને દહીં પતાસા, અને મોટા લોકો મસાલેદાર દહીં ખાઇ શકે છે. ધનતેરસને તહેવારોની શરૂવાત ગણવામાં આવે છે તેથી આ દિવસે દહીં કે તેમાંથી બનેલી વાનગી ખાવી શુભ ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં પણ આજના દિવસે દહીં ખાવાની વિશેષ પરંપરા છે.


2 કાળી ચૌદસ
કાળી ચૌદસના દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં આ દિવસે વડાં અને ભજીયાં બનાવવાનો ખાસ રિવાજ છે. પણ જો આ દિવસે બુંદીના લાડુ બનાવીને અથવા તો બજારમાંથી લાવીને હનુમાનજીને તેનો ભોગ ધરીને પ્રસાદ લેવાથી આખું વર્ષ સંકટમુક્ત જાય છે. 

3 દિવાળી
ચૌદ વર્ષના વનવાસ અને રાવણના વધ પછી શ્રીરામના અયોધ્યા પાછાં આવવાની ખુશીમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે પંચામૃત એટલે કે, દુધ, દહીં, ઘી, મધ અને ખાંડમાંથી બનાવવામાં આવેલ એક ખૂબ જ પ્રાચીન અને પવિત્ર વાનગી, જેને આ દિવસે ચોપડાપૂજનમાં શ્રી લક્ષ્મી, શ્રી સરસ્વતી અને શ્રી ગણેશને ધરીને લેવામાં આવે તો આખું વર્ષ ખૂબ જ ખુશાલી અને નોકરી ધંધામાં અભિવૃદ્ધિ લાવે એવી માન્યતા છે. 


4 બેસતું વર્ષ 
આ દિવસ એટલે દરેક ગુજરાતીઓનું નવુ વર્ષ. આ દિવસે સવારે જમવામાં વિશેષ ચોળીના શાકનું મહત્વ છે. ચોળીને શુભ માનવમાં આવે છે. પણ સાથે સાથે ઉત્તરભારતમાં આ દિવસે ગોવર્ધનપૂજા થાય છે. જેમાં માલપુવા ખાવાનો વિશેષ રિવાજ છે. વળી આ દિવસ ઋતુ પરિવર્તનનું પણ સૂચન કરે છે, જેથી આ દિવસે ચોળીનું શાક અને માલપુવાથી વર્ષની શરૂઆત ખૂબ જ સકારાત્મક અને શુભ થાય છે. 

5 ભાઈબીજ 
ભાઇબીજ એ ભાઈ-બહેનના હેતનું પર્વ છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. આ તહેવાર યમરાજા અને યમુનાજીની પૌરાણિક કથાને આધારે મનાવવામાં આવે છે. કહેવાય છે કે ચોખા એટલે ભાઈ અને દાળ એટલે બહેન એટલે કે આ દિવસે દાળ અને ચોખામાંથી બનતી વાનગીઓ ખાવાથી પરિવારમાં સંપ અને સુખ જળવાયેલા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK