Akshaya Tritiya 2024: આવતી કાલે અક્ષય તૃતીયાને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ૧૦ મેના રોજ છે અક્ષય તૃતીયાનો શુભ દિવસ
- અક્ષય તૃતીયા માતા લક્ષ્મીને સમર્પિત છે
- આ દિવસે ગૃહ પ્રવેશ કરવામાં આવે તો બહુ ઉત્તમ એવું કહેવામાં આવે છે
આવતીકાલે એટલે કે ૧૦ મે ૨૦૨૪ના રોજ (Akshaya Tritiya 2024) નો શુભ દિવસ છે. અક્ષય તૃતીયા (Akshaya Tritiya) વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સુખ, સમૃદ્ધિ અને સારા નસીબની કામના કરે છે. અક્ષય તૃતીયા કોઈપણ નવા અને શુભ કાર્ય માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.