Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > જૉબ્ઝ અને કરિયર > Gen Z યુવાનો નોકરી બાબતે શું વિચારે છે? સર્વે રેપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gen Z યુવાનો નોકરી બાબતે શું વિચારે છે? સર્વે રેપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Published : 15 September, 2024 09:30 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gen Z on Changing Jobs: જનરેશન Zમાં સામાન્ય રીતે 1995 થી 2010 ની વચ્ચે જન્મેલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યારે દરેક યુવાનો નોકરીની શોધમાં (Gen Z on Changing Jobs) લાગી જાય છે. સારી નોકરી મળે તેવું દરેકની ઈચ્છા હોય છે. જોકે દેશમાં બેરોજગારી અને નોકરી મળ્યા બાદ તે ક્યારે છૂટી જાય તે નક્કી નથી એવા અનેક સર્વે પછી મળેલા રેપોર્ટમાં દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તાજેતરમાં એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં હાલના યુવાનો નોકરી કરવા બાબતે શું વિચારે છે તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જનરેશન ઝી એટલે કે Gen Zમાં નોકરીને લઈને જુદા જ વિચાર છે. તો ચાલો જાણીએ કે નવી જનરેશનના મનમાં નોકરીને લઈને શું વિચાર છે.


ભારતના યુવાનોમાં નોકરી પ્રત્યે નવા વિચારો નિર્માણ થઈ રહ્યા છે. એક સર્વે અનુસાર, 47 ટકા જનરેશન ઝીના યુવાનો બે વર્ષ પછી નોકરી છોડી દે છે, જ્યારે તે જ સંખ્યા 46 ટકા તેમની નોકરી કરતાં વર્ક-લાઇફ બેલેન્સ પસંદ કરે છે. `જેન ઝેડ એટ વર્કપ્લેસ` નામનો આ રિપોર્ટ 5350 થી વધુ જનરેશન Z અને 500 એચઆર પ્રોફેશનલ્સના સર્વેક્ષણમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.



આ રિપોર્ટ જનરેશન Zના (Gen Z on Changing Jobs) વિવિધ પાસાઓના ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે જેમ કે જનરલ Z યુવાનોની નોકરી બદલવાના કારણો, જોબ માર્કેટમાં પ્રવેશ સમયે તેમની સૌથી મોટી ચિંતા, માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની અપેક્ષાઓ અને કાર્યશૈલી અંગેની ચિંતાઓ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.


એક તરફ 46 ટકા જનરેશન Z યુવાનો બે વર્ષમાં નોકરી છોડવા તૈયાર છે તો બીજી તરફ 51 ટકા યુવાનોને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યા છે. આ ચિંતા તેમની કારકિર્દીની (Gen Z on Changing Jobs) સંભાવનાઓ સુધી વિસ્તરે છે, કારણ કે 40 ટકા નોકરી મેળવ્યા પછી તેમના પસંદગીના ક્ષેત્રમાં પોસ્ટ જાળવી રાખવા અંગે ચિંતિત છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “77 ટકા યુવાનોએ વ્યાવસાયિક ક્ષેત્રે પ્રાથમિકતા આપેલી બ્રાન્ડ અને ભૂમિકા, જેમાંથી 43 ટકા લોકો સ્પર્ધા કરતાં મહત્ત્વપૂર્ણ ખાસ કરીને અનુભવ અને વૃદ્ધિની તકો શોધી રહ્યા છે."

જ્યારે 78 ટકા જનરેશન Z યુવાનો કારકિર્દીના વિકાસ માટે નોકરી બદલવામાં (Gen Z on Changing Jobs) માને છે, 71 ટકા એચઆર પ્રોફેશનલ્સ માને છે કે તે મુખ્યત્વે સારા પગાર માટે છે, જ્યારે નવી પેઢીના 25 ટકા લોકો નોકરી બદલતી વખતે પગાર કરતાં પ્રેરણાને વધુ મહત્ત્વ આપે છે. અમે તમને જણાવી દઈએ કે જનરેશન Zમાં સામાન્ય રીતે 1995 થી 2010 ની વચ્ચે જન્મેલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 09:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK