માર્ચ મહિનાની ૧૮ તારીખે શનિદેવ તેમની સ્વરાશિમાં ભ્રમણ કરશે, જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડશે. આ સમયે બારમાંથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ બનશે
પ્રતીકાત્મક તસવીર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે તેમની શત્રુ અને મિત્ર રાશિમાં ભ્રમણ કરતાં રહે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. ગ્રહોની દિશામાં આ પરિવર્તન કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. માર્ચ મહિનાની ૧૮ તારીખે શનિદેવ તેમની સ્વરાશિમાં ભ્રમણ કરશે, જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડશે. આ સમયે બારમાંથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ બનશે.
વૃષભ રાશિ
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું શક્તિશાળી હોવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિદેવે વૃષભ રાશિની ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. એનો અર્થ એ થયો કે વૃષભ રાશિના જાતકો માટે આ શુભ સમય છે. આ સમય વૃષભન લોકો માટે કારકિર્દી, આધ્યાત્મિક, વૈચારિક, સંશોધન, ડૉક્ટર, વૈજ્ઞાનિક માટે સારો રહેશે. ઉપરાંત, જે લોકો શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરવા માગે છે, તેમના માટે સમય સાનુકૂળ હોવાનું જણાય છે. વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. આ સાથે જે લોકો સંતાન મેળવવા ઈચ્છે છે, તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના પણ પૂર્ણ થશે.
મકર રાશિ
શનિદેવનું પ્રબળ થવું મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે મકર રાશિના જાતકો માટે શનિદેવનું આ વલણ સારું માનવામાં આવે છે. આ યોગ મકર રાશિના જાતકોને આર્થિક રીતે સહયોગ આપશે. જો કોઈ માનસિક તણાવ હોય તો તેનાથી પણ મુક્તિ મળશે. આ સમયે આત્મવિશ્વાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે અને મહેનતનું જોઈતું ફળ મળશે. ઉપરાંત રોકાણનું પણ સારું વળતર મળશે, જે આર્થિક લાભ સૂચવે છે. નોકરી ધંધાના પણ લાભ થશે. પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ મળે તેવી શક્યતા છે. મકર રાશિના લોકો માટે આગામી ત્રણ મહિનામાં શાનદાર રહેશે.
આ પણ વાંચો: અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
કુંભ રાશિ
શનિદેવ આ વલણ કુંભ રાશિના જાતકો માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિદેવ કુંભ રાશિની કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગની રચના કરે છે. એટલા માટે આ સમયે કુંભ રાશિના જાતકોને સન્માન મળી શકે છે. જોકે, વિવાહિત જીવનમાં કુંભ રાશિના લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. બીજી તરફ, જેઓ અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળે તેવી શક્યતા છે. આર્થિક દૃષ્ટિએ પણ આ યોગ શુભ છે. કમિશન એજન્ટ, કન્સલ્ટટન્ટ સારો નફો મળી શકે છે.