Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અરોમા થેરપી : સ્ટાર્સ અને સુગંધ, દિવસ અને ખુશ્બૂ

અરોમા થેરપી : સ્ટાર્સ અને સુગંધ, દિવસ અને ખુશ્બૂ

Published : 17 September, 2023 12:45 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

સામાન્ય રીતે અગરબત્તીથી લઈને પરફ્યુમ કે અત્તરમાં આપણે આપણી પસંદને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, પણ એવું કરવાને બદલે જો એ ગ્રહ કે વાર મુજબ પસંદ કરવામાં આવે તો એ માત્ર ખુશ્બૂ જ નહીં, રિઝલ્ટમાં પણ અનેકગણું ચડિયાતું પુરવાર થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


દરેક ગ્રહને જેમ પોતાનો રંગ છે એવી જ રીતે દરેક ગ્રહને પોતાની ખુશ્બૂ પણ છે. વ્યક્તિ જો એ ગ્રહ મુજબની ખુશ્બૂનો વપરાશ શરૂ કરે તો એનું રિઝલ્ટ ખાસ્સું હકારાત્મક જોવા મળતું હોય છે. આ જ સિદ્ધાંત પર અરોમા થેરપી કામ કરે છે, જેનો ઉપયોગ માત્ર પ્રોફેશનલ કે ફાઇનૅન્સ માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ થાય છે અને એનું સારું રિઝલ્ટ મળ્યું છે.


માત્ર સ્ટાર્સને ધ્યાનમાં રાખવાને બદલે વારને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને જે-તે વારના દિવસે એ ખુશ્બૂની અગરબત્તી કે ધૂપ કરવામાં આવે તો એનાથી ઘર અને ઑફિસ પ્રિમાઇસિસમાં પૉઝિટિવ વાતાવરણ ઊભું થાય છે જે સુખ, શાંતિ અને સુવિધામાં વધારો કરે છે. હવે કરીશું પ્રત્યેક ગ્રહ અને વાર, એની સાથે જોડાયેલી ખુશ્બૂ અને એનાથી થનારા લાભની વાત.પહેલાં વાત કરીએ સૂર્ય ગ્રહની.



સૂર્ય અને સુગંધ | ધારો કે તમે તમારી કુંડળી જાણો છો અને તમને ખબર છે કે તમારા જન્માક્ષરમાં સૂર્યને બળવાન કરવો જરૂરી છે તો તમારે નિયમિત કેસર કે ગુલાબનું સેન્ટ કે અત્તર વાપરવું જોઈએ. વાત અહીં પરફ્યુમની નથી, સેન્ટ કે અત્તરની છે. જો અત્તરનો વપરાશ કરો તો એ સૌથી સારું. અન્યથા ગુજરાતી કહેવત ‘ન મામા કરતાં કાણો મામો શું ખોટો’ને અનુસરીને સેન્ટ કે પછી એ જ ફ્રૅગ્રન્સનું પરફ્યુમ પણ વાપરી શકાય અને ધારો કે એ વાપરવામાં આવે તો રિઝલ્ટ માટે થોડી વધારે રાહ જોવી પડે એવું બની શકે છે.


મૂળ વિષયને આગળ વધારીએ. | ધારો કે તમને તમારા જન્માક્ષર વિશે જાણકારી નથી, પણ તમે ઇચ્છો છો કે તમારામાં રહેલા લીડરને યોગ્ય તક મળે અને તમે જ્યાં પણ જાઓ ત્યાં પ્રભાવ છોડીને નીકળો તો એના માટે તમારે સૂર્યને બળવાન કરવો જોઈએ. લીડરશિપ કે પ્રભાવી વ્યક્તિત્વ ઇચ્છતી વ્યક્તિ પણ નિયમિત કેસર કે ગુલાબના અત્તરનો ઉપયોગ કરી શકે છે. તમે જુઓ, 
આપણાં શાસ્ત્રો કેટકેટલી જગ્યાએ વિસ્તાર ધરાવે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ લીડરશિપ કે આગેવાનીના ગુણને કેળવવા માટે ચ્યવનપ્રાશ અને કેસરયુક્ત દૂધનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે તો આપણા આયુર્વેદમાં પણ બાળકને આ ચીજ નાનપણથી જ આપવી જોઈએ એવો આગ્રહ કરવામાં આવ્યો છે, જેની પાછળ ક્યાંક ને ક્યાંક જ્યોતિષશાસ્ત્રનું સંયોજન થયું હોવાનું પણ દેખાય છે. આયુર્વેદ કહે છે કે કેસર અને ચ્યવનપ્રાશનું સેવન કરવાથી બાળક બીમાર નથી પડતું અને તન-મનથી તંદુરસ્ત રહે છે, જ્યારે આ જ વાતને જ્યોતિષશાસ્ત્ર લીડરશિપની દિશામાં લઈ જાય છે. સૌકોઈ જાણે છે કે લીડર ક્યારેય અસ્વસ્થ નથી હોતા.


સૂર્યને બળવાન કરવા માટે જો કેસર કે રોઝના અત્તરના ઉપયોગનો ફાયદો  વ્યક્તિગત રીતે થશે, પણ ધારો કે ઑફિસ કે ઘરમાં ફ્રેશનર તરીકે ઉપયોગ થાય તો ઝડપી રિઝલ્ટ જોવા મળી શકે છે. ઑફિસ કે ઘરના ડેકોરેશનમાં પણ ગુલાબનો ઉપયોગ થતો રહે એ ઉત્તમ છે તો સાથોસાથ વ્યક્તિ જો દિવસની શરૂઆત ગુલાબના ચ્યવનપ્રાશથી કરે અને રાતે કેસરવાળું દૂધ પીએ તો એ સર્વોત્તમ છે.

રવિવાર સૂર્યનો વાર છે એટલે જો શક્ય હોય તો રવિવારે ગુલાબપત્તીનો ઘર/ઑફિસમાં ધૂપ કરવામાં આવે અને એ ધૂપમાં યથાશક્તિ કેસર ઉમેરવામાં આવે તો એ પણ રિઝલ્ટ આપવામાં ગતિને તેજ કરી શકે છે. ધારો કે ધૂપ ન થઈ શકે તો રોઝ ફ્રૅગ્રન્સની અગરબત્તી દર રવિવારે ઘરમાં કરવી જોઈએ.

હવે આવતા રવિવારે આપણે વાત કરીશું ચંદ્ર અને અન્ય ગ્રહો તથા એને લાભકારી બનતી હોય એવી સુગંધની.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 12:45 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK